-
કિનારો કરું છું – સ્મિતા પારેખ
સતત કેમ એના વિચારો કરું છું ? અને એમ ભીતર પ્રહારો કરું છું. . કરું હું ખબર કેમ, એ બેખબર ને ? હવે એક હળવો ઈશારો કરું છું. . કે ભ્રમણા મળે પ્રેમની તોય ઘણું છે, પ્રણયની કથામાં વધારો કરું છું. . તને યાદ કરતાં વહ્યે જાય આંખો, અને એમ સાગર હું ખારો કરું છું.…
-
સમયના ચાર ચહેરા – રાજેન્દ્ર પટેલ
૧. સવારનો સમય * સવારનો સમય બારીમાંથી કૂદતોક આવી ચડ્યો લખવા ધારેલી કવિતાના કોરા કાગળ પર અને લખ્યા વગર જ લખાઈ ગઈ, કવિતા. * એ રાતના અંધારની પૂંઠે પડ્યો હોય એમ બિલાડીની પીઠ પર બેસી પાછળ પાછળ ઘરમાં ઘૂસ્યો ઉદાસ દર્પણ અચાનક ખીલી ઊઠ્યું. * કામવાળીના પગલે પગલે એ ફરી વળ્યો બધે બેઠકરૂમમાંથી બેડરૂમ સુધી…
-
થોડાક શબ્દો નીકળ્યા છે – મનીષ પરમાર
આંસુની ભીનાશમાં થોડાક શબ્દો નીકળ્યા છે, આ સમયના શ્વાસમાં થોડાક શબ્દો નીકળ્યા છે. . ફૂલ મારા હાથમાં ચોળાયલું આવી પડ્યું છે, તરફડી સુવાસમાં થોડાક શબ્દો નીકળ્યા છે. . દૂર શેઢે સાવ કોરી ડાયરી સમ ફરફરું, ચાસની લીલાશમાં થોડાક શબ્દો નીકળ્યા છે. . પંખીઓ ઊડી ગયાં છે ડાળ મૂકીને અગોચર, ડૂબતા અજવાસમાં થોડાક શબ્દો નીકળ્યા છે.…
-
અફવા હશે – સ્પર્શ દેસાઈ
શૂન્યતા પડઘાય છે એવી ખબર અફવા હશે; તો નસેનસમાં છવાયેલું નગર અફવા હશે. . વિશ્વ આખાનો જિગરમાં સળવળે છે વસવસો; રિક્તતાના વ્યાપથી મારું જિગર અફવા હશે. . મૌન મલકાતી બધીયે મંઝિલો પડઘાય છે; ધૂળમાં રઝળી પડી સઘળી ડગર અફવા હશે. . લાગણી ને છળ કપટના નામ પર રાવણ બન્યો; રામ કેરા રાજ્યમાં એની નજર અફવા…
-
એવું તો થાય ! – નીતિન વડગામા
. થાય, ભાઈ, એવું તો થાય ! આજે ઊગેલા આ શબ્દોનો અર્થ ક્યાંક કાલે સમજાય ! . ઊછળતા-ઘૂઘવતા દરિયાની હોડમાંય ઊતરતી સગમગતી હોડી ! મનસૂબા મોતીના હોય તોય ખોબામાં આવે છે શંખલા ને કોડી ! . આપણને મોટા દેખાડવા આપણો જ પડછાયો કેવો લંબાય ! થાય, ભાઈ, એવું તો થાય ! . માળામાં બેસીને નાનકડી…
-
પોપચાંને ચૂમી – સંદીપ ભાટીયા
. પોપચાંને ચૂમી જગાડ તું આંખો રેતાળ, એમાં મોગરાનું ફૂલ ઉગાડ તું . રાત ઓછાડની ન ઊકલેલી ગડી સવાર હુલાવે એલાર્મની ઘંટડી બંધ હોઠથી બંસરી જગાડ તું પોપચાંને ચૂમી જગાડ તું . ખાલી ફૂલદાન ખાલી આઈનો હોઉં છું સપનામાં પોતાને તૂટી જતો જોઉં છું મને જીવવાનો ચસ્કો લગાડ તું પોપચાંને ચૂમી જગાડ તું . (…
-
યાદ આવે છે – સુરેશ દલાલ
કોઈકની મને યાદ આવે છે, જળનો ઝીણો સાદ આવે છે. . દરિયા-કાંઠે ફરતો રહું મોજાં ઊછળે, શમે. સાંજને સમે તારા વિના કઈ રીતે મને ગમે ? હવા નહીં, વિષાદ આવે છે. જળનો ઝીણો સાદ આવે છે. . હલેસાં વિના એકલી હોડી કોણે મારા જળમાં છોડી ? રાતની ઘૂઘવે શાંતિ, મને કોણ ગયું તરછોડી ? ખારો…
-
છું કે નહિ ? – લાભશંકર ઠાકર
અંધકારમાં દીપ પેટાવું છું છતાં મને કેમ દેખાતો નથી ? કોણ ? હું. તું નથી ? મારે એ જ જાણવું છે કે- હું છું કે નહિ ? આ કોણે આપ્યો જવાબ ? મેં. તેં ? હા, તારા નિત્ય નકારે. તો મારો હકાર ક્યાં છે ? તે નથી. એટલે ? તું નથી. તો આ ભીતરની ભીતરમાં…
-
વિખેરાતા ટહુકાઓની વચ્ચેથી… – પ્રફુલ્લ પંડ્યા
હું તો પંખી બનીને રોજ ટહુક્યાં કરું છું; ભલે ઓછાં થઈ જાય મારા ટહુકા ! ટહુકાને કોઈ મારા સાંભળી જો લે તો, મને લાગે છે વાગ્યા મારા ડંકા ! . એક પંખી બનીને ગીત ગાવાની વાત; મારી પાસેથી છીનવાતી જાય છે ! કૈં કેટલાંયે ઝાડ ઉપર બાંધેલા માળાની, વારતાઓ પીંખાતી જાય છે ! ધીરે ધીરે…
-
આ હોવાનું તે શું છે ? – પ્રબોધ પરીખ
આ હોવાનું તે શું છે ? જોવા જેવું. ઘર વિના પણ ચારેબાજુ રહેવા જેવું. . આ જોવાનું તે શું છે ? કહેવા જેવું. ભીતરના બે ચાર સમયમાં વહેવા જેવું. . આ કહેવાનું તે શું છે ? સાંભળવા જેવું. છેક સુધીના રૂપરંગને ઝીલવા જેવું. , આ સાંભળવું તે શું છે ? હોવા જેવું. એકમેકને સથવારે જીરવવા…
-
Home