Home

  • માણસ – ભગવતીકુમાર શર્મા

    બાણ વગરની શૈયા પર પોઢેલો માણસ; ભીતરના જખ્મોથી રક્તનીંગળતો માણસ. . યુધિષ્ઠિર તો એને શાના મળવા આવે ? પણ ઈશ્વરનું નામ સતત ઉચ્ચરતો માણસ.  . ભીષ્મપ્રતિજ્ઞા એણે તો ક્યારેય ન લીધી; તોય અડગ નિર્ધારનું પાલન કરતો માણસ.  . દ્યુતસભામાં પાંડવ કેવળ પાંચ નહોતા; ચીર દ્રૌપદીનાં આંખે બાંધેલો માણસ.  . વિષાદ પર અર્જુનનો એકાધિકાર નહોતો; કૃષ્ણ-પ્રતીક્ષાના…

  • રમત – ( સિતાંશુ યશશ્ચંદ્ર )

    . હવે તમતમારે રમો નિરાંતે ફીલ્ડમાં, હું તો જરાક બેઠો છું, બાઉન્ડરી લાઈનની બહાર, બેન્ચ ઉપર. ના, ના, તમારી સાથે જ છું: પણ હવે જરા ત્યાં. આટલો બધો ટાઈમ ગ્રાઉન્ડમાં રમ્યો છું એટલે રમતની જે મઝા છે એ તો જાણું જ ને, પૂરેપૂરી ? તમે દિલથી રમો, દિમાગ લગાવીને, કૌવત કસીને દેહનું. તમારી એકેએક ખૂબીને…

  • સમય-ગાથા – સુધીર પટેલ

    . કશું ના હતું એ સમયમાંય સરતો સમય, ને બ્રહ્માંડમાં રોમેરોમે ફરકતો સમય !  . કદી પદ્મ સરખો પમરતો સમય ! વખત પર કળિકાળ રૂપે વીફરતો સમય !  . પહેરીને પીળાશ ધીરેથી ખરતો સમય ! કદી રૂપ કૂંપળનું લૈ પાછો ફરતો સમય !  . અગોચર ફરે જ્ઞાન ત્રિકાળનું લૈ ભીતર, પૂછે કોઈ, ઉત્તર બધા લૈ…

  • …પણ ખરો – સુરેન્દ્ર કડિયા

    ઝરણું કદી, કદી હું નદી હોઉં પણ ખરો તાજા-કલમ લખું ને પછી રોઉં પણ ખરો  . કોઈ કહો મને કે લઘુથીય લઘુ શું ? કીડીની પાદુકા મળે તો ધોઉં પણ ખરો  . મણકાની જેમ હું વીખેરી દઉં મને પ્રથમ ભેગો કરી-કરીને પછી પ્રોઉં પણ ખરો  . મુઠ્ઠીમાં ઉછેરું છું નભોમય નિબિડતા તારકનું તેજ ટીપે-ટીપે ટોઉં…

  • કહો કે એકડો ઘૂંટું ! – ભાનુપ્રસાદ પંડ્યા

    . ગણિતમાં સાવ છું કાચો – કહો કે એકડો ઘૂંટું ! પડું વે’વારમાં પાછો – કહો કે એકડો ઘૂંટું !  . જનો કાબિલ છે ભાગાકારમાં-શીખું ગુણાકારો, પડે ખોટા ગુણાકારો – કહો કે એકડો ઘૂંટું !  . પઢાવે બાદબાકીના વડીલો દાખલા અઘરા, મથું કરવા હું સરવાળો – કહો કે એકડો ઘૂંટું !  . ભણાવો દોસ્તીના પાઠો…

  • …ત્યારની વાત – લલિત ત્રિવેદી

    . ( એક હુસ્નેખયાલ )  . પ્હેલવ્હેલું એક પંખીડું ઊડેલું ત્યારની આ વાત છે… આભલું આખુંય રોમાંચિત થયેલું ત્યારની આ વાત છે…  . સૃષ્ટ પર પ્હેલી વખત એક જ થવા મળતાં’તાં ફૂલો ને પવન પાંખડી પર કિરણનું પગલું પડેલું ત્યારની આ વાત છે…  . પાણીને ખળખળ મળી…કવિતા મળી મરમરની હરએક વૃક્ષને પ્હેલવ્હેલું ગીત જંગલમાં વહેલું…

  • માણસ – મુસ્તુફા અરબાબ

  • એક સપનું – હિતેન આનંદપરા

    . એક સપનું રોજ સાંજે આંખમાં આવી ચડે છે, ને ભૂલાયેલી દિશામાં સ્મૃતિઓ ટોળે વળે છે.  . શિલ્પ કોતરવાની ઘટના તો અનુસંધાન કેવળ, સૌ પ્રથમ તો શિલ્પી એને પોતાના મનમાં ઘડે છે.  . આપણો વારો હવે આવ્યો જ સમજો એમ ધારી, બોલવા તૈયાર થઈએ એ ક્ષણે પડદો પડે છે.  . હોય વીંટી કે પછી તાવિજ…

  • જોયો નથી – પરાજિત ડાભી/તમન્ના આઝમી

    માનવીની જાતનો ઈતિહાસ મેં જોયો નથી, જિંદગી જોઈ નથી કે શ્વાસ મેં જોયો નથી.  . તું મને મંદિર કે મસ્જિદને બતાવી પૂછમાં, ત્યાં નહીં મસ્તક નમે, વિશ્વાસ મેં જોયો નથી.  . તું કહે છે રોજ ઊગે સૂર્ય તારા શ્હેરમાં, કોઈ પણ ચ્હેરા ઉપર અજવાસ મેં જોયો નથી.  . સાવ ખોટી ઓળખાણો આપશો ના શેખજી, સર્વવ્યાપી…

  • આયખામાં… – ‘વિવશ’ પરમાર

    . આંખમાં તસવીર તારી તરવરે છે આજ પણ; ભીતરે લાગેલ અગ્નિ ક્યાં ઠરે છે આજ પણ ? . ઝૂરવાનું ભાગ્યમાં મારા લખેલું છે સદા; આંખમાં ઉજાગરા હીબકા ભરે છે આજ પણ.  . પામવાની ઝંખના પણ ક્યાં સુધી લઈ ગઈ મને; શબ્દ જ્યાં એરણ પરેથી અવતરે છે આજ પણ.  . એ જ છે રસ્તા અને છે…

  • Home