Home

  • છેતરી જાશે – શોભિત દેસાઈ

    ચમન ! તુજને સુમન મારી જ માફક છેતરી જાશે, પ્રથમ એ પ્યાર કરશે ને પછી જખમો ધરી જાશે. ( કૈલાસ પંડિત )  . જીવન ઉપર ન કરતો કોઈ દી હક, છેતરી જાશે; તને એ મોત થઈ મારી જ માફક છેતરી જાશે.  . ખરીદી નહીં શકે તું યોગ્ય વસ્તુ વ્યાજબી ભાવે, બજારોમાં તને મૂલ્યોની રકઝક છેતરી…

  • કેટલા લોકો ? – રાજેશ વ્યાસ “મિસ્કીન”

    કેટલા લોકો ? કેટલી વખત ? કેટલી રીતે ? કેટલાં સ્થળે ? કેટલાં મોઢા ? કેટલી વાતો ? કેટલા અરથ ? હળેમળે ?  . કેટલી યાદો ? કેટલી સાંજો ? કેટલાં આંસુ ? કેટલા શ્વાસો ? કેટલાં રૂપે ? કેટલું ગણિત ? બાહર ને ભીતર કેટલું છળે ?  . કેટલી રમત ? કેટલી સહજ ?…

  • લઘુકાવ્ય – પરાજિત/તમન્ના

    (૧) નખ  . મને આ ઉઝરડાઓએ શીખવી દીધું છે કે કોઈને મળો ત્યારે તેના હાથ તમારા હૃદય સુધી ન પહોંચે તેની તકેદારી રાખીને મળવું કોને ખબર – કોનાં નખ ઝેરી હોય..!!  . (૨) મળવું  . તું આવતી નથી તોય કહું કે – આવજે તું કશું જ લઈને ગઈ નથી તોય કહું કે – સાચવજે. બાકી…

  • એ પછી હું છું – રાજેશ વ્યાસ ‘મિસ્કીન

    બધા જ રસ્તા પૂરા થાય એ પછી હું છું, કશું જ ક્યાંય ના દેખાય એ પછી હું છું. . બધા જ ગ્રંથ અને સમજણો અધૂરા છે, જરાક આટલું સમજાય એ પછી હું છું.  . બધા જ અક્ષરો… ઉચ્ચાર – અર્થમાં સરખા, બધું જ મૌનમાં બોલાય એ પછી હું છું.  . નજરમાં જાય સમેટાઈ બધું ઈચ્છા…

  • પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

    (૧) પ્રેમ, ગમા-અણગમા પે’લે પારના સહ અસ્તિત્વનું અખંડ વિશ્વદર્શન અને પ્રતિક્રિયાવિહીન વિચાર શૂન્યતાનો પડઘો એ જ પ્રેમ ! સ્વને સર્વેશ્વરમાં ઓગાળી દેતું રસાયણ એ જ પ્રેમ સત્ય ખોજની શરૂઆત અને અંતિમપ્રાપ્તિ સુધી પથરાયેલ રાધાતત્વ એ જ પ્રેમ.  . તું ગંધ-સુગંધ, નાસિકા અમે !  . (૨) નમ્રતા, અહમ શૂન્ય અસ્તિત્વનો સાગર શા પટે વિસ્તાર એ જ…

  • કૈંક જાણે કે – રાકેશ હાંસલિયા

    કૈંક જાણે કે થવામાં છે, આજ મૂંઝારો હવામાં છે.  . કેમ લંબાશે મદદ માટે ? હાથ પંડિતોના પૂજામાં છે !  . સાંભળે છે વાત બસ દિલની, કોઈના ક્યાં એ કહ્યામાં છે !  . ઊંચકાવે તું જ ગોવર્ધન, જોર ક્યાં મારી ભુજામાં છે !  . શૂન્યથી મનને ભરી દેતું, કૈંક એવું આ જગામાં છે !  .…

  • બારી – હર્ષ બ્રહ્મભટ્ટ

    બારી ખોલી સસલાની જેમ તરત અંદર આવ્યો તડકો; પછી સન્નાટો લઈને આવી બપોર; પછી આવી સૂમસામ સાંજ; પછી હળવેકથી પ્રવેશી ઉદાસ રાત, પણ- વરસાદની વાંછટ જેવો એ સમય રહી ગયો બારી બ્હાર.  . ( હર્ષ બ્રહ્મભટ્ટ )

  • ચકચૂર થઈ શકે – કરસનદાસ લુહાર

    પીધા વિનાય પણ જે ચકચૂર થઈ શકે છે; ખાલી થઈને પણ એ ભરપૂર થઈ શકે છે !  . પૂરેપૂરું પોતાનું નૈકટ્ય એ જ પામે; ઈચ્છે તો જાતથી પણ જે દૂર થઈ શકે છે !  . ઘેઘૂર છાંય વાળી એ વૃક્ષતાને વરશે; જે લાગણીનાં લીલાં અંકૂર થઈ શકે છે !  . હોઈ શકે ખરેખર સાચા તવંગરો…

  • હું શું કરું ? – પ્રીતમ લખલાણી

    ઝરમર ઝરમર વરસતા આભને જોઈને અમસ્તા જ બારી ખોલું છું અને પછી ઘડીક માટે વિચારોના વંટોળે ચઢી જાઉં છું… શું કરું ? બસ ફક્ત અહીંથી ઊભીને પેલા મન મૂકીને વરસતા આભને નિરખ્યા કરું કે પછી હડી કાઢતો બહાર દોડી જાઉં… પણ મને દ્વિધામાં જોઈને મારા વિચારો પર ખડખડાટ હસતું કંઈ પણ વિચાર કર્યા વગર બસ…

  • મા એટલે…(પાંચમી માસિક શ્રદ્ધાંજલિ)

    મા એટલે મોં ભરાઈ જાય એવો એક અક્ષર .. મા એટલે એક અક્ષર જેમાં વિશ્વ હોય … મા એટલે એવો અક્ષર જેમાં વિશ્વ સમાઈ જાય ,શકે .. મા એટલે બંધ હોઠ ખુલવાની ક્રિયા, મા એટલે ખુલેલા હોઠમાંથી દુનિયાની દરેક ભાષામાં બોલાયેલો પહેલો શબ્દ… મા એટલે દુનિયાનો ખૂણો, છેડો કે પછી દુનિયા ?? મા એટલે વહેંચ્યા…

  • Home