Home

  • કદાચ હું રહીશ – સુચિતા કપૂર

    કાલે હું નહીં હોઉં તારી આંખેથી એક આંસુ બની વહી જઈશ. અને કોઈ ખૂણામાં એક યાદ બની રહી જઈશ.  . મારા રાગ મૌન હશે, તારા મુખેથી એક બોલ બની વહી જઈશ. અને તારા કાનમાં એક પડઘો બની રહી જઈશ.  . મારી આંખો બંધ હશે, તારી નજરોથી એક દ્રશ્ય બની સરી જઈશ. અને કોઈ દીવાલ પર…

  • સંબંધ – એષા દાદાવાળા

    મેં પૂછ્યું, ‘હજી યે  કહેવાની જરૂર ખરી કે હું તમને પ્રેમ કરું છું ?’ ‘હા… કહેવું તો પડે જ ને’ એણે જવાબ આપ્યો હું હસી, ‘મને એમ કે તમે સમજી જશો…’ એ પછી બધી જ વાતો કહેવી પડતી… પ્રેમ કરું છું, રિસાઈ ગઈ છું, ગુસ્સો આવ્યો છે, કશું ગમતું નથી… આવું બધું જ કહી –…

  • નથી કારણ – મધુમતી મહેતા

    નથી કારણ છતાંયે વાતમાં કંઈ ફર્ક આવે છે, જરા જુદા સ્વરૂપે આજ તારું દર્દ આવે છે.  . બધી આશા અને ઈચ્છા લઈને બંધ હાથોમાં, સમયની પારથી માના ઉદરમાં ગર્ભ આવે છે.  . તમે આ આમ ઝંઝા થઈ અને ઘેરો નહીં અમને, ઝીણી ફૂંકે બુઝાવામાં અમારો વર્ગ આવે છે.  . સમેટું છું મને આંખો કરીને બંધ…

  • જનમોજનમની પ્રાર્થના – સુરેશ દલાલ

    મારી જનમોજનમની પ્રાર્થના છે : હે સૂર્યનારાયણ પ્રકટો.  . કાળી રાતને, વાતને, સદીઓની જમાતને ચીરીને પ્રકટો. ઈતિહાસનાં જુઠ્ઠાં જંગલોને બાળી નાખો. હજીયે અમે એના એ જ વિષચક્રમાં શાણપણની મશાલ લઈને ભટક્યા કરીએ છીએ પાગલોનાં પગલાં ગણતા.  . યુદ્ધ, હારજીત, પ્રપંચ, કાવાદાવા, છળકપટ તીર, તલવાર, ભાલા, અશ્વ, હાથી બંદૂક, ટેન્ક, વિમાન, તોપ… કોઈ કેમ હજી લગી…

  • પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

    (૧) અદ્વૈત, અણુ અને અનંતનું અન્યોન્યમાં એકરૂપ એ જ અદ્વૈત અણુમાં અનંતની પ્રાપ્તિ અને અસીમે અણુનો લય એ જ એકત્વ ! આનંદ સાગરની છોળ આનંદ સાગરે વિલીન એ જ અદ્વૈત, સ્વશૂન્ય દીપનો અનંત પ્રકાશ એ જ અદ્વૈત !  . તું આનંદ, સ્મિત અમે !  . (૨) ચૈતન્ય, પ્રશાંત ઈન્દ્રિયોની પીઠીકા ઉપરથી અનંત સાથેનું ઝળહળા અનુસંધાન…

  • હું માણસ – સુરેશ દલાલ

    હું માણસ તરીકે જન્મ્યો ન હોત તો કદાચ વૃક્ષ થયો હોત કે કદાચ પંખી કે કદાચ તારો કે કદાચ માછલી કૈંક તો થયો હોત.  . પણ, હું માણસ ન થયો હોત તો,- વૃક્ષની લીલાને શબ્દશબ્દમાં આલેખતે કોણ ? કોણ ગાતે આકાશની છટા ને સમુદ્ર-મુદ્રા સાંભળતે કોણ ? પણ, સારું થયું કે આપણે માણસ થયા નહીંતર…

  • સુવર્ણ કણિકા – સુરેન ઠાકર ‘મેહુલ’

    જીવનમાં જે પણ મૂલ્યવાન છે, પછી એ પ્રેમ હોય, જ્ઞાન હોય, ડહાપણ હોય, સૌંદર્યાનુભૂતિ હોય કે પરમની પ્રાપ્તિ હોય. એની શોધ જાતે કરવી પડે છે. એ હાથ લંબાવીને કોઈની પાસે માગવાની વસ્તુ નથી. એ આપલેની વસ્તુ છે જ નહીં એનો આવિષ્કાર જાતે જ કરવો પડે છે. એને પામવાની બીજી કોઈ રીત છે જ નહીં. *…

  • મને ફાવે નહીં – મધુમતી મહેતા

    છત કે છત્રી પર વરસવાનું મને ફાવે નહીં, હું છું ચોમાસું, અટકવાનું મને ફાવે નહીં.  . ફૂલ જો રાખો બિછાવી તો વળી આવી જશું, ઠોકરો ખાતાં સિસકવાનું મને ફાવે નહીં. . હું સતત પહેરું મને ગમતા ભરમનો અંચળો, મોસમોની જેમ ફરવાનું મને ફાવે નહીં.  . હું જડીબુટ્ટીનો પર્વત ઊંચકી લાવી શકું, પણ ચરણમાં પુષ્પ ધરવાનું…

  • તું આવશે – અનંત રાઠોડ

    તું આવશે જરૂર એ સૌ ધારણાનું ખૂન આજે કરી દઈશ હું આ બારણાનું ખૂન  . પાછા વળેલ પગલાંની સાચી હશે ખબર, કહેતા હતા કે થઈ ગયું આંગણાનું ખૂન  . તું જઈ અને કરી દે પ્રથમ કેદ સૂર્યને એના પછી કરીશું એ તાપણાનું ખૂન . મારા સુધીય હું હવે પહોંચી શકી નહીં અંદરથી રોજ થાય છે…

  • તોડી શકાય – ઉર્વીશ વસાવડા

    તોડી શકાય તો જ ત્વચાના રિવાજને સ્પર્શી શકાય જો કદી તારા અવાજને  . મારી ઊલટતપાસ મેં જાતે કરી લીધી પ્રશ્નો પૂછી શકાય ના આખા સમાજને  . શ્વાસોની આવજાવને માની લીધી અઝાન આપ્યો નવો મેં અર્થ આ મારી નમાજને  . નુસખા નવાનવા તો મળે ક્યાં સુધી તને ? હો શક્ય તો અજમાવ પુરાણા ઈલાજને  . બારી…

  • Home