-
ઊંડાણોમાં – માર્જોરી પાઈઝર
ગયે અઠવાડિયે મારા જીવનને હું જૂના બૂટની જેમ ફગાવી દઈ શકી હોત- મારા મુકામનો અંત આણી શકી હોત. હતાશાના સાગરો મારા આત્માને કેવા ખેંચી ગયા છે, તે હું કહી શકતી નથી. મૃત્યુની મારી ઇચ્છા હું દર્શાવી શકતી નથી. ગોકળગાય પોતાના છીપલામાં ખેંચાઈ જાય એમ, અંતની ઇચ્છા રાખતી હું મારામાં ખેંચાઈ ગઈ છું. જેમને હું ચાહું…
-
છૂટા પડવા માટે કાવ્ય – માર્જોરી પાઈઝર
હું તારી સામે જોઉં છું તું ન હોય ત્યારે તારો ચહેરો મને યાદ રહે માટે. . હું તને સાંભળું છું તું ન હોય ત્યારે તારો અવાજ મને યાદ રહે માટે. . હું તારા વિશે વાકેફ રહું છું, તું ન હોય ત્યારે તારી લાગણીઓ યાદ રહે માટે. . મને ડર છે કે તારા ગયાને બહુ લાંબો…
-
શોક – માર્જોરી પાઈઝર
જીવનમાં ગુમાવેલા પ્રિયજનો, હું શોક કરું છું, મૈત્રી નિષ્ફળ ગઈ, મૈત્રીનો અંત આવ્યો, પિતા અને ભાઈઓ અને માતા, પહોંચ બહારના, અસ્પૃષ્ટ. હું મારા પ્રિયતમના મૃત્યુનો શોક કરું છું, ઇચ્છ્યો નહોતો એવો અંત, ક્ષણવારમાં તો માણસ સ્મૃતિ બની જાય. મૃત્યુ પામેલાંઓ અને ગુમાવેલાંઓ માટે મારું હૃદય કેવું વ્યથિત થાય છે અને મારી નિકટ છે એમનામાં સમાવા…
-
સમગ્ર વિશ્વનાં આંસુ – માર્જોરી પાઈઝર
કેમ હું આટલી બધી શોકગ્રસ્ત, આંસુઓથી ભરેલી છું ? આ છેલ્લાં થોડાં વર્ષોમાં મને ઉદાસી જ ઉદાસી પ્રાપ્ત થઈ હવે ચોક્કસ એ પૂરું થયું છે ને ભૂતકાળ બની ચૂક્યું છે. પણ મારી ભીતર શોકનો દરિયો છે. મારી સ્મૃતિ નીચેના ખૂબ ઊંડાણેથી ઊભરાતા સદીઓથી ભેગાં થયેલાં આંસુઓના ભારથી મને દબાવી દેતા શોકને પહોંચી વળવું મારે માટે…
-
વિનાશ વેરતા કડાકાભડાકામાંથી
વાવાઝોડાના વિનાશ વેરતા, કડાકાભડાકામાંથી, કેન્દ્રમાં રહેલા ઝંઝાવાત મારા આત્મા પર આઘાત કરે છે, પછડાટની ભેખડ અને હું પડી ગઈ છું, ભયત્રસ્ત, પૂરેપૂરી, આશ્વાસન આપનાર, ક્યાં છે તારું આશ્વાસન ? ઓ, હું કોણ છું, આગ ને આંસુઓમાંથી, ભયાનક આકાશ અને મોતમાંથી મારા પ્રેમના ઝંઝાવતમાંથી માર્ગ કાઢતી ? હું કોણ છું, કે મને અત્યંત દુ:ખ અને મૃત્યુ-ખોટથી…
-
અંત અને આરંભ – માર્જોરી પાઈઝર
. ઘણાં વર્ષો પહેલાં જેની શરૂઆત થઈ હતી એનો અંત આણીને, તમે પાછા ફર્યા છો, જ્યાંથી, આપણે બધાં આવ્યાં છીએ એ અનંત આરંભમાં, તમે કોઈક ન શોધાયેલી આકાશગંગામાં તારો બન્યા છો, કે તમે શ્વાસ છો કે પવનલહરી છો વિશ્વના શ્વાસ અને ઉચ્છ્શ્વાસમાં ? . ( માર્જોરી પાઈઝર, અનુ. જયા મહેતા )
-
પ્રેમનું અસ્તિત્વ – માર્જોરી પાઈઝર
મને લાગતું હતું કે તમારું મૃત્યુ હતું દુર્વ્યય અને વિનાશ, સહન ન થઈ શકે એવી શોકની વ્યથા. મેં હજી સમજવાની શરૂઆત કરી છે કે તમારું જીવન એક ભેટ હતું અને વિકસતું અને ચાહતું મારી સાથે બચ્યું છે. મૃત્યુની હતાશા પ્રેમના અસ્તિત્વનો વિનાશ કરે છે, પણ મૃત્યુની હકીકત જે અપાયું છે એનો વિનાશ કરી શકતી નથી.…
-
મહત્વ – માર્જોરી પાઈઝર
જીવનની બધી બાબતો કેવી મહત્વની છે, મિત્રો અને માલિકીની વસ્તુઓ, રાજકીય સંઘર્ષો અને માનવજાતનું ભવિષ્ય, જાતીયતા અને રમતગમત અને કોણે કોને માટે શું કહ્યું, અને કામધંધો અને ખરીદી, અને થાકી જવું અને સુખી થવું અને યુવાન થવું અને વૃદ્ધ થવું, મૃત્યુ નજીક આવે છે અને આપણી આસપાસની બધી રોજિંદી વસ્તુઓને હડસેલી દે છે, ત્યાં સુધી…
-
મૃત્યુ – ખલિલ જિબ્રાન
. ત્યાર પછી મિત્રા બોલી, હવે અમે આપને મૃત્યુ વિશે પૂછીએ છીએ. . ત્યારે તેમણે કહ્યું : . તમારે મૃત્યુનું રહસ્ય જાણવું છે. . પણ તમે તેને કેવી રીતે જાણશો, જો તમે તેને જીવનના મધ્યમાં જ ન ખોળો તો ? . દિવસ પ્રત્યે આંધળું થયેલું નિશાચર ઘુવડ તેજેનું રહસ્ય ઉકેલી શકે નહીં. . જો તમે…
-
યાદ રાખવું એટલું તો અઘરું છે – માર્જોરી પાઈઝર
. તમે મૃત્યુ પામ્યા છો એ યાદ રાખવું એટલું તો અઘરું છે, કોઈ પણ ક્ષણે તમે ઘરમાં હરતાફરતા હશો એ જ રીતે, જાણે તમે રસ્તા પર ખરીદી કરતા હો, અથવા કંઈક લખવાનું હમણાં જ પૂરું કર્યું હોય. તમારા મૃત્યુના ભયાનક માર્ગ પર તસુએ તસુ હું તમારી સાથે ચાલી છું, છતાં કોઈક વાર, હજીયે, હું યાદ…
-
Home