Home

  • હિંમત – માર્જોરી પાઈઝર

    ભય છવાઈ જય ત્યારે હિંમત એકઠી કરો; અસીમ બોજો હોય ત્યારે એ પૂરી પડાય છે, પૂરતી અને જોઈએ એ કરતાં વધારે બધા માટે કટોકટીના સમયે, ભયાનક ખોટના સમયે હિંમત એકઠી કરવાનું ન ભૂલો- અગાધ ગર્તામાં એ જીવનદોરી છે. જ્યારે બીજું બધું જ નિષ્ફળ જાય, ત્યારે પોતાને મદદ કરવા હિંમત ભેગી કરો.  . ( માર્જોરી પાઈઝર,…

  • બળ – માર્જોરી પાઈઝર

    હું મને ભીતરથી સબળ બનાવી રહી છું. મારા આત્માને બાંધવા માટે પોલાદના પટ્ટા વણી રહી છું. મારા હાથને મજબૂત બનાવવા એમાં વેદનાના ટાંકા ગૂંથી રહી છું- થાક અને સહનશક્તિના તાણાવાણાથી હું મારા મનને દ્રઢ કરી રહી છું. જેમણે વેદના ભોગવી છે એ તમામનાં ભજનકીર્તન અને ગીતોના બંધનથી હું મારી શ્રદ્ધાને બાંધું છું. સમય થતાં, સરસ…

  • વ્યથામુક્તિ – માર્જોરી પાઈઝર

    . મારી જિંદગી ખંડિયેર છે, નિષ્ફળતા છે, એમ અનુભવતી, આસપાસની બધી બાબતોથી અળગી હું ઉદાસીનતાથી એકલવાયી બેઠી. સાવ ભાંગી પડેલી હું ભીતરથી ખાલીખમ હતી. જીવન કે મૃત્યુ માટે હવે જરાયે દરકાર નહોતી. મારાં સંતાપ અને ઉદાસીનતામાં હું એકલી હતી પણ ઉદાસ થઈને હું જમીન પર બેઠી, ત્યાં તો સૂર્યે મારી તરફ હાથ લંબાવ્યો ને મારા…

  • નિર્બલ – માર્જોરી પાઈઝર

    હું વિનાશથી નિર્બલ થઈ જાઉં ત્યારે મને સમુદ્ર પાસે જવા દો. અતાગ સમુદ્રને કાંઠે મને બેસવા દો. રાતદિવસ સતત પછડાતાંને ઊછળતાં રહેતાં મોજાંઓ મને નિહાળવા દો. મને સમુદ્રકાંઠે બેસવા દો અને કાતિલ સમુદ્રી પવનોને પોતાના ઠંડાગાર ભીના હાથ વડે મારા ગાલ પર થપાટો મારવા દો હું ફરી પાછી સ્વસ્થ થાઉં ત્યાં સુધી રાતે મને આકાશ…

  • પીછેહઠ – માર્જોરી પાઈઝર

    મારો આત્મા કેમ વારંવાર ધકેલે છે પોતાને હતાશાની ઊંડી ગર્તામાં ? પછી મારી દુ:ખી અવસ્થા બદલ હું ફક્ત રડી શકું છું અને એકલી રહેવા ઇચ્છું છું. પછી મારા કોચલામાં ભરાઈ જાઉં છું અને મારે કાંઈ કહેવાનું નથી. અને છતાં બહાર બધું સહીસલામત, સૂર્ય પ્રકાશે છે, બાળકો રમે છે, અને હું એકલી જ બેતાલ. આવ, આવ,…

  • ઊંડાણોમાં – માર્જોરી પાઈઝર

    ગયે અઠવાડિયે મારા જીવનને હું જૂના બૂટની જેમ ફગાવી દઈ શકી હોત- મારા મુકામનો અંત આણી શકી હોત. હતાશાના સાગરો મારા આત્માને કેવા ખેંચી ગયા છે, તે હું કહી શકતી નથી. મૃત્યુની મારી ઇચ્છા હું દર્શાવી શકતી નથી. ગોકળગાય પોતાના છીપલામાં ખેંચાઈ જાય એમ, અંતની ઇચ્છા રાખતી હું મારામાં ખેંચાઈ ગઈ છું. જેમને હું ચાહું…

  • છૂટા પડવા માટે કાવ્ય – માર્જોરી પાઈઝર

    હું તારી સામે જોઉં છું તું ન હોય ત્યારે તારો ચહેરો મને યાદ રહે માટે.  . હું તને સાંભળું છું તું ન હોય ત્યારે તારો અવાજ મને યાદ રહે માટે.  . હું તારા વિશે વાકેફ રહું છું, તું ન હોય ત્યારે તારી લાગણીઓ યાદ રહે માટે.  . મને ડર છે કે તારા ગયાને બહુ લાંબો…

  • શોક – માર્જોરી પાઈઝર

    જીવનમાં ગુમાવેલા પ્રિયજનો, હું શોક કરું છું, મૈત્રી નિષ્ફળ ગઈ, મૈત્રીનો અંત આવ્યો, પિતા અને ભાઈઓ અને માતા, પહોંચ બહારના, અસ્પૃષ્ટ. હું મારા પ્રિયતમના મૃત્યુનો શોક કરું છું, ઇચ્છ્યો નહોતો એવો અંત, ક્ષણવારમાં તો માણસ સ્મૃતિ બની જાય. મૃત્યુ પામેલાંઓ અને ગુમાવેલાંઓ માટે મારું હૃદય કેવું વ્યથિત થાય છે અને મારી નિકટ છે એમનામાં સમાવા…

  • સમગ્ર વિશ્વનાં આંસુ – માર્જોરી પાઈઝર

    કેમ હું આટલી બધી શોકગ્રસ્ત, આંસુઓથી ભરેલી છું ? આ છેલ્લાં થોડાં વર્ષોમાં મને ઉદાસી જ ઉદાસી પ્રાપ્ત થઈ હવે ચોક્કસ એ પૂરું થયું છે ને ભૂતકાળ બની ચૂક્યું છે. પણ મારી ભીતર શોકનો દરિયો છે. મારી સ્મૃતિ નીચેના ખૂબ ઊંડાણેથી ઊભરાતા સદીઓથી ભેગાં થયેલાં આંસુઓના ભારથી મને દબાવી દેતા શોકને પહોંચી વળવું મારે માટે…

  • વિનાશ વેરતા કડાકાભડાકામાંથી

    વાવાઝોડાના વિનાશ વેરતા, કડાકાભડાકામાંથી, કેન્દ્રમાં રહેલા ઝંઝાવાત મારા આત્મા પર આઘાત કરે છે, પછડાટની ભેખડ અને હું પડી ગઈ છું, ભયત્રસ્ત, પૂરેપૂરી, આશ્વાસન આપનાર, ક્યાં છે તારું આશ્વાસન ? ઓ, હું કોણ છું, આગ ને આંસુઓમાંથી, ભયાનક આકાશ અને મોતમાંથી મારા પ્રેમના ઝંઝાવતમાંથી માર્ગ કાઢતી ? હું કોણ છું, કે મને અત્યંત દુ:ખ અને મૃત્યુ-ખોટથી…

  • Home