તારી સાથે – કોનરાડ એઈકેન

તારી સાથે સાંભળેલું સંગીત સંગીતથી પણ કૈંક વિશેષ હતું

તારી સાથે માણેલો રોટીનો ટુકડો કોળિયાથી પણ કૈંક વિશેષ હતો.

હવે હું છું તારા વિનાનો, સાવ એકલવાયો

જે એક વખત સર્વ સુંદર હતું તે મરણ પામ્યું.

 

તારા હાથ એક વાર આ ટેબલને અને ચાંદીનાં પાત્રોને સ્પર્શ્યા.

અને આ પિયાલાને પકડતી જોઈ છે મેં તારી આંગળીઓ

આ બધી વસ્તુઓ તને યાદ નથી કરતી, પ્રિયતમા,-

અને છતાં તારો સ્પર્શ એના પર છે તે કદીયે જશે નહીં.

 

આ બધી વસ્તુઓને ઘૂમતી કરી છે તેં મારા હૃદયમાં

અને એના પર તારા હાથની અને આંખની કૃપા વરસી છે;

અને મારા હૃદયમાં આ તમામ તને હંમેશાં યાદ કરશે,

એક વાર એ બધાં તને જાણતાં હતાં, હે સુંદર અને સમજણી.

 

( કોનરાડ એઈકેન, અનુ. સુરેશ દલાલ )

Leave a comment