
મારું નામ હિના એમ. પારેખ. હું દક્ષિણ ગુજરાતના વલસાડમાં મારા મમ્મી-પપ્પા સાથે રહું છું. જ્ઞાતિએ અમે સોની પણ મારા મમ્મી-પપ્પા વ્યવસાયે શિક્ષક હતા. હાલ બન્ને નિવૃત્ત જીવનમાં પ્રવૃત્ત છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી મેં બી.કોમ. અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા ઈન જર્નાલિઝમની ડિગ્રી મેળવી છે. અને પ્રાઈવેટ ઈન્સ્ટીટ્યુટમાંથી કોમ્પ્યુટરનો કોર્ષ કર્યો છે. સાત વર્ષ સુધી શેઠ ભગવાનદાસ બ્રીજભૂખણદાસ બલસાર પીપલ્સ બેન્ક લી.માં ક્લાર્ક અને કેશિયર તરીકે કામગીરી બજાવી. પણ બેન્ક ફડચામાં જતાં બેન્કની ફરજમાંથી છૂટા થવું પડ્યું. હાલ હું એક પ્રખ્યાત હોસ્પિટલ અને ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરમાં ફરજ બજાવું છું.
સાહિત્ય પ્રત્યેની રુચિ માટે હું મારા મમ્મી-પપ્પા અને મારી મોટીબેન પ્રીતિની આભારી છું. આ ત્રણેના કારણે મને પુસ્તકો વાંચવાની ટેવ પડી અને એમ કરતાં સાહિત્યમાં રસ પડ્યો. લાઈબ્રેરીના મોટેભાગના પુસ્તકો મેં એકથી વધારે વખત વાંચ્યા હતા. જ્યારથી મેં નોકરી કરવાનું શરૂ કર્યું ત્યારથી પુસ્તકો ખરીદીને જ વાંચવાની કુટેવ પડી છે. હાલમાં મારી અંગત લાઈબ્રેરીમાં લગભગ ૧૦૦૦ પુસ્તકો છે.
સાહિત્યના શોખની સમાંતર જ મારી અધ્યાત્મ પ્રત્યેની રુચિ પણ વિકસતી રહી છે. ઘરમાં ધાર્મિક વાતાવરણ તો હતું જ. સાથે આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન પણ હતું. સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, મહર્ષિ અરવિંદ, પૂ. માતાજી, ઓશો, સ્વામી યોગાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતીજી(કોઈમ્બતુર), સ્વામી વિદિતાત્માનંદજી(અમદાવાદ), દિલીપકુમાર રોય વગેરે જેવા આર્ષદ્રષ્ટાઓને વાંચવાનું થયું છે. સ્વામી દયાનંદ સરસ્વતી(કોઈમ્બતુર)ના શિષ્યા સ્વામીની સદવિદ્યાનંદાજી પાસે વેદાંતને શ્રવણ કરવાનો મોકો પણ મળ્યો છે. રાધાવલ્લભ સંપ્રદાયના પૂ. ડો. સરલા ગોસ્વામી પાસે મેં મંત્રદિક્ષા લીધી છે. વખતોવખત ઓશોની ધ્યાન શિબિર પણ કરું છું. ટી.વી.ના માધ્યમ દ્વારા પૂ. મોરારીબાપુ અને પૂ. આનંદમૂર્તિ માને સાંભળવાનું મને ગમે છે.
સાહિત્ય પ્રત્યેની મારી અઢળક રુચિ અને પુસ્તકો સાથેની અઠંગ મૈત્રીના કારણે ઘણી બધી સાહિત્યીક રચનાઓને માણવાનું થયું છે. જે કંઈ ગમી જાય તે ડાયરીમાં ટપકાવવાની આદત પણ ખરી. પરિણામે આ સંગ્રહ ઘણો મોટો થતો ગયો. આ બધું મારા સિવાય કોણ વાંચશે? કોણ માણશે?-એ વિશે આ પહેલાં મેં કદી વિચાયુઁ નહોતું. દિવ્યભાસ્કરમાં આવતી હિમાંશુ કીકાણીની “સાયબર સફર” કોલમ દ્વારા ગુજરાતી બ્લોગ વિશે જ્યારે જાણ્યું ત્યારે મને થયું કે……
“ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ”
(મકરન્દ દવે)
શ્રી ધવલભાઈ શાહ (www.dhavalshah.com)ના માર્ગદર્શન દ્વારા Unicodeથી ગુજરાતીમાં ટાઈપ કરતાં શીખી. અને ગમતાંનો ગુલાલ કરવા માટે જૂન ૧૦, ૨૦૦૮ના રોજ મારા બ્લોગ “મોરપીંછ” (www.heenaparekh.wordpress.com અને www.parekhheena.blogspot.com) ની શરૂઆત થઈ. હાલના તબક્કે રોજ એક કવિતા પોસ્ટ કરવાનો નિયમ રાખ્યો છે. સાહિત્યના બીજા સ્વરૂપોને ક્રમશ: સ્થાન આપવા માટે ભવિષ્યમાં પ્રયત્ન કરીશ. બ્લોગ પર રોજ એક કવિતા મૂકવાના કારણે મને રોજ કવિતા માણવાની તક મળી છે તેનો આનંદ અવર્ણનીય છે.
મોબાઈલ મેસેજનો પણ ઘણો મોટો સંગ્રહ હોવાથી બીજા બ્લોગ “મોબાઈલ મેસેજ” (www.parekheena.wordpress.com) ની પણ શરૂઆત કરી છે. પણ એ બ્લોગ પર હું નિયમિત રીતે પોસ્ટ કરતી નથી.
બ્લોગ વાંચીને મિત્રો પ્રતિભાવ આપે તો સારું લાગે છે. એનાથી એ જાણવા મળે છે કે બ્લોગ દ્વારા કેટલા મિત્રો સાહિત્યના સંપર્કમાં છે. બાકી, કવિતા અંગેનો પ્રતિભાવ તો જે તે કૃતિના સર્જકને અર્પણ છે. કારણ કે હું તો માત્ર કવિતાને બ્લોગ પર મૂકી સાહિત્યરસિકો સુધી પહોંચાડવાનું જ કામ કરું છું. પ્રશંસાના સાચા હકદાર તો મૂળ સર્જકો જ છે.
મારા સાહિત્ય સર્જન વિશે જણાવું તો થોડી કવિતા અને નવલિકાઓ લખી હતી. અને એમાંથી કેટલીક વિવિધ સામાયિકોમાં પ્રકાશિત પણ થઈ હતી. ગુજરાતી સામાયિક “પારિજાત” (જે પછી “મનાંકન” ના નામે ઓળખાયું અને હાલ બંધ છે)માં એક વર્ષ સુધી પત્રમૈત્રી આધારીત “મૈત્રીની મહેક” કોલમ મેં સંભાળી હતી. ડો. ગોપાલ શર્મા “સહર” લિખિત, હિન્દી સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત પુસ્તક “તિનકા તિનકા સપને” નો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. કોઈ કારણસર પુસ્તક હજુ અપ્રકાશ્ય છે.
હાલ ઘણાં સમયથી કંઈ મૌલિક સર્જન થયું નથી. કુન્દનિકા કાપડિઆએ એમના એક પુસ્તકમાં લખ્યું છે કે “લખવું–એ હંમેશા મને બીજી કોટીની-સેકન્ડરી વસ્તુ લાગી છે. પહેલી કોટીની વસ્તુ છે : જીવવું. અનુભૂતિ તે મુખ્ય વસ્તુ છે, આલેખન પછી આવે છે”. સર્જન બાબતે હું પણ કંઈક આવું જ અનુભવું છું. ઘણાં એવા પ્રસંગો બનતાં હોય છે જેના વિશે લખી શકાય. પણ તેની મને અનુભૂતિ થવી, તે વાત મારા હ્રદય સુધી પહોંચવી અને સમવેદના અનુભવવી એ મારા માટે વધારે અગત્યનું છે. લખવાની લ્હાયમાં ક્યાંક તે ક્ષણને જીવવાનું-તેમાં ઓતપ્રોત થવાનું ન ભૂલી જવાવું જોઈએ. બાકી તો લખવાની જ્યારે અંતરની ઊર્મી થાય છે ત્યારે આપોઆપ જ લખાઈ જાય છે. જ્યારે નથી થતી ત્યારે બિલકુલ નથી લખાતું. મને એ વાતનો અફસોસ નથી. જાત સાથે જબરજસ્તી કરીને લખવામાં મને મજા નથી આવતી. કોઈની ફરમાઈશ પર હું કંઈ પણ લખી શકતી નથી. એ માટે કદાચ મારો મૂડી સ્વભાવ પણ જવાબદાર છે. તેથી જ મેં મારું ઉપનામ “મનમૌજી” રાખ્યું છે.
વાંચન અને લેખન સિવાય મારા અન્ય શોખ સંગીત સાંભળવું, પત્રમૈત્રી, પ્રવાસ, કુદરતી સૌંદર્યને માણવું, ફોટોગ્રાફી, નેટ સર્ફિંગ અને રેકી છે. રેકીમાં હું સેકન્ડ ડિગ્રી સુધી શીખી છું.
ટૂંકમાં કહું તો..અધ્યાત્મ મારું મૂળ છે,
પુસ્તકો મારા શ્રેષ્ઠ મિત્ર છે,
અને…સાહિત્ય મારું જીવન છે.
સંપર્ક:
આ બ્લોગ દ્વારા
હિના પારેખ “મનમૌજી”.
[મારો આ પરિચય શ્રી વિજયકુમાર શાહના બ્લોગ www.gujaratisahityasangam.wordpress.com પર “બ્લોગર વિશે માહિતી” વિભાગ અંતર્ગત પોસ્ટ થયો છે. જે વાંચવા માટે અહીં ક્લીક કરો.]
Nice blog
but i am sorry to say you that no one likes protected post
LikeLike
“મનમૌજી” હિના પારેખ,
મને સૌથી વધારે તમારું ઉપનામ ગમ્યું …….!! કદાચ હું પણ તમારી જેમ મૂડી છુ એટલે….!!!
સાહિત્ય અને આધ્યાત્મ એકબીજાના પુરક છે . જે માણસને સાહિત્યમાં રસ હોય તે ધીમે-ધીમે તે દ્વારા જ આધ્યાત્મિક વાંચન તરફ વળે છે અને રસ વધતા તેના ઊંડાણમાં ઉતરે છે. રેકી મેં પણ સેકન્ડ ડીગ્રી સુધી કરી છે. તમે લખ્યું છે તેમ હું પણ અનુભૂતિની અવેજમાં લખવું ક્યારેય પસંદ નથી કરતી . અંતરની અનુભૂતિ એટલી પ્રબળ હોય કે આપોઆપ શબ્દ રૂપે વહે ત્યારે જ આપોઆપ જે રચાય છે તે મન ની નિકટ હોય છે ….
આમ જ મળતા રહીશું …
મૌસમી મકવાણા – ‘સખી’
LikeLike
સાઇટ બનાવીને બહુ સારૂ કામ કર્યુ..
સાઇટ ખરેખર સરસ છે.
શુભેચ્છાઓ
LikeLike
congrats heenaji and wish u best wishes
LikeLike
Heenaben,
Nice work…Keep it up :)
LikeLike
નમસ્તે હીનાબહેન,ગમતાનો ગુલાલ કરવાની વાત ગમી.ખુબજ સરસ કામ કરી રહ્યા છો.અભિનદન
LikeLike
શ્રી હિનાબહેન,
આજે આપના વીશે જાણીને આનંદ થયો. આપની અધ્યાત્મમાં રુચી આપને આત્મ-સાક્ષાત્કાર સુધી પહોંચવામાં મદદરૂપ થાય અને રેકી તથા આપના અન્ય કૌશલ્ય દ્વારા સમાજને ઉપયોગી થઈને સ્વ અને રાષ્ટ્રનું કલ્યાણકાર્ય કરી શકો તેવી શુભેચ્છા.
LikeLike
heenaben,
its nice website.
Dr Sudhir Shah na vandan
LikeLike
Respected Heenaben Parekh
Jay shree Krishna
Nice Blog, Nice Site and Nice Article Really we have seen a great and extra ordinary personality in you,great poetry ,great philosopher and even great human beings ,first of all Congratulations and best wishes for your excellent future, Once again appreciate your great thoughtfully work for Sahitya
Regards
Manisha Joshi
Heetesh Joshi
LikeLike
ખુબ ખુબ અભિનંદન,હિનાબેન.
તમારા વિચારો જાણી ને આનંદ અનુભવુ્
સાહિત્યમાં ઉતરોત્તર પ્રગતિ કરો…..
LikeLike
Nice blog.Beautiful collection of poems.
Really liked it. Hope to see you on
http://piyuninopamrat.wordpress.com/
I would love to have your comments on my poems.
LikeLike
heenaben very nice blog, keep it up.
LikeLike
શ્રી હિનાબહેન,
નમસ્તસ્યૈ નમો નમ: લેખ-માળા ઘણી સરસ રીતે આલેખાયેલી છે.
આપને ખૂબ ખૂબ અભિનંદન.
LikeLike
Resp. Heena ben,
Receiving your posts daily thru buzz.But today morning i has curiously viisted yor blog.I am verymuch fascinated with your activity and impressed with your profile too.
Wish you all the Best and wish u a Good Times ahead.
with highest regards,
Paresh N Shah
Ahmedabad
LikeLike
Pl.go through e-magazine in the website.
You can send your article .
LikeLike
પ્રિય હીનાબહેન ,
તમારો બ્લોગ વાંચીને ખુબજ આનંદ થયો , બ્લોગ જગતમાં તમારા બ્લોગ નું
અનેરું સ્થાન છે . ઘણા ખરા ગમતા બ્લોગ માં મોરપિચ્છ મને ગમે છે તમારી જેમ હું પણ વલસાડ શહેર માં જ રહું છું અને થોડું ઘણું લખું છું મારા આ નાનકડા પ્રયાસ ને તમો http://puchish1.wordpress.com/ પર વાચી શકો છો .
રાજેશ માણાવદરિયા
LikeLike
ખુબ સરસ….. મને તો અજાણતા જ સહપ્રવાસી નો મેળાપ થયો….. મને ખુબજ આનંદ થયો તમારા વિશે જાણી ને…….
LikeLike
Dear Heena,
It’s really a nice work keep it up being a writer if would visit my blog http://aavovaatokarie.blogspot.com/ I would be br8ful to you thanks
Anshu Joshi
LikeLike
ખુબ સરસ સાઈટ હિનાબેન….
LikeLike
હું જે હીનાને જાણું છું એ અદ્દ્લો-અદ્દ્લ ઉપર જે પરિચય આપ્યો છે એવી જ છે…એક્દમ સરળ અને નિખાલસ તેમજ આંટીઘૂંટી કે એક પણ ગુંચ વગરના સ્વભાવની માલકિન..
પ્રિય હીના..તારા બ્લોગ વિશે તો મરે કશું જ કહેવાનું ક્યાં છે..ઓલરેડી બધાં જાણે જ છે અને બહુ બધું લખી ચૂક્યા પણ છે. આ તો મેં મારા મનની વાત કહી અત્યારે બસ..
સપ્રેમ,
સ્નેહા પટેલ – અક્ષિતારક
LikeLike
ચી. બેન હીના ,
અભિનંદન. ગુજરાતી ભાષા ની સેવા કરવા માટે. અત્યારે ગુજરાતી ની ઉપેક્ષા થઇ રહી છે ને હિન્દી તથા ઈંગ્લીશ નો ઉપયોગ ખુબ જ વધ્યો છે ત્યારે ગુજરાતી નો આંતરરાષ્ટ્રીય પ્રશાર વધારવા માટે આપની ઘણી જ જરુર છે . ખુબ સરસ સંકલન છે .આગળ વધો .
મિત્રો, તમે જો ગુજરાત કે ભારત ની બહાર રેહતા હો તો અમે આપને એક વિનંતી કરીએ છીએ કે તમે જ્યારે પણ ગુજરાત ની બહાર જાવ ત્યારે તમારા સામાન માં ઓછ્છા માં ઓછ્છા માં ૨ ગુજરાતી પુસ્તકો લેતાં જજો ને તમે વાંચી લીધા પછી તે ત્યાની લાયબ્રેરી માં ભેટ આપી દેજો જેથી આપણી માતૃભાષા નો પ્રચાર થાય ને આપણી નવી પેઢી આપણા સાહિત્ય થી વંચિત ન રહે. આભાર
LikeLike
એક સારા બ્લોગ વિશે ઘણું મોડું જાણ્યું તેનો અફસોસ છે, પણ સાથે છેવટે જાણવા મળ્યું તેનો આનંદ છે. એનીવે, આખી વાતમાં તમારી ભાષા ખૂબ અસર કરી ગઈ. ગુજરાતી બ્લોગ જગતમાં ઘણાં બ્લોગ છે, અને અપવાદોને બાદ કરતાં લગભગ તમામે પોતાના વિશે લખ્યું છે, પણ સાચી વાત એ છે કે તમે જે સાદી-સીધી અને સરળ ભાષામાં આટલો વિસ્તારપૂર્વક પરિચય આપ્યો છે એવું ભાગ્યે જ જોવા મળે છે. ખાસ કરીને ભાષા માટે તમને સલામ…
LikeLike
મુન્ત્ઝીર…મનમૌજી…ટાઈગ્રેસ…
અઘરા નામ છે અને અઘરું વ્યક્તિત્વ અમારા માટે…!
આંખો નથી ઓળખી શકતી તમને…
ધારદાર નજર ની જરૂર પડશે એના માટે…!
આરપાર ઉતારી શકાય તમારા આત્મા સુધી…
એવી એક નાવ ની જરૂર પડશે એના માટે…!
તો કદાચ ઉપરછલ્લો ખ્યાલ પણ આવે…
ઊંડે ઉતારે એવા એક મરજીવાની જરૂર પડશે એના માટે…!
કિનારે બેસી ને તો ઝાંઝવા ય હાથ નહિ લાગે…
મધદરિયે તોફાન સામે લડનાર ની જરૂર પડશે એના માટે…!
મૃગજળ બહુ છે તમારા સુધી પહોંચવાના રસ્તા માં…
તરી શકે આખું રણ એવું એક હરણ ની જરૂર પડશે એના માટે…!
તમારી આંખો બહુ કોરી અને હૃદય સુધી નો રસ્તો બહુ ભીનો છે…
મારી હથેળી ની છાંયા ના ઝળહળ ની જરૂર પડશે એના માટે…!
LikeLike
સુંદર તસ્વીર…હૃદય ના તાર ને ઝંકૃત કરી શકે એવી…આમ જ હસતા રહો…ખુબ જ સુંદર લાગો છો…!!!
LikeLike
હિના બહેન
સુંદર બ્લોગ …..અભિનંદન…શુભેચ્છાઓ …….
નિરુપમ અવાશિયા
LikeLike
anayase aaje safar kari—
hu lekhk nathi pan vachak chu sahityani shokhin manthi music manu chu surfing to karti j rahu chu
aapni site gami
abhinadan
ashalata
LikeLike
hello hina,
how r u there>
i donn’t know do u still remember me or not. but i saw u online & i thought to write u, well let me wait before i tell more.
take care
Rakesh
Mumbai
wallpaper christmas, daemon tools
LikeLike
Ek Gazal goti rahyo hato ane anayase tamara blog ni mulakat thai. Saras chhe. Aapna aa shokh and karya thi Gujarati Sahitya ni jivadori ma vrudhhi thase. Aaje English na prabhav ma Gujarati marva padi chhe. Aape bhega thai navi pedhine Gujarati lakhta vachta kariye ane Matrubhasha nu ruun ada kariye.
LikeLike
ખુબ સરસ
LikeLike
ઉત્તમ
LikeLike
માફ કરજો હિના બહેન,
મારા થી તમારાં બ્લોગ પર કોમેન્ટ આપવાં માં ઉતાવળ થઇ ગઈ.જ્યારે આ તમારી વેબ સાઇટ ખોલી ને તમારો પરિચય વાંચ્યો તો મને ખ્યાલ આવ્યો.
હવે તમારં બ્લોગ પર ની મારી કોમેન્ટ ધ્યાનમાં ન લેવા વિનંતી……સોરી
સાયબર સફર નો તો ઘણો આભાર,કેમકે મેં પણ એનાં થકી જ બ્લોગ વિશ્વ વિશે જાણ્યુ.
LikeLike
ખુબ જ સુન્દર બ્લોગ નુ સર્જન કર્યુ છે…
LikeLike
હિનાબેન,
આપણી ભાષા ના સાહિત્ય પરની આપની સાઈટ વાંચી ને ઘણો આનંદ થયો. જ્યારે દુનિયા આખી અંગ્રેજી પાછળ દોડી રહી છે અને એમાં પણ જે પોતાની માતૃભાષા નથી તો શું સમજ પડે. પોતાની માતૃભાષામાં જે કામ તમે કર્યુ છે. તે ધન્યવાદ ને પાત્ર છે. અને મને આનંદ થાય છે. જે મારા જ વલસાડ માં આવી વિભુતી પણ છે.
ભગવાન તમને લાબું આયુષ્ય આપે અને તમારા બ્લોગ્સ પરથી મને જે મળ્યુ છે તે બીજા ને લાબાં સમય સુધી મળે.
LikeLike
ઘણાં સમય પછી મીત્રાનંદસાગર ઈઝ હીયર બ્લોગની મુલાકાત લીધી. મત્થેણ વંદામી.
LikeLike
અભિનંદન મનમૌજી બહેન આપના બ્લોગે પ્રથમ સ્થાન મેળવ્યું તે બદલ..આપની ટપાલ વાંચવાની ગમે તેવી છે.
LikeLike
hello mam,
mane pun thodu yogdan apwanu man thayu chhe,
hu ek web designer chhu
mane garva thase jo hu apni ste ne design karis
LikeLike
આપના વિષે વાંચીને ખરેખર ખુબ જ ગમ્યું, લેખકો, વાંચકો અને સમીક્ષકોના પરિચય વાંચવા મને આમ પણ બહુ જ ગમે છે. અને ખાસ જે મૌલિક લખવા વિષેની વાત કરી છે એ ખાસ ગમી… મારે પણ એવું જ છે, કવિતા જાતે જ લખાઈ જાય છે, જયારે કોઈ સબ્જેક્ટ પર લખવાનું કહે ત્યારે ૪-૬ લાઈન્સ થી વધારે નથી લખી શકતો… એ તો ફિલિંગ્સ આવે ત્યારે જ લખાય.
આપની સાઈટ ગમી, વિઝીટ કરતો રહીશ :)
LikeLike
Ek bhavana-sabhar vyakti ne mali ne je anand thay te tamaro blog vanchine thayo. Bau varsh thi ‘Arjun Brhamakshtriya’ no “Badhay thi chuto padi…” kavita kanthasth kari hati te vanchine khoob maja padi. US ma Gujarati sahitya sulabh nathi maltu tethi tamara jevo blog khub amol lage chi. Tamari sarvochha abhipsa safal thay evi prarthana karu.
LikeLike
kundika kapdia ni vat na gami lakhvu e kai jevi tevi vat nathi.but wel come in guju.blog………
LikeLike
heenaben
tamaru mul
tamara shresth Mitro
ane
Tamara Jivan Vishe Vishtrut Jaanine Aanand Thayo…
Tamari Sahity ruchi hammesha vikasati Rahe Evi Shubhechchha….
LikeLike
હીનાબહેન,
સરસ બ્લોગ છે, અભિનંદન અવારનવાર મુલાકાત થશે. આભાર અને શુભેચ્છા આપના બ્લોગ માટે
LikeLike
હિનાબેન,
વેબ પર ગુજરાતી જોઇ ખુબ
આનન્દ થાય છે.
આપની ઉત્તરોત્તર
પ્રગતિ થતી રહે તેવી હાર્દિક
શુભકામના
LikeLike
આજે ..તમારી જેમ “મૂડ”નો આ માણસ પાંચેક કલાક થી આ કોમ્પ્યુટરના નશામાં ધુત્ત!
અગાઉ , તમારો ‘ મારા વિશે’ વંચાયો આજે ફરીથી ઈચ્છા જાગી. ફરી ફરીને વાગોળવા-મમળાવવામાંય મન ને મઝો આવે… વધુને વાધુ આનંદ બેવડાતો રહે…
તમને મોકાલવાનું છે તે તો ૨૫% છે …વધ સારું હવે પછી આવશે પૂરતો પરિચય મળે…શેરિંગ મજબૂત થાય… પારસ્પરિક ટ્રસ્ટ-વિશ્વાસ સ્થિર થાય…ઘણો સંઘરો થયો…હવે ફક્ત મેક્ષિમમ્ ” અનુભૂતિ-મ્હાણ “ના લ્હાવા લેવા છે. ઈચ્છા છે. જીવંત લાગુ છું, હું મને…!ઈચ્છિત-ઈપ્સિત મનોગત ઝંખના પૂરી થયા વિના રહે જ નહિ!!!એવો સ્વાનુભવે મારો વિશ્વાસ દૃઢ થતો રહ્યો છે.-લા’કાન્ત…/ ૨૮-૯-૧૨
LikeLike
mam your thoughts always awake new energy keep it up i m first time read your blog very effective write your blog i like u. thanks
LikeLike
ખૂબ સરસ!!
અદ્યાત્મ બધી વાત નો પાયો છે.
-સંજય ચૌહાણ
LikeLike
માનનિય ‘મનમૌજી’
આપના ‘મોરપીંચ્છ’ની ઘણા વખત પછી મુલાકાત લીધી. વૈવિધ્ય સભર રસભરી સાહિત્યિક સામગ્રી વાંચી ખૂબજ આનંદ થયો. વળી તમારી અંગત વાતો અને અભિપ્રાય વાંચ્યા અને એક અનન્ય સાહિત્ય રસિક વ્યક્તિનો પરિચય થયો! અભિનંદન!
LikeLike
I am very glad to read your introduction .
You are working very hard …you will definately succed.
LikeLike
Heena bahen
I am very happy to know that you got the six rank in gujblog survey.
Congrtulation for getting good rank.
—DEEPAK TRIVEDI
LikeLike
Thanks for accepting my rachana.
LikeLike
Happy to read your introduction. It is really good to give priority to feel, to live truthfully following the inner will and to make secondary the creativity. Very Good. I happily salute.
LikeLike
હિનાબેન,
જય હો
ઘણે વખતે સંપર્ક !
ઠીક હશો…નામ-સ્મરણ નો મહિમા છે જ .
“હે આત્મન ,
તું મારો આયનો છે, “પુષ્પા”, મારા ખુશીના વાનાં ક્યાં છે છાનાં?
એના ન હોય કરાર કોઈ ,દીધું, કર્યું, માણ્યું એ જ આનંદ-વાનાં !
સદનસીબી છે,મારી કે તુજ સુધી પહોંચવા શબ્દો મળ્યા મઝાના,
ઉજાળ્યો છે, સમૃદ્ધ કર્યો છે, મને અનેક રીતે, ‘ઑ’ જાન-એ-જાના’,
આ જે ચમક છે,મારા અનોખા વ્યક્તિત્વની,છે તારા જ કારનામા,
ખુદને તપાવી, કથીરમાંથી સુવર્ણ-મુદ્રા ઉપસાવી,’જાન-એ-જાના’.
જ્યારથી સંબંધાયો સંગ તુજ , ભાળું સઘળે તું, તું ને તું જ જાના,
તું આવીને વસી તો જો , આ આહલાદક અજબગજબ માહોલમાં,
“હું છુ માત્ર”નો એહસાસ કઇંક જીવંત થઈ ગયો, હવે ક્ષણે ક્ષણમાં.
છુટ્ટા છેડાનો અનંત વ્યાપ, પ્રસરતો રહ્યો, તો પમાયું ક્ષણમાત્રમાં ”
-લા’કાન્ત / ૨૮-૬-૧૩
LikeLike