તાવ વિશે આટલું જાણો-ડો. કલ્પેશ જોષી

ચોમાસાની ઋતુ આવે એટલે આપણે ત્યાં , દવાખાનાઓ તાવના દર્દીઓથી ઉભરાઈ જાય.

.

તાવ વિશે આટલું જાણો :
તાવ- હંમેશા તમારો દુશ્મન નથી , મિત્ર પણ હોય શકે . તાવ તમારી રક્ષા માટે કુદરતનો રસ્તો છે , હળવો તાવ તમને સારા થવામાં મદદરૂપ થાય છે ..

.

શું તમે જાણો છો?
Fever એટલે કે તાવ એ બીમારી નહીં, પણ બિમારીનું એક લક્ષણ છે . તાવ , infection સામે શરીરની સ્વાભાવિક રક્ષણ પદ્ધતિ છે.
જ્યારે ઇન્ફેક્શન થાય ત્યારે મગજ શરીરનું તાપમાન વધારી દે છે ,જેથી જીવાણુઓ સામે લડવામાં મદદ મળે.

.

તાવનાં ફાયદા:
• આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે , ઊંચા તાપમાને શરીરના immune cells વધુ અસરકારક બને છે.
• ઘણા બેક્ટેરિયા અને વાયરસ ઊંચા તાપમાને ઝડપથી વધી શકતા નથી એટલે એમનો વિકાસ અટકે છે .
• ઝડપી સાજા થવામાં મદદ — Fever ઘણી વખત ઇન્ફેક્શન દૂર કરવામાં મદદરૂપ બને છે.

.

વિજ્ઞાન શું કહે છે?
એક અભ્યાસમાં જોવા મળ્યું કે ઇન્ફેક્શનમાં જે લોકો સતત તાવ ઉતારવા માટે દવા લેતા હતા, તેઓ ઘણી વાર ધીમા સાજા થતા હતા, જ્યારે જે લોકો હળવા-મધ્યમ તાવને દબાવતા નહોતા, તેઓ ઝડપથી સાજા થતા અને ઓછાં કોમ્પ્લિકેશનસ થતાં.

.

ક્યારે તાવ ઉતારવો જોઈએ?

.

તાવ હંમેશા તરત ઉતારવાની જરૂર નથી, પરંતુ જો:
• તાવ 102°F (38.9°C) થી વધુ છે અથવા તમને તાવને લીઘે તકલીફ કે અસ્વસ્થતા લાગતી હોય .
• નાના બાળકો, વૃદ્ધ, અથવા ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિઓમાં , જેમકે હૃદય કે fefasani બિમારીવાળી વ્યકિતઓ .
• જો તમને તાવને લીઘે શ્વાસ લેવામાં તકલીફ, કન્ફ્યુઝન લાગવું, ચામડી પર ચકામા, સતત ઉલ્ટી વગેરે થતાં હોય.

.

બીજી મહત્વની બાબતો-
• તાવ હોય તો વધુ પાણી અથવા પ્રવાહી પીવો , કારણ કે શરીર વધું માત્રામાં પાણી ગુમાવે છે .
• આરામ કરો, વધારે ગરમ કપડાં ન પહેરો.
• ફીવર ઇન્ફેકશન સામે લડવામાં શરીરને મદદરૂપ થાય છે , પરંતુ ડોક્ટરને બતાવવું અને એનું કારણ જાણવું જરૂરી છે .

.

ટૂંકમાં,
Fever ઘણી વખત તમારા શરીર ને ઇન્ફેકશન સામે લડવામાં મદદરૂપ થાય છે — માત્ર થર્મોમીટરનું રીડિંગ નહિ, પરંતુ તેના પાછળનું કારણ તમારી સારવારનું લક્ષ્ય હોવું જોઈએ .

.

  • ડો. કલ્પેશ જોષી .
    લોટસ હોસ્પિટલ , વલસાડ .

Leave a comment