-
મીણબત્તી હોય તો – દીપક ત્રિવેદી
મીણબત્તી હોય તો સળગાવીએ; આ ક્ષણોને કેમ કરતા બાળીએ ? . લો અમારી આંખ તો મીંચાઈ ગઈ– પણ બધા સપનાઓને ક્યાં ઢાળીએ? . તું પ્રગટતો હોય તો આ છાતીએ છુંદણાઓનું નગર ત્રોફાવીએ !! . છેક અંદર છે બધાયે ઉત્તરો– ખુદને તો શું કહો સમજાવીએ ? . વીજળી જેવું ચમકશે આભમાં – દીપ સાથે કાંય પણ અથડાવીએ…
-
ફંટાતા રસ્તાઓ – દિલીપ જોશી
તમે તમારા રસ્તે વાલમ અમે અમારા રસ્તે જઈશું ક્યાંક અગર જો થાશું ભેળા બે’ક સ્મરણની વાત કહીશું. . ફંટાતા રસ્તાઓ જેવી શ્વાસોમાં સચવાઈ ક્ષણો ! નેહ નીતરતી ઘટનાઓમાં આથમતો અણસાર ઘણો ! ઓસ વીંધતા અજવાળાની જેમ નજર ભીંજવતા રહીશું… . બે પગલાં સાથે ચાલ્યા ત્યાં ઊંડી ઊંડી ખાઈ મળી ! કેવાં કેવાં સ્વપ્ન મઢેલી અણધારેલી…
-
એમ કાંઈ – પરાજિત ડાભી
એમ કાંઈ જીવવાનું હોય ? કેમ છો ? એવું યે પૂછે ન કોઈ એમ કાંઈ જીવવાનું હોય ? . આઘેરો ઊભો છે બાવળની કાંટ્યમાં ચપ્પ્લ વિનાનો જીવ મારો તરણાંનો ભાર પણ લાગે છે આકરો માથે લીધો છે તોય ભારો. . ગોતે છે અજવાળે, જાત જે અંધારે ખોઈ એમ કાંઈ જીવવાનું હોય ? . કુમળા આ…
-
ઈચ્છા મુજબ – પીયૂષ પરમાર
ઈચ્છા મુજબ કશું ય કાં થાતું નથી ? મારા સુધી હજુય પહોંચાતું નથી ! . રોકી નહીં શકું, ઉથાપી નહીં શકું, આવી ક્ષણે કરું શું ? સમજાતું નથી. . દાવા કરે છે પ્રેમના મારા વિશે, કે મૌન મારું જેને પરખાતું નથી ! . …બટકી ગયેલ ડાળને જોયા પછી, પંખી એ સ્વપ્નમાં ય ડોકાતું નથી. .…
-
લઘુકાવ્યો – અબ્દુલ ગફાર કાઝી
(૧) વર્ષોથી ખોવાઈ ગયેલી રાત્રિને શોધવા નિષ્ફળ નીવડેલ છે સૂરજનું પોલીસ તંત્ર . (૨) બરફ જેવી કૃષ્ણ નગરીમાં હવે મારે ક્યાંથી શોધવો સૂરજ જેવો સુદામો . (૩) મેડકના પ્રેમપત્રો મેં સાચવી રાખ્યા છે વરસાદના પટારે…. . (૪) સમય, સોઈ દોરથી સીવી રહ્યો છે મને- ને મારી જિન્દગીના ફાટી ગયેલાં વસ્ત્રને . (૫) દર્દની ભાષા ઉકેલવા…
-
જિંદગી ક્યાં જિવાય – સિકંદર મુલતાની
જિંદગી ક્યાં જિવાય ચાહ મુજબ ? કે જવાનું વહ્યે…પ્રવાહ મુજબ ! . પુણ્ય મુજબ ન હો જીવન, કિન્તુ- મોત તો હોય છે ગુનાહ મુજબ ! . સ્વપ્ન મારું પડે ન કાં સાચું ? જોઉં છું ખ્વાબ હું નિગાહ મુજબ ! . તો અનોખું જ કંઈ મળે, મિત્રો ! કાશ… રખડાય ગુમરાહ મુજબ ! . હર…
-
જીવવાનાં આગવા – સાહિલ
જીવવાનાં આગવા નિયમ સુધી ગયા છીએ સત્ય જેવાં શાશ્વતી ભરમ સુધી ગયા છીએ. . શબ્દને ઘસી ઘસીને સાવ લીસ્સાલચ કર્યા ક્યાં છતાંય શબ્દનાં મરમ સુધી ગયા છીએ. . મ્હેક મ્હેક થઈ જવાનું મનને મન થયું ફરી, એટલે રૂઝાયેલાં જખમ સુધી ગયા છીએ. . જ્યાં ઝૂરાપા ટોડલે જ ઝૂરવાનું હોય છે, હર જનમમાં એ જ તો…
-
કુંડાળામાં આવો ! – ‘વિવશ’ પરમાર
આથમતા સૂરજના અજવાળામાં આવો, વૃક્ષ કહે છે પંખીને, માળામાં આવો. . પાંગરવા દો આજ વસંતોને મારામાં, તમને ગમતી મૌસમના ગાળામાં આવો ! . મારા તો વૈશાખ અને ચૈતર સોનેરી, ભરબપ્પોરે પીળા ગરમાળામાં આવો. . કટકે કટકે ક્યાં લગ કરવી કથા આપણી ? ઘટના થઈને સાજણ સરવાળામાં આવો. . ઇન્દ્રધનુષી રંગો પથરાશે દરિયામાં, શ્વેત સ્વપ્ન સંગાથે…
-
ભ્રમ ?????? કે ????……
“પ્લેજરીઝમ” શબ્દથી ગુજરાતી નેટજગત/બ્લોગજગતના લોકો અજાણ નથી. તેમ છતાં ફરી એકવાર પ્લેજરીઝમ અને કોપી-પેસ્ટ અંગે વિનયભાઈ ખત્રીએ ચલાવેલી લડતને સલામ કરીને પ્લેજરીઝમની વ્યાખ્યા જોઈ લઈએ…. “પ્લેજરીઝમ એટલે બીજાના વિચાર કે લખાણની ચોરી કરી તેને પોતાના તરીકે છાપી મારવાનું કૃત્ય.” કોપી-પેસ્ટ અને આવા વિચારોની ઉઠાંતરીના કિસ્સાઓ ઢગલેબંધ નેટ પર જોવા મળી જ રહ્યા છે. મારી નજરમાં…
-
કંઈ અનુભવ – હેમેન શાહ
કંઈ અનુભવ આ સફરના થઈ ગયા, જ્યાં પહોંચ્યા એ નગરના થઈ ગયા. . હું કશે પણ હક નહીં માગી શક્યો, સૌ કહે છે આપ ઘરના થઈ ગયા. . એકલા હો ત્યારે વૃક્ષો પૂછશે, કેટલા દિન પાનખરના થઈ ગયા ? . લોહીનું ટીપુંય જે પાડે નહીં, એ કહે ટુકડા જિગરના થઈ ગયા. . મ્હેક બનવાનું બહુ…
-
Home