ઝંખના – પલ્લવી શાહ (Happy Valentine’s Day)

.

મારાથી તારા વગર રહેવાતું નથી. સમાવી લે મને તારામાં. તારા વિશાળ વક્ષસ્થળમાં હું મારું માથું મૂકું અને તારો હાથ મારા માથે ફરતો હોયને એક મધુર શાંતિ અંગે અંગમાં વ્યાપી જાય. હું ચિરનિંદ્રામાં પોઢી જાઉં. જ્યારે ઉષાના રંગો ફેલાયેલા હોય ત્યારે હું પડી રહું અને તું નિ:શબ્દ થઈ તારી આંખોમાંથી મારી ઉપર અમી છાંટણાં કરતો હોય અને હું આંખો બંધ રાખી તારા અમી છાંટણાંનું અમૃત પીતી જાઉં. આ બધી ઈચ્છાઓ મને થાય છે કારણ કે હું તને ખુબ ખુબ પ્રેમ કરું છું અને ખરેખર આંખો બંધ રાખીને હું પથારીમાં પડી છું. આંખો ખોલતાં ડર લાગે છે કે જો હું આંખો ખોલીશ તો જે નિકટતા આંખો બંધ રાખીને અનુભવું છું તે ખુલ્લી આંખે દૂર નહિ થઈ જાય ને ?

.

.

હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને એ પ્રેમનું ગીત ગાતાં ગાતાં ક્યારેક પંખી બનીને ગગનમાં મુક્તવિહાર કરવા લાગું છું, તો ક્યારેક હવાના રેલાતા સૂર સાથે મારા તાલ મેળવવા પ્રયત્ન કરું છું. ક્યારેક પગમાં ઘૂંઘરું બાંધી એક લય પર અટલ રહી, તારામાં એકરૂપ થવાનો પ્રયત્ન કરું છું. તો ક્યારેક ચાતક બની તારા વરસવાની રાહ જો ઉં છું. તો ક્યારેક મોર બની થનગનાટ કરું છું. મારું મન મારા કહ્યામાં નથી અને મારું હૃદય તને અને ફક્ત તને જ ઝંખે છે. ચાલને આપણે હાથ પરોવી સમુદ્રની આ મીઠી મીઠી લહરો ઉપર આપણાં નામ કોતરીએ. આવીશ ને ?

.

.

આ રંગબેરંગી દુનિયા અને રંગબેરંગી ઉત્સવ. ચારે તરફ ઉત્સવ-પર્વ. ચાલને આજે આપણે પણ આપણા મિલનનો ઉત્સવ ઉજવીએ. પણ એમાં આપણે બે અને ફક્ત આપણે બે જ રહીશું. તું મારી સામે બેઠો હશે અને હું મારા પગમાં ઘૂંઘરું બાંધી નૃત્ય કરીશ અને તું તારા નયનોની સુરાહીમાં મને ભર્યા કરજે. રાત્રે શીતળ ચાંદનીનાં પ્રકાશમાં આપણે બંને બારીએ ઉભાં રહીશું અને એકબીજાને આપણા મિલનની વધામણી આપશું ત્યાં અચાનક એક તારો ખરશે અને આપણે ઈચ્છા ધારણ કરીશું. આપણા પ્રથમ મિલનનો આ ઉત્સવ દરેક દિન, દરેક પળને ઉત્સવ બની રહેશે.

 .

( પલ્લવી શાહ )

Share this

4 replies on “ઝંખના – પલ્લવી શાહ (Happy Valentine’s Day)”

  1. હા હું આવીશ હંમેશાની જેમ જ તો વળી…તારી દરેક ઈચ્છાઓ પૂરી કરવા…જે નિકટતા બંધ આંખે અનુભવાય છે એ ખુલ્લી આંખે સ્વપ્નમાંય દૂર નહિ થઇ જાય એટલો વિશ્વાસ મને તારા અને મારા પર અને આપણાં પ્રેમ પર છે. શું તને છે એ વિશ્વાસ?
    Happy Valentine’s Day. I Love You So Very Much Today, Tomorrow and Forever and Ever and Ever…!!!

  2. હા હું આવીશ હંમેશાની જેમ જ તો વળી…તારી દરેક ઈચ્છાઓ પૂરી કરવા…જે નિકટતા બંધ આંખે અનુભવાય છે એ ખુલ્લી આંખે સ્વપ્નમાંય દૂર નહિ થઇ જાય એટલો વિશ્વાસ મને તારા અને મારા પર અને આપણાં પ્રેમ પર છે. શું તને છે એ વિશ્વાસ?
    Happy Valentine’s Day. I Love You So Very Much Today, Tomorrow and Forever and Ever and Ever…!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.