હૃદયના ઊંડાણમાંથી શબ્દો – કુન્દનિકા કાપડીઆ

રાત પડી છે અને દીવા બુઝાઈ ગયા છે

બધા જીવો અંધકારની ગોદમાં વિશ્રાંતિથી પોઢી ગયા છે.

તમને પ્રાર્થના કરવા હું મારા હૃદયને શાંત કરું છું

મારા હૃદયના ઊંડાણમાંથી શબ્દો પ્રગટ થાય છે.

 .

અલબત્ત, તમને શબ્દોની કોઈ જરૂર નથી,

તમે તો બધું જાણો જ છો

અમારા શબ્દો તો અમારા ભાવોની સ્પષ્ટતા માટે છે

પછી કદાચ એની જરૂર ન રહે.

 .

અનાદિકાળથી અમે પિંજરમાં પુરાયેલાં છીએ

અજ્ઞાન અને ઈચ્છાઓનાં બંદી છીએ

સીમાઓ બાંધી અમે જાતને સલામત માની છે

દુન્વયી પ્રાપ્તિઓને ચરમ સિદ્ધિ ગણી છે.

આ બધું પરિવર્તનશીલ છે, આજે ઊગીને કાલે આથમી જનારું છે

તે જાણીએ છીએ, છતાં વ્યવહારમાં તેથી જુદું જ માનીને ચાલીએ છીએ.

 .

જીવન તો છે એક નિરંતર વહેતી નદી

કોઈ ઘાટે, કોઈ કાંઠે તે અટકી રહેતી નથી.

પણ અમે વસ્તુમાં, વિચારમાં, વલણોમાં અટકી પડીએ છીએ

ત્યારે સ્થગિત બની જઈએ છીએ

મૃત્યુના પ્રદેશમાં મલિન બનીને રહીએ છીએ.

 .

સકળ દ્રશ્યમાન જગત એક આનંદપૂર્ણ લીલા છે

અમે અમારા કે ન્દ્રમાંથી બહાર નીકળી

જીવન સાથે વહી શકીએ

તો આ લીલાના ભાગીદાર બની શકીએ;

પછી બધી જ ઘટના એક ખેલ બની રહે,

સુખ આપો ને દુ:ખમાંથી બચાવો તે તમારી કૃપા છે,

તો સંકટ આપો ને દરિયામાં ડુબાડી દો તે પણ

તમારી જ કૃપા છે એમ સમજી શકીએ,

અમને વિશ્વાસ રહે કે બધું તમારી દ્રષ્ટિમાં જ છે.

 .

સત્તાસ્થાને વિરાજતા મનુષ્યમાં

અને રસ્તે રઝળતા ઢોરમાં

તમે જ રહેલા છો.

 .

અમારા અજ્ઞાન અને ઈચ્છાના અંધ પડદાને સળગાવી મૂકો

અમારા કોચલાને તોડી નાખો

અમે ગમે તેટલા ક્ષુદ્ર હોઈએ, તમે સમર્થ છો

તમારી ભક્તિ અમને સામર્થ્યવાન બનાવે છે.

 .

કોઈ ઘર એવું દરિદ્ર નથી, જ્યાં તમારાં પગલાં ન પડે

કોઈ હૃદય એવું જડ નથી, જ્યાંતમારું નામ ન સ્પંદે

કોઈ ક્ષણ એવી સામાન્ય નથી, જે તમારા સ્મરણથી આલોકિત ન થાય.

 .

આ નીરવ રાતે સમય શાંત છે

મને ભાન થાય છે કે હું એકાકી નથી

કોઈના સમીપ હોવાનો હું સઘન અનુભવ કરું છું

એ કોઈ તે તમે છો, ભગવાન !

 .

( કુન્દનિકા કાપડીઆ )

Share this

6 replies on “હૃદયના ઊંડાણમાંથી શબ્દો – કુન્દનિકા કાપડીઆ”

 1. કુંદનિકાબહેનના હ્રદયના ઉંડાણમાંથી આવેલા શબ્દો ઘણા ભાવવાહી છે.

  હિના બહેન,

  આજે તમારો જન્મ દિવસ છે ને?

  જન્મ દિવસના ખૂબ ખૂબ અભિનંદન !

 2. કુંદનિકાબહેનના હ્રદયના ઉંડાણમાંથી આવેલા શબ્દો ઘણા ભાવવાહી છે.

  હિના બહેન,

  આજે તમારો જન્મ દિવસ છે ને?

  જન્મ દિવસના ખૂબ ખૂબ અભિનંદન !

 3. સૌ પ્રથમ તો તમારા ૧૬ ડીસેમ્બર ના હેપી બર્થડે ….કુન્દનિકા કાપડિયા ની એક માત્ર નવલકથા ‘સાત પગલાં આકાશ માં’ વાંચી છે. બસ ,પછી તમારા બ્લોગ પર આ અદભૂત કાવ્ય વાચવા ની તક મળી. આભાર. MG

 4. સૌ પ્રથમ તો તમારા ૧૬ ડીસેમ્બર ના હેપી બર્થડે ….કુન્દનિકા કાપડિયા ની એક માત્ર નવલકથા ‘સાત પગલાં આકાશ માં’ વાંચી છે. બસ ,પછી તમારા બ્લોગ પર આ અદભૂત કાવ્ય વાચવા ની તક મળી. આભાર. MG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.