-
પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી
(૧) નિર્લેપતા, જલકમલવત જાગૃતિની એરણ ઉપર ક્ષણ ચૈતન્યના ઘડતા ઘાટનું નામ નિર્લેપતા લેતી-દેતીના કિનારા છોડીને વળગણ વગર વહેતા રહેવાની મોજ એ જ આનંદ-અનાસક્તિ ! અખંડ, અસ્પર્શ્ય, અટક્યા કે અથડાયા વગર અવિરત વહેતી બજરંગી, મારૂતિ ઓળખનું નામ નિર્લેપતા. . તું વહેતું વ્હાલ, કિનારા અમે ! . (૨) સંતોષ, પૂર્ણપ્રાર્થના અને પારદર્શક પુરુષાર્થ પછી સહજ ઉગતા પુષ્પની…
-
એ તરફ – શૈલેશ ટેવાણી
ઝંઝા અને તોફાન છે કહે છે એ તરફ, કોઈ કશીક રાહમાં જીવે છે એ તરફ. . મુશ્કેલ છે શોધી અને તેના તરફ જવું, કોઈ છતાં કહે છે એ રહે છે એ તરફ. . આ તરફ દરિયો અને છે એ તરફ તો લૂ, સઢ વિનાની નાવ શું ધસે છે એ તરફ ? . ઝાંખો છે ચંદ્રમાં…
-
છેતરી જાશે – શોભિત દેસાઈ
ચમન ! તુજને સુમન મારી જ માફક છેતરી જાશે, પ્રથમ એ પ્યાર કરશે ને પછી જખમો ધરી જાશે. ( કૈલાસ પંડિત ) . જીવન ઉપર ન કરતો કોઈ દી હક, છેતરી જાશે; તને એ મોત થઈ મારી જ માફક છેતરી જાશે. . ખરીદી નહીં શકે તું યોગ્ય વસ્તુ વ્યાજબી ભાવે, બજારોમાં તને મૂલ્યોની રકઝક છેતરી…
-
કેટલા લોકો ? – રાજેશ વ્યાસ “મિસ્કીન”
કેટલા લોકો ? કેટલી વખત ? કેટલી રીતે ? કેટલાં સ્થળે ? કેટલાં મોઢા ? કેટલી વાતો ? કેટલા અરથ ? હળેમળે ? . કેટલી યાદો ? કેટલી સાંજો ? કેટલાં આંસુ ? કેટલા શ્વાસો ? કેટલાં રૂપે ? કેટલું ગણિત ? બાહર ને ભીતર કેટલું છળે ? . કેટલી રમત ? કેટલી સહજ ?…
-
લઘુકાવ્ય – પરાજિત/તમન્ના
(૧) નખ . મને આ ઉઝરડાઓએ શીખવી દીધું છે કે કોઈને મળો ત્યારે તેના હાથ તમારા હૃદય સુધી ન પહોંચે તેની તકેદારી રાખીને મળવું કોને ખબર – કોનાં નખ ઝેરી હોય..!! . (૨) મળવું . તું આવતી નથી તોય કહું કે – આવજે તું કશું જ લઈને ગઈ નથી તોય કહું કે – સાચવજે. બાકી…
-
એ પછી હું છું – રાજેશ વ્યાસ ‘મિસ્કીન
બધા જ રસ્તા પૂરા થાય એ પછી હું છું, કશું જ ક્યાંય ના દેખાય એ પછી હું છું. . બધા જ ગ્રંથ અને સમજણો અધૂરા છે, જરાક આટલું સમજાય એ પછી હું છું. . બધા જ અક્ષરો… ઉચ્ચાર – અર્થમાં સરખા, બધું જ મૌનમાં બોલાય એ પછી હું છું. . નજરમાં જાય સમેટાઈ બધું ઈચ્છા…
-
પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી
(૧) પ્રેમ, ગમા-અણગમા પે’લે પારના સહ અસ્તિત્વનું અખંડ વિશ્વદર્શન અને પ્રતિક્રિયાવિહીન વિચાર શૂન્યતાનો પડઘો એ જ પ્રેમ ! સ્વને સર્વેશ્વરમાં ઓગાળી દેતું રસાયણ એ જ પ્રેમ સત્ય ખોજની શરૂઆત અને અંતિમપ્રાપ્તિ સુધી પથરાયેલ રાધાતત્વ એ જ પ્રેમ. . તું ગંધ-સુગંધ, નાસિકા અમે ! . (૨) નમ્રતા, અહમ શૂન્ય અસ્તિત્વનો સાગર શા પટે વિસ્તાર એ જ…
-
કૈંક જાણે કે – રાકેશ હાંસલિયા
કૈંક જાણે કે થવામાં છે, આજ મૂંઝારો હવામાં છે. . કેમ લંબાશે મદદ માટે ? હાથ પંડિતોના પૂજામાં છે ! . સાંભળે છે વાત બસ દિલની, કોઈના ક્યાં એ કહ્યામાં છે ! . ઊંચકાવે તું જ ગોવર્ધન, જોર ક્યાં મારી ભુજામાં છે ! . શૂન્યથી મનને ભરી દેતું, કૈંક એવું આ જગામાં છે ! .…
-
બારી – હર્ષ બ્રહ્મભટ્ટ
બારી ખોલી સસલાની જેમ તરત અંદર આવ્યો તડકો; પછી સન્નાટો લઈને આવી બપોર; પછી આવી સૂમસામ સાંજ; પછી હળવેકથી પ્રવેશી ઉદાસ રાત, પણ- વરસાદની વાંછટ જેવો એ સમય રહી ગયો બારી બ્હાર. . ( હર્ષ બ્રહ્મભટ્ટ )
-
ચકચૂર થઈ શકે – કરસનદાસ લુહાર
પીધા વિનાય પણ જે ચકચૂર થઈ શકે છે; ખાલી થઈને પણ એ ભરપૂર થઈ શકે છે ! . પૂરેપૂરું પોતાનું નૈકટ્ય એ જ પામે; ઈચ્છે તો જાતથી પણ જે દૂર થઈ શકે છે ! . ઘેઘૂર છાંય વાળી એ વૃક્ષતાને વરશે; જે લાગણીનાં લીલાં અંકૂર થઈ શકે છે ! . હોઈ શકે ખરેખર સાચા તવંગરો…
-
Home