-
હરિને આંગણ – જગદીશ ઉપાધ્યાય
મેં ધાર્યું એવું નો’તું હરિવરને ત્યાં કાંઈ ઘર, આંગણ ને ગાય હતાં; ગઈ એમાં વાત સમાઈ. . નો’તી દેવસભા કે નો’તા દેવપરીનાં નર્તન, ઝાડ પરે પારેવાં ઘૂ… ઘૂ… કરતાં’તાં બે કીર્તન, હરજી દોડી ભેડ્યાં; રોમે ખીલી ગઈ વનરાઈ. . મોર ટહુક્યા ભીંતે ભાંગી સરગાપરની ભ્રમણા, લખમીજીએ હરખાતાં ઓસરીએ લીધા દ:ખણા, ખેમ કુશળ જગનાં પૂછ્યાં કંઈ…
-
કંપે છે – મનીષ પરમાર
તણખલું તોડું, લીલોછમ અકાળ વિસ્તાર કંપે છે, હવા જેવી હવા પણ મોસમોની પાર કંપે છે. . ગગનમાંથી ખર્યો છે તારલો ઝબકાર કંપે છે, સમયની દોસ્ત મુઠ્ઠીમાં હજી અંધાર કંપે છે. . નથી એકેય માળામાં ટહુકો પીંછું કે પગરવ, સમીયે સાંજ વેળા પંખીનો ચિત્કાર કંપે છે. . નદીના સ્થિર જળમાં કાંકરી નાખી તરંગાયો- હજીયે ફીણ-પરપોટા ઉપર…
-
હું ખુશ છું – મુસ્તફા અરબાબ
હું રહેતો હતો તારી આંખોમાં એક અશ્રુની જેમ વહી ગયો એક નિર્બળ ક્ષણે કે વહેવું જ તો અશ્રુનું ભાગ્ય છે તો પણ હું ખુશ છું મને સમાઈ જવા માટે તારું ઓશિકું મળ્યું તું દરરોજ મારા પર માથું ટેકવી સ્વપ્નાં જુએ છે. . ( મુસ્તફા અરબાબ, અનુ. હનીફ સાહિલ )
-
બળે છે ક્યારનું – એસ. એસ. રાહી
બળે છે ક્યારનું ઝાકળ ! ઊલટતપાસ કરો અગનને કેમ વળી કળ ! ઊલટતપાસ કરો . હજુયે એ જ વિમાસણ છે બન્ને આંખોમાં હજુ કાં શ્વેત છે કાજળ ! ઊલટતપાસ કરો . ઘણું લખાય છે કિન્તુ કશું જ ના ઉકલે લખે છે કોણ એ કાગળ ! ઊલટતપાસ કરો . સુખી થશો તો સૂકાઈ જશે બધાં આંસુ…
-
જીવવા જેવું લાગે છે કંઈ – તુરાબ ‘હમદમ’
જીવની સાથે જીવ મળે તો જીવવા જેવું લાગે છે કંઈ સ્વપ્ન અચાનક કોઈ ફળે તો જીવવા જેવું લાગે છે કંઈ . કંઈક રૂપેરી સમણાંઓ આળસ મરડીને ઊભા છે હાથમાં એનો હાથ મળે તો જીવવા જેવું લાગે છે કંઈ . આ તમસને સાવ ઉલેચી નાખવાનું તો કામ છે અઘરું ઝાંખું ઝાંખુય ઝળહળે તો જીવવા જેવું લાગે…
-
લંબાવું હાથ – કાજલ ઓઝા વૈદ્ય
લંબાવું હાથ, તોય અડકી શકાય નહીં, ભડભડતી આગ – તોય સળગી જવાય નહીં, તારો ને મારો આ કેવો સંબંધ જેમાં સામસામે બેસીને સામે જોવાય નહીં ? . આંખોમાં ઊછળતા ખારાં પાણીનો હવે ખળખળતો – ધસમસતો ધોધ તારી છાતી પર મારી અટવાતી નજરોમાં નકરા આધારની શોધ. . અડધી રાતે મારી આંખો ખૂલે ને, ભૂલે સ્વપ્નાંઓ ઈચ્છાની…
-
ચાલ થોડું – નરેશ સોલંકી
ચાલ થોડું હચમચીને વાત નક્કર કર હવે શબ્દ જળમાં ઓગળીને જાત સદ્ધર કર હવે . ખૂબ અઘરું હોય છે ઘરને સજાવી રાખવું ભારપૂર્વક આપણા સગપણને અવસર કર હવે . ખાતરીપૂર્વક હસેલું બારસાખે ટાંગવું આપણું હોવું અડીખમ સહેજ પગભર કર હવે . તું હવા છે રક્તમાં ઘોળાયને મ્હેકી ઉઠે ટીંચવાને ટૂંપવાની વાત પથ્થર કર હવે. .…
-
હજીયે સંભળાય છે – કાજલ ઓઝા વૈદ્ય
મને હજીયે સંભળાય છે ગરમ ગરમ શ્વાસનું એ લયબદ્ધ સંગીત ! તારા પ્રત્યેક ચૂંબનની સાથે, મારા હાથમાંથી સરકતી ગયેલી… રેશમી મુખવટાની લગામો. . તારા દરેક આલિંગન સાથે મેં મારી જાતને તારી વધુ ને વધુ નજીક, તદ્દન – નજીક અનુભવી હતી.. . …..ધુમ્મસ બધું જ હટી ગયું હતું ! ને એ ઝાકળભીની સવારના સૂર્યોદય સમયે મેં…
-
કોઈ તારી રાહ જુએ છે – હર્ષદ ચંદારાણા
ખાલી ખાલી પ્લેટફોર્મ નિહાળી, કોઈ તારી રાહ જુએ છે એ જ બાંકડે બેસી, ના કંટાળી, કોઈ તારી રાહ જુએ છે . રોજ સવારે ટ્રેન આવે તે પ્હેલાં સ્ટેશન પર પ્હોંચી જઈને થાંભલીયુંમાં ખુદનું હોવું ઢાળી, કોઈ તારી રાહ જુએ છે . એક દિશામાં, એક જ સાથે ચાલે પણ ક્યાંયે ના મળતા પાટા બે પાટા વચ્ચે…
-
…રૂહમાંથી જેમ પ્રગટે રૂ – લલિત ત્રિવેદી
સુનિયે સાહિબ ! સુનિયે હઝરાત ! નાના મોઢે મોટી વાત ! સપને આવ્યાં સરસ્વતીમાત, નાના મોઢે મોટી વાત ! . એ જ કરે છે કુમકુમપગલાં એ જ ઓળખે પંખીપગલાં શું કાગળ શું કલમ દવાત, નાના મોઢે મોટી વાત ! . ફૂલો ઊગ્યાં તે ભીનાશ… પંખી ઊડ્યાં તે આકાશ… ને ઋતુઓ મારાં જઝબાત, નાના મોઢે મોટી…
-
Home