-
દર્દ સીનામાં ભરી – અબ્બાસ રૂપાવાલા ‘રફિક’
દર્દ સીનામાં ભરી જીવી ગયો, શ્વાસ તરછોડી, ફરી જીવી ગયો. . આયનાને પૂછમાં ચ્હેરા વિશે, બિમ્બને મનમાં ભરી જીવી ગયો. . મેઘલી કાળી મજાની રાતમાં, પ્રેમ-કિસ્સાઓ સ્મરી જીવી ગયો. . જિંદગી કડવી હતી તો શું થયું, હું કઝાને કરગરી જીવી ગયો. . હું ‘રફીક’ છું, હું કદી ડરતો નથી, મોતને પણ બથ ભરી જીવી ગયો.…
-
ઉદ્ધવગીત – વીરુ પુરોહિત
એક દિવસ તમનેય અમારાં દુ:ખ નક્કી સમજાશે ! કૃષ્ણ જવાથી ગોકુળ જેમ જ મથુરા ઉજ્જડ થાશે ! . કર્યો શ્યામને પ્રેમ; કર્યો કોણે આ અંબર તળે ? પથ્થરને જો કર્યો હોત, આવ્યે ભૂકંપના ચળે ! દૈવજ્ઞો છો માને, એને સતત ભ્રમણના યોગો; ગ્રહો-બ્રહો તો ઠીક, એ હાથે કરી રચે સંજોગો ! . કલહ, કપટ ને…
-
કોના વિષે – સોનલ પરીખ
શું હોઈ શકે એકલતાની પરાકાષ્ઠા ? . તારી ગેરહાજરીમાં જે અનુભવતી હતી તે ? પણ તેમાં તો એક અર્થ હતો : એક કારણ હતું; એક દુ:ખભર્યું પણ આકર્ષણ હતું . તો શું હોઈ શકે એકલતાની પરાકાષ્ઠા ? તારી હાજરીમાં આજકાલ જે અનુભવાય છે તે – કદાચ . ઘટ્ટ ખાલીપણાની ભેંકાર ભીંતો ને શૂન્યતાની ચારે બાજુથી…
-
અજવાળાની ચોવટ – ખલીલ ધનતેજવી
અજવાળાની ચોવટ કરવા બેઠો છે, અંધારાનો વહીવટ કરવા બેઠો છે ! . વારાફરતી બંનેને ભંભેરે છે, બંનેમાં સમજાવટ કરવા બેઠો છે ! . મહેફિલમાંથી ધક્કો મારીને કાઢો, આવ્યો ત્યાંથી ખટપટ કરવા બેઠો છે ! . એને ક્યાં તાણાવાણાની સમજણ છે, ખાલી અમથો ઝીણવટ કરવા બેઠો છે ! . વાંચેલું બોલેલું સૌનું શીખીને, એ પોતાને પોપટ…
-
ન આવ્યો – ભગવતીકુમાર શર્મા
સૂનકારથી સાદ ન આવ્યો; મને મોર પણ યાદ ન આવ્યો. . મેલીને મરજાદ ન આવ્યો; આંખોમાં વરસાદ ન આવ્યો. . પરદો તો વેળાસર ઊઘડ્યો; યાદ મને સંવાદ ન આવ્યો. . કાસદ થઈ આવ્યાં પારેવાં; પણ અક્ષર એકાદ ન આવ્યો. . સળંગ સૂત્રતા શી જળવાઈ ! દુ:ખોમાં અપવાદ ન આવ્યો. . કુરુક્ષેત્ર, સ્વજનો, સ્નેહીઓ; કેમ મને…
-
ઉદ્ધવગીત – વીરુ પુરોહિત
ઉદ્ધવજી ! આજે સમજાણું; ચંદનની આશા કરીએ, તો મળે નાગના ડંખ ! ક્યાં જઈને વર્ણવીએ, ઉદ્ધવ ! અહોરાતનાં દુ:ખ ? દીપકની જ્યોતિમાં ઉપસે મોહનવરનું મુખ ! સ્મરણ કરાવે ખીલ્યાં કેસૂ, ખેલ્યા’તા ફાગ; નરદમ જુઠ્ઠી આશ બંધાવે નળિયે બોલી કાગ ! ઘૂઘવે ઉદધિ આખો, જ્યારે કાને ધરીએ શંખ ! ઉદ્ધવજી ! આજે સમજાણું; ચંદનની આશા કરીએ,…
-
વોટર પોએમ – મુકેશ જોશી
આ પાણી જેવું પાણી મારા મનની વાત સમજતું મારા દુ:ખમાં ભાગ પડાવા આંખો થકી વરસતું . મારા ઘરનું સરનામું એ જાતે શોધી લાવે ભરચોમાસે ઠઠમાઠથી ઘરમાં રહેવા આવે કદી આંખથી કદી આભથી ભૂસકા મારી હસતું …આ પાણી જેવું પાણી . તરસ જુદી તો રંગ જુદા ધારણ કરતું એ પબમાં છાનામાના આશિષ દેવા બેઠું હોય પરબમાં…
-
…મળે – ખલીલ ધનતેજવી
એક એવો માનવી સધ્ધર મળે, જેના સરનામે મને ઈશ્વર મળે. . વામણા લોકોની વસ્તીમાં મને, ક્યાંથી મારા માપની ચાદર મળે. . કોઈની સામે ધરું છું હું આયનો, ને અચાનક સામેથી પથ્થર મળે ! . ચાલને દીવો હવે સળગાવીએ, વાયરાને પણ જરા અવસર મળે. . જે નગરમાં એ રહે છે ઠાઠથી, એ નગરમાં નાનુંસરખું ઘર મળે.…
-
મટુકી માયાની – મહેશ શાહ
મટુકી માયાની તમે ફોડી, મીરાંબાઈ; માખણ ખાધું રે કૃષ્ણ નામનું. . સાંજ પડે પોટલી લીધી, મંજીરાં ને સાંઢણીને એડીએ ઉપાડી, મૂક્યો મેવાડ એની સાહ્યબીની સાથે ને છોડ્યા એ લોકને અનાડી; કામળી તે કૃષ્ણની ઓઢી, મીરાંબાઈ. . કાયાની કોટડીમાં પૂર્યો કાનુડો ને જાગતી બેઠી છે પોતે બારણે, ચાવીનો ઘા કર્યો છે સતસંગને દરિયે કે હાથે ન…
-
વસંતકાવ્ય – માલા કાપડિયા
હે કવિ, ઉઘાડ તારા હૃદયની બંધ બારીઓ વિસ્તરવા દે આકાશની અસ્મિતાને અણુ અણુમાં પ્રગટવા દે શત શત સૂર્યફૂલ પ્રણયના ગીતને ઝૂમવા દે તારા હોઠથી લઈને પગની થિરકન સુધી કે આજે છે નવો ઉઘાડ અવકાશમાં વસંતના આગમનને વહાવી લઈ જવા દે સંચિત વેદનાના સૂકા પર્ણો જો, આનંદના સહસ્ત્રદલ તારી પ્રતિક્ષામાં ગૂંજી રહ્યા છે શંખનાદ નવા યુગનો…
-
Home