-
ગોરજટાણું-(૨) – ભગવતીકુમાર શર્મા
. હરિ, તમારાં ચરણકમળ પર હું ઝાકળનું બિંદુ, તમે કરો દ્રષ્ટિ તો બનું હું શરદ પૂનમનો ઈન્દુ. . ક્યારે રાત પડે-ની મારે કરવી પડી પ્રતીક્ષા, સૂર્ય ઊગે તે પહેલાં મેં પણ પૂરી કરી પરીક્ષા ઝમ્યું કમળદળ પર હું-જાણે મોતી મઢેલો સિંધુ… હરિ, તમારા… . મુજથી ભીનાં કમળપુષ્પને મળ્યાં તમારાં ચરણ, ધન્ય થયો અવતાર ને મારું…
-
ગોરજટાણું – ભગવતીકુમાર શર્મા
હરિ, મન ઝંખે ગોરજટાણું; ગાયોની ઘંટડીઓ સાથે મોકલશો ને આણું ? હરિ. . સૂર્ય ઢળે તો થાય તમારા અસલ તેજની ઝાંખી; જૂઠા ઝબકારા સામે મેં આંખ ઉઘાડી રાખી; બળબળતી બપોરનું મારે શું લેવું ઉપરાણું ? હરિ, મન ઝંખે ગોરજટાણું… . શિંગડીઓના ઉજાસમાં રજકણને આછી ડમરી; ખરીઓના ભણકારામાં હું તમને લઉં છું સમરી; ઘરને ખૂણે ધૂંધવાય…
-
સાબદો રહેજે – નીતિન વડગામા
ઉગામે છે બધા પથ્થર, હવે તું સાબદો રહેજે. મથે છે ડહોળવા અવસર, હવે તું સાબદો રહેજે. . ભલે મરજાદ એની જાળવે તું જિંદગી આખી, છતાં અટકાવશે ઉંબર, હવે તું સાબદો રહેજે. . સજાવે છે સવારે રોજ તું જે ફૂલનો ગજરો, થઈ જશે સાંજના ખંજર, હવે તું સાબદો રહેજે. . અહીં સઘળી દિશાઓમાં સ્વજનના સ્વાંગમાં આજે,…
-
હરિ, હું રટું – ભગવતીકુમાર શર્મા
હરિ, હું રટું તમારા શ્લોક આજ લગી જે જાણ્યું સઘળું અગડમ બગડમ ફોક ! – હરિ, હું… . શબ્દ-સાધનાનો વરવો શો મને ચઢ્યો’તો કેફ ! હ્સ્વ ઇ દીર્ઘ ઈ કાંઈ ન સમજું અનુસ્વાર કે રેફ ! નામ તમારું ચઢ્યું અધર પે પૂર્યા મંગલ ચોક ! – હરિ, હું… . નામ રટણના દીવા ઝળહળ ઉજાસ બત્રીસ…
-
ધ્યાન ખેંચે છે – નીતિન વડગામા
. ભરેલું પાત્ર ઢોળીને બધાનું ધ્યાન ખેંચે છે. સરોવર સાવ ડહોળીને બધાનું ધ્યાન ખેંચે છે. . ધરીને ધ્યાન ઊભો એ જ બગલો શાંત પાણીમાં, અચાનક ચાંચ બોળીને બધાનું ધ્યાન ખેંચે છે. . નથી વાવ્યું-ઉછેર્યું ઝાડ એણે તોય એ પાછો- અકારણ પાન તોડીને બધાનું ધ્યાન ખેંચે છે. . હતું ખંડેર જેવું ઘર હજી છે એમનું એમ…
-
પંચેન્દ્રિય ગઝલ-ગુચ્છ(૫)-હાથથી – આહમદ મકરાણી
. સ્વપ્ન ફંફોસ્યા કરું છું હાથથી; આંખને ચોળ્યા કરું છું હાથથી. . યાદ આવી એ રીતે અમને અહીં; મત્સ્ય થૈ જીવ્યા કરું છું હાથથી. . ‘છે’ પ્રસાદી પણ મળી છે કેવડી ! ભેટ એ આપ્યા કરું છું હાથથી. . એટલે અટકી ગયાં છે આંખમાં; અશ્રુઓ સીવ્યા કરું છું હાથથી. . અર્થ હોવાનો હવે મળતો ગયો;…
-
પંચેન્દ્રિય ગઝલ-ગુચ્છ(૪)-નાકથી – આહમદ મકરાણી
. વાતને સૂંઘ્યા કરે છે નાકથી; ફૂલને મૂક્યા કરે છે નાકથી. . લો, પણછ પણ કામ ના આવે અહીં; તીર પણ છૂટ્યા કરે છે નાકથી. . શબ્દ જ્યાં ઊણા પડે છે સામટા; મ્હેફિલો ઊઠ્યા કરે છે નાકથી. . એક અફવા શહેરમાં ફરતી હતી; આભ પણ ઝૂક્યા કરે છે નાકથી. . કે શપથ અકબંધ કોના હોય…
-
પંચેન્દ્રિય ગઝલ-ગુચ્છ(૩)-જીભથી – આહમદ મકરાણી
. આ જગતનો સ્વાદ માપો જીભથી; કદ પ્રમાણે શબ્દ કાપો જીભથી. . અર્થ એના પણ ઘણા નીકળી શકે, ક્યાંક ઉત્તર એક આપો જીભથી. . સ્વાદ પોતે થૈ સમંદર ઘેરશે; એક ટીપું નીર ચાખો જીભથી. . રોજ રામાયણ અહીં સર્જાય પણ; વેણ કોઈનું ઉથપો જીભથી. . કે વિયોગી કોઈ ભેળા ના થયા; કોઈને જો રોજ શાપો…
-
પંચેન્દ્રિય ગઝલ-ગુચ્છ(૨)-કાનથી – આહમદ મકરાણી
. (૨) . આ જગતને સાંભળી લો કાનથી; સાવ બેઠા સંચરી લો કાનથી. . શબ્દ વેરાતા રહે છે હરઘડી; અધવચાળે આંતરી લો કાનથી. . ફરફરે છે મૌન પીળું ચોતરફ- શબ્દ સઘળા વેતરી લો કાનથી. . લો, ગઝલના કાફલા ચાલ્યા કરે; રાહ એનો આંતરી લો કાનથી. . યાદ વર્ષોની પછી ભીતર મળે; ગત સમયને કોતરી લો…
-
પંચેન્દ્રિય ગઝલ-ગુચ્છ(૧)-આંખથી – આહમદ મકરાણી
. (૧) . એ ન આવ્યા, ના જગાયું આંખથી; દર્દ એવું- ના ખમાયું આંખથી. . ચીતરેલું દ્રશ્ય જાણે આ જગત; ના કદી થાતું સવાયું આંખથી. . વ્યર્થ વિરહનો હિમાલય પીગળે, એક અશ્રુ ના જમાવ્યું આંખથી. . મૌન પોતે જીભ પર આવી રમે; શબ્દફળ કેવું ખવાયું આંખથી ! . આ ચરણ તો કેટલુંયે કરગરે ! મયકદામાં…
-
Home