
.
પગાર પહેલી તારીખે આવે છે પરંતુ મહિનાની પંદર તારીખે તો આખર તારીખ આવી જાય છે.
.
25-35 વર્ષના વયજૂથના કે એનાથી વધુ ઉંમરના ઘણાંની પાસેથી આ વાત સાંભળવા મળે છે. આના માટે શું કરવું?
.
પ્રાઇવેટ કે પબ્લિક સેક્ટરમાં કામ કરી રહેલા કર્મચારીઓ (વેપારી કે એન્ટ્રેપ્રેન્યોરને પણ લાગુ પડી શકે છે) વર્ગ માટેની અનુભવોક્તિ:
.
- 💰 તમારા મહિના ના પગારનો 50%થી વધુ ખર્ચ ન કરો. ➖ 50:40:10 આ એક સાદો નિયમ છે. 50% સુધી જીવન જરૂરિયાતનો ખર્ચ. 40% બચત રોકાણ અને લોન ઇએમઆઇ અને 10% લાઇફસ્ટાઇલ ખર્ચ..
- 💹 બાકી 40% બચાવો અને ઓછામાં ઓછી 3 જુદા-જુદા સ્થળે રોકાણ કરો. ➖ તમે તમારા પોતાના રિસ્ક પ્રોફાઈલ અનુસાર મ્યુચ્યુઅલ ફંડ્સ, પી.પી.એફ., ઇક્વિટી, સોનું, એન.પી.એસ., FD, જીવન વીમા જેવી જગ્યાએ રોકાણ કરી શકો છો.
- 🧾 હંમેશા બીજી આવકના સ્ત્રોત માટે પ્રયત્નશીલ રહો. ➖ રોકાણ પરના ડિવિડન્ડ, વ્યાજની આવક, મ્યુચ્યુઅલ ફંડ કે વીમા સલાહકાર તરીકે કામ કરી શકાય છે. ➖ જો જીવનસાથી પણ કામ કરતા હોય તો જીવનસાથીની આવકને બીજી આવક ન માનો, એ આવકને તાત્કાલિક જરૂરિયાત માટેનો “ઇમર્જન્સી ફંડ” સમજો.
- 🏥 તમારા પરિવાર માટે હેલ્થ ઈન્શ્યોરન્સ અને વાર્ષિક આવકના 12-20 ગણો ટર્મ ઈન્શ્યોરન્સ જરૂર હોવો જોઈએ.
- 🚫 બીજાઓની લાઈફસ્ટાઇલ જોવા જઈને પોતાનું જીવન ના ચલાવો. દરેકની પોતાની વિચારસરણી હોય છે. કોઈને દેખાદેખીથી અનુસરવાની જરૂર નથી. ➖ તેના બદલે, તેમને મળતી સફળતાના પાછળનો પરિશ્રમ સમજો અને તે પ્રમાણે સેલ્ફ ડેવલપમેન્ટ પર રોકાણ કરવું જોઈએ.
- 🏦 લોન લો ત્યારે એને “એસેટ – મિલકત” બનાવવા ઉપયોગ કરો, ‘લાયબિલિટી’ નહીં. ✔️ એસેટ તરીકેની લોન: ➖ ખુદના પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે કે બાળકોના શિક્ષણ માટે એજ્યુકેશન લોન
➖ ઓછા જોખમ વાળા વ્યવસાય માટેની લોન (જ્યાં નિયમિત આવક હોય)
➖ હોમ લોન – ત્યારે જ લો જ્યારે EMI તમારું ભૂતકાળનું ભાડું જેટલું કે થોડું વધારે હોય ❌ લાયબિલિટી તરીકેની લોન: ➖ લક્ઝરીયસ ફ્લેટ માટે લોન (જરૂરિયાત કરતાં વધુ અને રિપેમેન્ટ ક્ષમતાથી વધુ એવોઇડ કરવો)
➖ લક્ઝરીયસ કાર ખરીદવી – કાર આમ તો ડેપ્રીસીએટીંગ એસેટ ગણાય એટલે બેઝિક જરૂરિયાત પૂર્ણ થાય એ કાર પહેલી પસંદગી હોય તો ઇએમઆઇ મેનેજેબલ રહેશે.
➖ વિદેશમાં વેકેશન માટે કે અન્ય આવા મોજશોખ માટે પર્સનલ લોન - 👪 ક્યારેય તમારા માતા-પિતાની સંપત્તિ પર આધાર રાખશો નહીં – કારણ કે તેઓ પણ તમારી આવક પર આધાર રાખતા નથી.
- 💸 ખર્ચ ઘટાડવાના રીતો: ➖ ફૂડ ડિલિવરી કે ક્વિક કોમર્સ એપ્સ પર ખરીદી વખતે આંગળી પર કાબુ રાખો. ફ્રી ડિલિવરી અને ફ્રી કેશ કારણે બીનજરૂરી ખર્ચ બમણો થઈ શકે છે.
➖ મોલમાં કે શોપિંગ એપ્સ પર ખરીદી વખતે પહેલેથી તૈયાર લિસ્ટ ઉપયોગી પુરવાર થાય છે. એના કારણે બિનજરૂરી ખરીદી ટાળી શકાય છે.
➖ શક્ય હોય ત્યારે સીટી બસ, મેટ્રો (જ્યાં લાગુ પડે છે), ઑટો રિક્ષા – ઓલા ઉબર ટેક્સીનો ખર્ચ ટાળી શકાય છે. ➖ આ બધી એપ્સ અને સરળ યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ એ માટે બનાવવામાં આવી છે કે તમે ઇમ્પલસીવ બાયર બની જાવ છો અને જરૂર ન હોય ત્યારે પણ ખર્ચ કરતા રહો છો. - 🎉 “YOLO – You Only Live Once – જિંદગી એક જ મળી છે, મોજ કરીને જીવો” જેવા માર્કેટિંગના વમળમાં માં પડીને ખોટા ખર્ચા ન કરો. ➖ આવું ઘણીવાર ક્ષણિક આનંદ આપે છે, પણ લાંબા ગાળે જીવનમાં સંતોષ આપે એવું નથી.
.
નિયમિત બચત, સમજદારીપૂર્વક રોકાણ અને કરકસર એ લોભ નથી. આ રીતે પણ આનંદથી જીવી શકાય એ રીત શીખવી જરૂરી છે.
.
જે નિર્ણય 25-35 વર્ષની ઉંમરે લેતા હોઈએ છીએ એની અસર લાંબાગાળાના ભવિષ્ય માટે અસર કરે છે.
.
Adopted.
Photo courtesy Meta Ai
.