નડે છે અમોને – મેઘબિન્દુ

તમારી શરાફત નડે છે અમોને

અમારી શરાફત નડે છે અમોને

 .

હતો ખ્યાલ એવો કે સંધાઈ જાશે

કરી જે મરામત નડે છે અમોને

સહ્યાં દ્વેષ ઈર્ષા ને અન્યાય પળેપળ

હવે તો અનાગત નડે છે અમોને

 .

અહીં પ્રેમ પૂજ્યો પ્રભુના સ્વરૂપે

છતાં જે લખ્યા ખત નડે છે અમોને

 .

અસ્મિતા અહમનો નથી ભેદ ઝાઝો

છતાંયે તફાવત નડે છે અમોને

 .

ધરમના જ નામે ચલાવી રહ્યા છો

તમારી બગાવત નડે છે અમોને

 .

( મેઘબિન્દુ )

Share this

2 replies on “નડે છે અમોને – મેઘબિન્દુ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.