Home

  • હું શું કરું ? – પ્રીતમ લખલાણી

    ઝરમર ઝરમર વરસતા આભને જોઈને અમસ્તા જ બારી ખોલું છું અને પછી ઘડીક માટે વિચારોના વંટોળે ચઢી જાઉં છું… શું કરું ? બસ ફક્ત અહીંથી ઊભીને પેલા મન મૂકીને વરસતા આભને નિરખ્યા કરું કે પછી હડી કાઢતો બહાર દોડી જાઉં… પણ મને દ્વિધામાં જોઈને મારા વિચારો પર ખડખડાટ હસતું કંઈ પણ વિચાર કર્યા વગર બસ…

  • મા એટલે…(પાંચમી માસિક શ્રદ્ધાંજલિ)

    મા એટલે મોં ભરાઈ જાય એવો એક અક્ષર .. મા એટલે એક અક્ષર જેમાં વિશ્વ હોય … મા એટલે એવો અક્ષર જેમાં વિશ્વ સમાઈ જાય ,શકે .. મા એટલે બંધ હોઠ ખુલવાની ક્રિયા, મા એટલે ખુલેલા હોઠમાંથી દુનિયાની દરેક ભાષામાં બોલાયેલો પહેલો શબ્દ… મા એટલે દુનિયાનો ખૂણો, છેડો કે પછી દુનિયા ?? મા એટલે વહેંચ્યા…

  • મૃત્યુ – અનિલ ચાવડા

    (૧) મૃત્યુ આપણને દરરોજ તમાકુની જેમ ધીમે ધીમે ચાવીને થૂંકી રહ્યું છે એક દિવસ એ આપણો સંપૂર્ણપણે કોગળો કરી નાખશે.  . (૨) એક દિવસ મૃત્યુ નામે એક અદ્રશ્ય પંખી આવશે આપણને એની તીક્ષ્ણ અને ધારદાર ચાંચ વડે ખોતરી કાઢશે સમયના શરીરમાંથી મરેલ પશુની આંખ ખોતરતા કાગડાની જેમ !  . (૩) એનાં લગ્ન થયા હશે ?…

  • વધઘટ કરો – આહમદ મકરાણી

    દીપના ઉજાસમાં થોડીઘણી વધઘટ કરો જાતના સહવાસમાં થોડીઘણી વધઘટ કરો  . પૂમડાં માફક સહજ આકાશમાં ઊડી જઈશ; ફૂંકથી વાતાસમાં થોડીઘણી વધઘટ કરો  . થૈ જશે મદહોશ, પાગલ આ ભ્રમર પણ- ફૂલની સુવાસમાં થોડીઘણી વધઘટ કરો  . જિંદગીનું એક નાટક તો સતત ભજવાય છે પાત્રની ગુંજાશમાં થોડીઘણી વધઘટ કરો  . માન મારું તો વધે છે યા…

  • એ તરફ – શૈલેશ ટેવાણી

    જવું જ હોય તો જરા ચાલો ને એ તરફ, અહીં છે ઘર અજાણ તો ચાલો ને એ તરફ.  . દિશા બતાવી થાય છે દરવેશ પણ અલોપ, બચી છે જરી હામ તો ચાલો ને એ તરફ.  . અજવાળું પણ નથી અને અંધાર પણ નથી, રસ્તો નથી અજાણ તો ચાલો ને એ તરફ.  . માટીની મહેક છે…

  • ચાલ આપણે – દુર્ગેશ ઉપાધ્યાય

    ચાલ આપણે એકબીજાને કાગળ લખીએ, ભીતરના ગમને આંખોમાં સાજળ લખીએ.  . ભાગ્યતણી રેખા બધી અટવાઈ ગઈ છે, લાવ, હથેળી તારી રે, કો’ વાદળ લખીએ.  . દૂર દૂર છો રહ્યાં આપણે પ્રેમ સંબંધે, પતંગિયાંની પાંખો પર કો’ વાવડ લખીએ.  . નજર મળ્યાની વાત આમ શું વિસરી જાઓ, આજ ઘેરાતી આંખોમાં કો’ કાજળ લખીએ.  . રાત-દિવસ છે…

  • આ પુસ્તક તમે જોયું ? વાંચ્યું ? – હૈયું, કટારી અને હાથ

      . આપણી પોલીસ આજે પણ ‘મે આઈ હેલ્પ યુ’નાં બોર્ડ પ્રદર્શિત કરવા છતાં સમાજને બહુ ખપમાં આવતી ન હોય તેવો વ્યાપક અનુભવ અને માન્યતા છે. ક્યાં તો તે રાજકારણીનું કહ્યું કરે છે, ક્યાં તો તે પૈસા ખાઈને કામ કરે છે, પરંતુ સામાન્ય માણસની મુશ્કેલીના સમયે તે ભાગ્યે જ મદદે આવે છે. જુવાનસિંહ જાડેજા ૧૯૫૧માં…

  • સાચો કહું – ઈશિતા દવે

    બંધ સાંકળ સ્હેજ જો ખખડાવ તો સાચો કહું, તું હૃદયના બારણા ખોલાવ તો સાચો કહું.  . જઈ હિમાળે હાડ ગાળી નાખવા સ્હેલા જ છે, જિંદગીના જંગમાં જો આવ તો સાચો કહું. . તું પરીક્ષા કાયમી લીધા કરે, દેતો ખરો, દીપ પાણીમાં અહીં પ્રગટાવ તો સાચો કહું. . ચોપડીના ચાર પાનાઓ ભણાવે થાય નહિ, અર્થ ટહુકાનો…

  • …જવાનું છે – સાહિલ

    તોફાન વીંધી સામા કિનારે જવાનું છે ને એય તુંબડાના સહારે જવાનું છે. . ઝાલી અવરની આંગળી બે ડગલાં ચાલી લ્યો ! અંતે તો પંડના જ પનારે જવાનું છે.  . ઈચ્છા મુજબ જવાય છે ક્યાં કોઈ પણ સ્થળે, જ્યાં પણ જવાનું એના ઈશારે જવાનું છે.  . નીચાં નિશાન રાખવાની વાત ના કરો ધરતી ઉપરથી સીધા સિતારે…

  • ગયો છું – ભગવતીકુમાર શર્મા

    શોધી જો શકો, શોધજો, ખોવાઈ ગયો છું; અંધારામાં હું જાતથી અથડાઈ ગયો છું. . સામેથી મને આવતો જોઈ હું હસ્યો’તો, કિન્તુ  એ ગલીથી પછી ફંટાઈ ગયો છું.  . આવ્યો’તો આ દુનિયામાં લઈ લાગણી અઢળક; અડધી જ સફરમાં ઘણો ખર્ચાઈ ગયો છું.  . થાવું જો પ્રગટ હોય તો આ છેલ્લી ઘડી છે; ક્ષમતાથી વધારે હું વલોવાઈ…

  • Home