-
લાગણીને જીવભરી – સુરેશ દલાલ
લાગણીને જીવભરી જીવવા દિયો ! અને બુદ્ધિને કહો કે બહુ બોલે નહીં; સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવામાં મૂકીને કોઈ કદી તોલે નહીં. . આપમેળે ઊગે છે ફૂલ એમ લાગણી ઝરણાંની જેમ વ્હેતી. ઊગવાનું કેમ અને વહેવાનું કેમ એવા વિચારે નથી રહેતી. . મીરાંની પાસે જઈને કોઈ દુનિયાની પાછી કિતાબ હવે ખોલે નહીં. સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવામાં…
-
દોડી શક્યો નહીં – ઉર્વીશ વસાવડા
મારી ઉપર છે આળ હું દોડી શક્યો નહીં તેં તો દીધો’તો ઢાળ હું દોડી શક્યો નહીં . ભાગી જવામાં સાથ ચરણનો ન સાંપડ્યો ઠેકી શક્યોના પાળ હું દોડી શક્યો નહીં . દાવાનળોમાં એટલે સળગી જવું પડ્યું લાગી’તી જ્યારે ઝાળ હું દોડી શક્યો નહીં . એ આવશે એંધાણ મળ્યું એનું એ છતાં એવી પડી’તી ફાળ હું…
-
…પ્રવેશી ના શક્યો – મધુમતી મહેતા
જે હતું મારું જ ઘર એમાં પ્રવેશી ના શક્યો, મસ્ત્ય છું ને તોય હું જળમાં પ્રવેશી ના શક્યો. . જાતરા મારી હતી મૂળથી તે ટગલી ડાળ લગ, ફૂલને અડકી લીધું ફળમાં પ્રવેશી ના શક્યો. . હું મને જાણી ચૂક્યો છું લોહી ને મજ્જા સુધી, જાણ કે સમજણ થકી તળમાં પ્રવેશી ના શક્યો. . વારતા લખતો…
-
તૂટ્યો મ્હારો – કેશવલાલ હરિરામ ભટ્ટ
તૂટ્યો મ્હારો તંબૂરાનો તાર, ભજન અધૂરું રે રહ્યું ભગવાનનું… . એક તૂટ્યા બીજા રે તાર અસાર છે, જીવાળીમાં નહિ હવે જીવ જી : પાસ પડ્યા પોચા રે નખલિયું નામનું… તૂટ્યો મ્હારો… . તરડ પડી છે રે બાતલ તુંબડે, લાગે નહીં ફૂટિ જતાં વાર જી : ખૂંટીનું ખેંચાવું રે કાંઈ ન કામનું… તૂટ્યો મ્હારો… . સ્વર…
-
ભૂંસી નાખી – ઉર્વીશ વસાવડા
મળે આકાર એ પહેલાં જ માટીને ભૂંસી નાખી મથ્યો જ્યાં નામ લખવા ત્યાં જ પાટીને ભૂંસી નાખી. . સગડ મળશે નહીં તમને, તમે કોશિશ કરો તો પણ અમારી જાત ઊંડે ખૂબ દાટીને ભૂંસી નાખી. . ઉપાડી એક કંકર જળ મહીં ફેંક્યો વિના કારણ યુગોથી સ્થિર જંપેલી સપાટીને ભૂંસી નાખી. . હવે રોમાંચ કંપનમાં કે સ્પંદનમાં…
-
ધ્યાન એક તારું ધર્યું છે – લલિત ત્રિવેદી
મૌનના તળિયે રહીને ધ્યાન એક તારું ધર્યું છે કોરા આભલીએ રહીને ધ્યાન એક તારું ધર્યું છે . મેં ક્યાં મંદિરીએ રહીને ધ્યાન એક તારું ધર્યું છે મેં તો સગપણીએ રહીને ધ્યાન એક તારું ધર્યું છે . હું ઋષિઓ શબ્દ…હું લેખિની દાદાગણપતિની તોય કાગળીએ રહીને ધ્યાન એક તારું ધર્યું છે . ત્યારે ઘરમાં ઝીણા ઝીણા મોરલા…
-
પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી
(૧) ત્યાગ, આવી મળેલુ છૂટે એ જ નહીં પણ મેળવવાના વલખા છૂટી જાય એ જ ત્યાગ. વૈરાગ્યના વિસ્તારે જે કુંપળ ફૂટે એ જ જીવંત ત્યાગ. છોડી શક્યાનો અહંકાર પછી સહજ છૂટે એ જ પૂર્ણ ત્યાગ. વૈરાગ્યની ગંગામાં નિરાવરણ પારદર્શક સ્વદર્શન એ જ ત્યાગ દીક્ષા ! . તું અન્ન, ઓડકાર અમે ! . (૨) દીક્ષા, સ્પષ્ટ…
-
આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?- શ્યામની બા
મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું? . અક્ષરધનનું અમૃત . પૂણેમાં દત્તા પુરાણિક નામે એક દાદાજી છે. એમની ઉંમર ૮૪ વર્ષની આસપાસ છે. હાલમાં જોકે પથારીવશ છે. પણ હજી હમણાં સુધી એમનું એક વ્રત હતું. દિવસમાં ઓછામાં ઓછી ‘શ્યામચી આઈ’ નામના પુસ્તકની એક નકલ વેચવી. એક પણ પ્રત વેચાય નહીં તે દિવસે જમવાનું નહીં. ઉપવાસ…
-
ફૂલની એક ડાળીને – સુરેશ દલાલ
ફૂલની એક ડાળીને કાચની બારી સાથે પ્રેમ થયો. . બારી તો બંધ ને ડાળી તો અંધ આ કેવો સંબંધ ! રે, પૂછો નહીં કેમ થયો ? ફૂલની એક ડાળીને કાચની બારી સાથે પ્રેમ થયો. . કોઈક દિવસ બારી તો ખૂલશે એ આશામાં, ડાળી તો ઝૂલ્યા કરે : સૌરભની ભાષામાં ગુનગુનતી ગીત : પણ અંતે નિરાશામાં.…
-
સ્વીકારી ના શકાય – ગુણવંત ઉપાધ્યાય
સ્વીકારી ના શકાય, નકારી શકાય ના; સપનું, સમય ને આભ મઠારી શકાય ના. . સહેજે તરાવી કે પછી તારી શકાય ના, તરણાંથી આખી જાત ઉગારી શકાય ના. . કાગળ ઉપર કલમથી વ્યથા, વંચના, વિરહ; અંધાર, આંસુ, આહ ઉતારી શકાય ના. . ભાલે ઊગેલ સૂર્ય અચાનક ડૂબ્યા પછી- આકાશ ખાલીપાનું વિચારી શકાય ના. . ખાલી કૂવામાં…
-
Home