Home

  • રમત – ( સિતાંશુ યશશ્ચંદ્ર )

    . હવે તમતમારે રમો નિરાંતે ફીલ્ડમાં, હું તો જરાક બેઠો છું, બાઉન્ડરી લાઈનની બહાર, બેન્ચ ઉપર. ના, ના, તમારી સાથે જ છું: પણ હવે જરા ત્યાં. આટલો બધો ટાઈમ ગ્રાઉન્ડમાં રમ્યો છું એટલે રમતની જે મઝા છે એ તો જાણું જ ને, પૂરેપૂરી ? તમે દિલથી રમો, દિમાગ લગાવીને, કૌવત કસીને દેહનું. તમારી એકેએક ખૂબીને…

  • સમય-ગાથા – સુધીર પટેલ

    . કશું ના હતું એ સમયમાંય સરતો સમય, ને બ્રહ્માંડમાં રોમેરોમે ફરકતો સમય !  . કદી પદ્મ સરખો પમરતો સમય ! વખત પર કળિકાળ રૂપે વીફરતો સમય !  . પહેરીને પીળાશ ધીરેથી ખરતો સમય ! કદી રૂપ કૂંપળનું લૈ પાછો ફરતો સમય !  . અગોચર ફરે જ્ઞાન ત્રિકાળનું લૈ ભીતર, પૂછે કોઈ, ઉત્તર બધા લૈ…

  • …પણ ખરો – સુરેન્દ્ર કડિયા

    ઝરણું કદી, કદી હું નદી હોઉં પણ ખરો તાજા-કલમ લખું ને પછી રોઉં પણ ખરો  . કોઈ કહો મને કે લઘુથીય લઘુ શું ? કીડીની પાદુકા મળે તો ધોઉં પણ ખરો  . મણકાની જેમ હું વીખેરી દઉં મને પ્રથમ ભેગો કરી-કરીને પછી પ્રોઉં પણ ખરો  . મુઠ્ઠીમાં ઉછેરું છું નભોમય નિબિડતા તારકનું તેજ ટીપે-ટીપે ટોઉં…

  • કહો કે એકડો ઘૂંટું ! – ભાનુપ્રસાદ પંડ્યા

    . ગણિતમાં સાવ છું કાચો – કહો કે એકડો ઘૂંટું ! પડું વે’વારમાં પાછો – કહો કે એકડો ઘૂંટું !  . જનો કાબિલ છે ભાગાકારમાં-શીખું ગુણાકારો, પડે ખોટા ગુણાકારો – કહો કે એકડો ઘૂંટું !  . પઢાવે બાદબાકીના વડીલો દાખલા અઘરા, મથું કરવા હું સરવાળો – કહો કે એકડો ઘૂંટું !  . ભણાવો દોસ્તીના પાઠો…

  • …ત્યારની વાત – લલિત ત્રિવેદી

    . ( એક હુસ્નેખયાલ )  . પ્હેલવ્હેલું એક પંખીડું ઊડેલું ત્યારની આ વાત છે… આભલું આખુંય રોમાંચિત થયેલું ત્યારની આ વાત છે…  . સૃષ્ટ પર પ્હેલી વખત એક જ થવા મળતાં’તાં ફૂલો ને પવન પાંખડી પર કિરણનું પગલું પડેલું ત્યારની આ વાત છે…  . પાણીને ખળખળ મળી…કવિતા મળી મરમરની હરએક વૃક્ષને પ્હેલવ્હેલું ગીત જંગલમાં વહેલું…

  • માણસ – મુસ્તુફા અરબાબ

  • એક સપનું – હિતેન આનંદપરા

    . એક સપનું રોજ સાંજે આંખમાં આવી ચડે છે, ને ભૂલાયેલી દિશામાં સ્મૃતિઓ ટોળે વળે છે.  . શિલ્પ કોતરવાની ઘટના તો અનુસંધાન કેવળ, સૌ પ્રથમ તો શિલ્પી એને પોતાના મનમાં ઘડે છે.  . આપણો વારો હવે આવ્યો જ સમજો એમ ધારી, બોલવા તૈયાર થઈએ એ ક્ષણે પડદો પડે છે.  . હોય વીંટી કે પછી તાવિજ…

  • જોયો નથી – પરાજિત ડાભી/તમન્ના આઝમી

    માનવીની જાતનો ઈતિહાસ મેં જોયો નથી, જિંદગી જોઈ નથી કે શ્વાસ મેં જોયો નથી.  . તું મને મંદિર કે મસ્જિદને બતાવી પૂછમાં, ત્યાં નહીં મસ્તક નમે, વિશ્વાસ મેં જોયો નથી.  . તું કહે છે રોજ ઊગે સૂર્ય તારા શ્હેરમાં, કોઈ પણ ચ્હેરા ઉપર અજવાસ મેં જોયો નથી.  . સાવ ખોટી ઓળખાણો આપશો ના શેખજી, સર્વવ્યાપી…

  • આયખામાં… – ‘વિવશ’ પરમાર

    . આંખમાં તસવીર તારી તરવરે છે આજ પણ; ભીતરે લાગેલ અગ્નિ ક્યાં ઠરે છે આજ પણ ? . ઝૂરવાનું ભાગ્યમાં મારા લખેલું છે સદા; આંખમાં ઉજાગરા હીબકા ભરે છે આજ પણ.  . પામવાની ઝંખના પણ ક્યાં સુધી લઈ ગઈ મને; શબ્દ જ્યાં એરણ પરેથી અવતરે છે આજ પણ.  . એ જ છે રસ્તા અને છે…

  • હું ખોવાયો છું ! – સતીશ વૈષ્ણવ

    . મેં છીંકણી રંગનું પેન્ટ અને ચોકડીવાળો બુશકોટ પહેર્યાં નથી. મને કપાળે વાગ્યાનું નિશાન નથી. મને ગુજરાતી વાંચતાં, લખતાં આવડે છે. હું વાંચતી વખતે ચશ્માં પહેરું છું. મને ડાબા હાથે કામ કરવાની આદત નથી. મારા માનવા પ્રમાણે… હું અસ્થિર મગજનો નથી. મારા માતા-પિતાની તબિયત સારી છે. મારી પત્નીએ જમવાનું છોડી દીધું નથી. મારો પુત્ર નિશાળે…

  • Home