-
પોપચાંને ચૂમી – સંદીપ ભાટીયા
. પોપચાંને ચૂમી જગાડ તું આંખો રેતાળ, એમાં મોગરાનું ફૂલ ઉગાડ તું . રાત ઓછાડની ન ઊકલેલી ગડી સવાર હુલાવે એલાર્મની ઘંટડી બંધ હોઠથી બંસરી જગાડ તું પોપચાંને ચૂમી જગાડ તું . ખાલી ફૂલદાન ખાલી આઈનો હોઉં છું સપનામાં પોતાને તૂટી જતો જોઉં છું મને જીવવાનો ચસ્કો લગાડ તું પોપચાંને ચૂમી જગાડ તું . (…
-
યાદ આવે છે – સુરેશ દલાલ
કોઈકની મને યાદ આવે છે, જળનો ઝીણો સાદ આવે છે. . દરિયા-કાંઠે ફરતો રહું મોજાં ઊછળે, શમે. સાંજને સમે તારા વિના કઈ રીતે મને ગમે ? હવા નહીં, વિષાદ આવે છે. જળનો ઝીણો સાદ આવે છે. . હલેસાં વિના એકલી હોડી કોણે મારા જળમાં છોડી ? રાતની ઘૂઘવે શાંતિ, મને કોણ ગયું તરછોડી ? ખારો…
-
છું કે નહિ ? – લાભશંકર ઠાકર
અંધકારમાં દીપ પેટાવું છું છતાં મને કેમ દેખાતો નથી ? કોણ ? હું. તું નથી ? મારે એ જ જાણવું છે કે- હું છું કે નહિ ? આ કોણે આપ્યો જવાબ ? મેં. તેં ? હા, તારા નિત્ય નકારે. તો મારો હકાર ક્યાં છે ? તે નથી. એટલે ? તું નથી. તો આ ભીતરની ભીતરમાં…
-
વિખેરાતા ટહુકાઓની વચ્ચેથી… – પ્રફુલ્લ પંડ્યા
હું તો પંખી બનીને રોજ ટહુક્યાં કરું છું; ભલે ઓછાં થઈ જાય મારા ટહુકા ! ટહુકાને કોઈ મારા સાંભળી જો લે તો, મને લાગે છે વાગ્યા મારા ડંકા ! . એક પંખી બનીને ગીત ગાવાની વાત; મારી પાસેથી છીનવાતી જાય છે ! કૈં કેટલાંયે ઝાડ ઉપર બાંધેલા માળાની, વારતાઓ પીંખાતી જાય છે ! ધીરે ધીરે…
-
આ હોવાનું તે શું છે ? – પ્રબોધ પરીખ
આ હોવાનું તે શું છે ? જોવા જેવું. ઘર વિના પણ ચારેબાજુ રહેવા જેવું. . આ જોવાનું તે શું છે ? કહેવા જેવું. ભીતરના બે ચાર સમયમાં વહેવા જેવું. . આ કહેવાનું તે શું છે ? સાંભળવા જેવું. છેક સુધીના રૂપરંગને ઝીલવા જેવું. , આ સાંભળવું તે શું છે ? હોવા જેવું. એકમેકને સથવારે જીરવવા…
-
તંબૂર મારો તાર-તૂટલો – ચંદ્રકાંત શેઠ
તંબૂર મારો તાર-તૂટલો એ લઈને ક્યાં ફરું ? અંદર ઊઠી રણઝણ એને સુણાવવા શું કરું ? . કોણ ઓટલો, કોણ રોટલો મને આપવા આવે ? કોણ પાઈ જલ શીળાં મીઠાં મારી તરસ બુઝાવે ? ખાલી ખોબે કેમ કરી હું સૌના ખોળા ભરું ? . ભીતર જેવાં ફૂલ ફૂટતાં તુરત બધાં કરમાતાં; મૂળિયાં મારાં ઊંડે ઊંડે…
-
સંબંધ…. – મીરાં પટેલ
. આ સંબંધ એટલે શું ? . બે મન, હૃદયરૂપી વિચારધારા ને, ઉર્મિઓ રૂપી કિનારા ને એક કરે એવો ‘બંધ’ એટલે સંબંધ… . જેમની વચ્ચે સમાન લાગણીઓની ધારા વહે છે.. . શું, આપણે જેની જેની સાથે જે પણ સંબંધથી જોડાયેલ છીએ ત્યાં સમાન વિચારધારા ને લાગણીઓનું વહન છે ? ઘરથી શરુઆત કરી શેરી, ફળી, સોસાયટીમાં…
-
આનંદ આપે એ ક્ષણ દિવાળી… – સુરેશ દલાલ
. પ્રત્યેક પ્રજાને પોતાનું નવું વર્ષ હોય છે અને એને ઊજવવાની નવી નોખી રીત હોય છે. નાતાલમાં ક્રિસમસ ટ્રીનો મહિમા હોય છે. બાળકોને માટે સાન્તાક્લોઝ હોય છે. આપણે પરંપરાને નિભાવીએ છીએ ખરા. પણ પરંપરાના પોતને પૂર્ણપણે જાણતા નથી. દિવાળી એટલે વર્ષનો અંત અને દિવાળી પછીનો દિવસ એટલે નવા વર્ષનો આરંભ. એક રીતે જોઈએ તો દિવાળી…
-
ટાગોરનું વિજ્ઞાનવિશ્વ – ડો. સુશ્રુત પટેલ
. . .
-
વાંસળી હો કે વાંસ સળી – ગાયત્રી ભટ્ટ
. વાંસળી હો કે વાંસ સળી હો ફેર ફૂંકનો પડ્યો કોઈને વાગી ફાંસ કોઈને કેફ નાદનો ચડ્યો… . વાંસળી મતલબ વડલા પાછળ વાગ્યા કરતી ધૂન વગર વગાડ્યે વાગ્યા કરતું ગીત કહે : લે, સુન… બોલ વગરની બંદિશ ગાતાં મનને મારગ જડ્યો વાંસળી હો કે વાંસ સળી હો ફેર ફૂંકનો પડ્યો… . ખબર પડી ના કેમ…
-
Home