Home

  • પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

    (૧) સ્વધર્મ, સહજ, સત્ય સંકલ્પ અને સ્નેહ સભર ધારાએ કલ્યાણ કર્મના શિવલીંગની પૂજા એ જ સ્વધર્મ. દેખીતા સ્થૂળ લાભાલાભથી દૂર, બહુજનહિતાય શ્વાસની સુગંધ એ જ સ્વધર્મ કર્મેશ્વરનું રોકડુ રૂપ એ જ સ્વધર્મ !   તું દ્રષ્ટિ, દર્પણ અમે !   (૨) શ્રદ્ધા, ‘થાઓ’ એવી પ્રાર્થના ‘થયુ’માં પડઘાય એ જ શ્રદ્ધા ! સંકલ્પ અને સિદ્ધિ વચ્ચેના…

  • મા એટલે…(ચોથી માસિક શ્રદ્ધાંજલિ)

    . પોતે સર્જેલી સૃષ્ટિમાં દરેક ઠેકાણે પહોંચી વળવાનું ઈશ્વર માટે અશક્યથયું. એટલે જ તેણે “મા’નું સર્જન કર્યું !  . તારાઓ આકાશની કવિતા છે, તો માતા પૃથ્વીની કવિતા છે.  . ( હારગ્રેવ ) . જગતમાં સહુના ઉપકારનો બદલો વળી શકે છે, ભક્તિભાવ વડે પ્રભુના ઉપકારો પ્રિછ્યાનો સંતોષ પણ વળે, બદલો નથી વાળી શકાતો એકમાત્ર માતાના ઉપકારનો…

  • ભાઈ દે તો – ખલીલ ધનતેજવી

    ભાઈ દે તો મિત્ર જેવો ભાઈ દે, જિન્દગી અથવા તો એકલવાઈ દે !  . તું ખુદા શિખર દે અથવા ખાઈ દે, પણ મને જીવનમાં બેપરવાઈ દે !  . લાખ અપરાધો ભલેને એ કરે, જીભ પર એની ફક્ત સચ્ચાઈ દે !  . એ પછી તો સો વરસ જીવી શકીશ, મોતને વાતોમાં તું અટવાઈ દે !  .…

  • પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

    (૧) પ્રાર્થના, જે પ્રાપ્ત, તેની પ્રસન્ન પહોંચ એ જ પ્રાર્થના ! પ્રત્યેક પળમાં પરમની પ્રગટ હાજરીનાં અહેસાસનો શબ્દોચ્છવ એ જ પ્રાર્થના. એકત્વના આરાધનની અખંડ આનંદધારા એ જ પ્રાર્થના !  . તું વાદક, વાંસળી અમે !  . (૨) ધર્મ, વ્યવહારે ઉઠતી અને વિશ્વે ફેલાતી વિવેક સુગંધ એ જ ધર્મ. શૂન્ય સ્વથી અસીમ સર્વેશ્વર ભણીની ગતિનું યાત્રાગાન…

  • પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

    (૧) હે નાથ, તું પ્રેમ બનીને પ્રગટી રહ્યો છે ત્યારે તને પૂર્ણ પામવાની અમારી પાત્રતાને શુદ્ધ અને સિદ્ધ કરી દે. અમારી દ્રષ્ટિમાં પ્રેમનું આંજણ થઈને અમને તારા ભણી દોરી જાઓ, હે દેવ !  . પ્રસાદ : જે વહેતું રહે, વિસ્તરતું રહે, શુદ્ધ હોય અને વિશુદ્ધ કરે, પોષે અને પાવક કરે, અનંત પ્રસરે અને અસીમ હોય,…

  • બે કાવ્યો – સુરેશ દલાલ

    (૧) પંખીના ટહુકાથી ઊઘડે એવું વહેલી સવારનું મૌન મને આપો.  . દિવસની ડાળ પર ઝૂલ્યા કરું શબ્દોને અર્થોને ભૂલ્યા કરું ભીતર ને ભીતર હું ખૂલ્યા કરું ફૂલની સુવાસથી છલકે એવું ઊજળી સવારનું મૌન મને આપો.  . મનની મિરાતનો હોય એક પ્રાંત સરોવર જેવો હોય રસ્તો પણ શાંત ચાલું પણ પગલાંમાં નીરવ એકાન્ત પોતાના આભથી પ્રકટે…

  • બૂમ પાડો ! – દિનેશ કાનાણી

    આ તરફ ને એ તરફ બસ બૂમ પાડો આવશે પાછી પરત બસ બૂમ પાડો.  . સાથ ને સંગાથ ગમતા હો ભલે પણ વાત ખૂટે કે તરત બસ બૂમ પાડો.  . આમ તો ટહુકા જ ગમતા હોય સૌને પણ પહેલી છે શરત બસ બૂમ પાડો.  . અર્થ એના ક્યાં કરે છે કોઈ સાચા છોડી શબ્દોની મમત…

  • છ રચના – લાભશંકર ઠાકર

    (૧) માણસ માણસને શોધે છે, માણસમાં ક્યારનો ? છે ત્યારનો.  . (૨) અર્થની દીવાલો અભેદ્ય છે ? હુ નોઝ ? ભાવાત્મક પ્રજ્ઞા. તે ક્યાં છે ? ધારણામાં. ધારણા ક્યાં છે ? સોનાના પારણામાં- ઘસઘસાટ ઊંઘતી. તું ક્યાં છે ? પારણાના પડછાયામાં જાગતો.  . (૩) ભવિષ્યનાં અવિરત બગાસાં વર્તમાનને સંભળાય છે. ક્યાં ? પગથિયાં વગરના દાદરને…

  • શબ્દપ્રસાદી – પ્રફુલ્લા વોરા

    અમે તો આંખના આકાશમાં વાદળ ઉછેર્યાં છે, કદી ગાજે, કદી વરસે, અમે અંજળ ઉછેર્યાં છે.  . સુંવાળા માર્ગમાં તોતિંગ ઊભા પહાડની ભીતર, ઊછળતાં-કૂદતાં ઝરણાં તણાં ખળખળ ઉછેર્યાં છે.  . ભરી હો ચાંચમાં અટકળ અને પરબીડિયું ખાલી, છતાં એ દોસ્ત ! રણમાં વીરડાં શા જળ ઉછેર્યાં છે.  . ફક્ત એકાદ ખોબો પામવા શી યાચના કરવી ?…

  • કઈ રીતે કરું – ખલીલ ધનતેજવી

    એને આવડતું નથી કે દાદ કઈ રીતે કરું, તો પછી શબ્દોને હું બરબાદ કઈ રીતે કરું !  . દિલ હંમેશાથી મગજ સાથે મગજમારી કરે; બંને ખુદ મારાં  છે હું ફરિયાદ કઈ રીતે કરું !  . એનું કહેવું છે કે એને હું યાદ હું કરતો નથી, પણ કદી ભૂલ્યો નથી તો યાદ કઈ રીતે કરું !…

  • Home