-
ઉદ્ધવગીત – વીરુ પુરોહિત
ઉદ્ધવજી ! આજે સમજાણું; ચંદનની આશા કરીએ, તો મળે નાગના ડંખ ! ક્યાં જઈને વર્ણવીએ, ઉદ્ધવ ! અહોરાતનાં દુ:ખ ? દીપકની જ્યોતિમાં ઉપસે મોહનવરનું મુખ ! સ્મરણ કરાવે ખીલ્યાં કેસૂ, ખેલ્યા’તા ફાગ; નરદમ જુઠ્ઠી આશ બંધાવે નળિયે બોલી કાગ ! ઘૂઘવે ઉદધિ આખો, જ્યારે કાને ધરીએ શંખ ! ઉદ્ધવજી ! આજે સમજાણું; ચંદનની આશા કરીએ,…
-
વોટર પોએમ – મુકેશ જોશી
આ પાણી જેવું પાણી મારા મનની વાત સમજતું મારા દુ:ખમાં ભાગ પડાવા આંખો થકી વરસતું . મારા ઘરનું સરનામું એ જાતે શોધી લાવે ભરચોમાસે ઠઠમાઠથી ઘરમાં રહેવા આવે કદી આંખથી કદી આભથી ભૂસકા મારી હસતું …આ પાણી જેવું પાણી . તરસ જુદી તો રંગ જુદા ધારણ કરતું એ પબમાં છાનામાના આશિષ દેવા બેઠું હોય પરબમાં…
-
…મળે – ખલીલ ધનતેજવી
એક એવો માનવી સધ્ધર મળે, જેના સરનામે મને ઈશ્વર મળે. . વામણા લોકોની વસ્તીમાં મને, ક્યાંથી મારા માપની ચાદર મળે. . કોઈની સામે ધરું છું હું આયનો, ને અચાનક સામેથી પથ્થર મળે ! . ચાલને દીવો હવે સળગાવીએ, વાયરાને પણ જરા અવસર મળે. . જે નગરમાં એ રહે છે ઠાઠથી, એ નગરમાં નાનુંસરખું ઘર મળે.…
-
મટુકી માયાની – મહેશ શાહ
મટુકી માયાની તમે ફોડી, મીરાંબાઈ; માખણ ખાધું રે કૃષ્ણ નામનું. . સાંજ પડે પોટલી લીધી, મંજીરાં ને સાંઢણીને એડીએ ઉપાડી, મૂક્યો મેવાડ એની સાહ્યબીની સાથે ને છોડ્યા એ લોકને અનાડી; કામળી તે કૃષ્ણની ઓઢી, મીરાંબાઈ. . કાયાની કોટડીમાં પૂર્યો કાનુડો ને જાગતી બેઠી છે પોતે બારણે, ચાવીનો ઘા કર્યો છે સતસંગને દરિયે કે હાથે ન…
-
વસંતકાવ્ય – માલા કાપડિયા
હે કવિ, ઉઘાડ તારા હૃદયની બંધ બારીઓ વિસ્તરવા દે આકાશની અસ્મિતાને અણુ અણુમાં પ્રગટવા દે શત શત સૂર્યફૂલ પ્રણયના ગીતને ઝૂમવા દે તારા હોઠથી લઈને પગની થિરકન સુધી કે આજે છે નવો ઉઘાડ અવકાશમાં વસંતના આગમનને વહાવી લઈ જવા દે સંચિત વેદનાના સૂકા પર્ણો જો, આનંદના સહસ્ત્રદલ તારી પ્રતિક્ષામાં ગૂંજી રહ્યા છે શંખનાદ નવા યુગનો…
-
કૃષ્ણ મારું સંવેદન – મહેશ શાહ
. અપૂર્વ ભાવથી સ્મરણ હું કરું, કૃષ્ણ મારું સંવેદન તમે બનો મુજ મંત્ર, ઊચરું, કૃષ્ણ મારું સંવેદન. . બનો દ્રષ્ટિનો વિષય તમે ને રહો સ્થિર મુજ ખ્યાલે ભૂલી શકું જે ક્ષણ તમને હું, સદાય મુજને સાલે, અનુનય ભાવે વિનંતી કરું, કૃષ્ણ મારું સંવેદન. . અધર વાંસળી વહો શ્યામ ને કરો ધામ મુજ શ્રવણે નજર ખૂલે…
-
આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?- પેલે પારનો પ્રવાસ
મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું? . પેલે પારનો પ્રવાસ (એક અમેરિકન સ્વામીની આત્મકથા) – રાધાનાથ સ્વામી . . . લેખકનો પરિચય : રાધાનાથ સ્વામીનો જન્મ ૧૯૫૦માં શિકાગોમાં થયો હતો. તરુણાવસ્થામાં એ આધ્યાત્મિક ખોજ માટે વિશ્વભ્રમણે નીકળી પડ્યા અને છેવટે એ ભક્તિયોગને પામ્યા. હાલમાં એ ભક્તિના જ્ઞાનની વહેંચણી કરવા નિયમિતરૂપે એશિયા, યુરોપ અને અમેરિકાનો…
-
કોને હદપાર ? – પન્ના નાયક
ક્યારેક જરૂરી હોય છે હૃદયને હદપાર કરી ત્યાં પથ્થર મૂકવાનું અને પછી જીવવાનું. . કદાચ એવું પણ બને કે કોઈક આલિંગન ને ચુંબનો વડે એ પથ્થરને કોરવાનો પ્રયત્ન કરે અને ખબર પણ ન પડે એમ ધકેલી દે એને ખીણમાં . આવું ન બને એ માટે હું શું કરું ? પથ્થરને પણ હદપાર કરું ? .…
-
…ખુશ્બૂની સોબતમાં (એક હુસ્ને ખયાલ) – લલિત ત્રિવેદી
તમે પણ થૈ જશો, મિત્રો! અમર ખુશ્બૂની સોબતમાં શરત એક જ કે જીવો ઉમ્રભર ખુશ્બૂની સોબતમાં . શમી ગૈ છે બગીચાની ઉંમર ખુશ્બૂની સોબતમાં સફળ થૈ ગૈ પવનની પણ સફર ખુશ્બૂની સોબતમાં . બને કે કળીઓથી પણ ઝીણી ઝીણી પંક્તિઓ ઊઘડે… ગઝલ મારી ય ખીલતી હો અગર ખુશ્બૂની સોબતમાં . દિવસ ઉદ્યાનમાં ઊગે ને રાત્રિ…
-
લઘુકાવ્યો – અબ્દુલ ગફાર કાઝી
(૧) તડકાના પૂરમાં વગડો બે કાંઠે છલકાતો જાય છે ત્યારથી હું જોઉં છું કેટલી બધી તણાતી જાય છે કેસુડાની અપેક્ષાઓ… . (૨) ઘાસના ફળિયામાં બેસીને વરસાદી કવિતા લખી રહ્યો છે વાદળ નામનો કવિ… . (૩) કેટલીક રંગીન માછલીની વેદના મેં છાપી છે દરિયાના કોમ્પ્યુટરમાં… . (૪) રમઝાન હો કે દિવાળી કેટલીક મસ્ત મિજાજી માછલીઓ ખરીદી-…
-
Home