નથી જોઈતાં મને હવે – ધીરુબેન પટેલ

.

નથી જોઈતાં મને હવે

આ સંબંધોનાં ચોરદીવાનાં

નાનાં નાનાં ગોળ ચકરડાં

 .

ભલી એથી વિસ્તારભરી

આ અંધકારની સોડ

પ્રગટે એની મેળે ઢાંકે અંગેઅંગ

ઊંડે ઊંડે ઊતરી હવે શોધું એનો સંગ

દેખાય જે ના ભુલાય જે ના

મૌનતણી વાણી એની

પૂરી હજી સમજાય ના

પળપળનો સંગાથ એનો

તોય કદી વિસરાય ના

.

શી પરવા એ જડે ન જડે

બેસવું નિશ્ચિત થઈ એક કોર

એની મેળે શોધી કાઢશે

એ જ મને જરૂર.

 .

( ધીરુબેન પટેલ )

2 thoughts on “નથી જોઈતાં મને હવે – ધીરુબેન પટેલ

Leave a comment