Home

  • ચાર લઘુકાવ્યો

    (૧) એણે જ્યારે જાણ્યું કે માણસ પાસે સિંહ વાઘ દીપડા ચિત્તા અજગરની તાકાત નથી નથી બિલ્લી ઘુવડ વરુ ઝરખની ચાલ છાનીછપની એરુ ને કાનખજૂરા વીંછી મધમાખીના ડંખ પણ નથી ત્યારે એને થયું માણસ પાસે આ નથી ને તે નથી-ની વાત જો હોય સાચી તો એ કેવી સારી વાત છે બસ, ‘માણસ’ હોવું એ જ મોટી…

  • દીવો છે – નીલેશ પટેલ

    . કઠેરા પર આ માટીના કુંડામાં પણ બગીચો છે, સવારે જોઉં છું ઝાકળનો પર્ણો પર પસીનો છે.  . તમારા ઘરમાં અજવાળું વધારે હોય તો શું છે ? બધાના ઘરમાં ફાનસ ને ખૂણામાં એક દીવો છે. .  હવે વરસાદ રોકાઈ ગયો ને નીકળ્યો તડકો, મને સમજાવ આવીને હજી તું કેમ ભીનો છે ?  . સૂરજ આકાશે…

  • આશા – જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’

    મારી મમ્મી ગઈ કાલે એક માટલું લાવી; ટકોરા મારીને તપાસ્યું.  . આજે તે શ્રીફળ લાવી; ટકોરા મારીને તપાસ્યું.  . આવતી કાલે- તે મારા માટે છોકરો જોવા જવાની છે….  . ( જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’ )

  • સરી જાય રેતી – પ્રફુલ્લ નાણાવટી

    . અમારી કથા તો નદી જેમ વહેતી, સતત બે કિનારાની વચ્ચે જ રહેતી.  . સમય જો કે સંકેત આપી ગયો’તો નથી તોયે રાખી અમે સાવચેતી. . ઘડી બે ઘડીની આ તો રમત છે, પછી હાથમાંથી સરી જાય રેતી.  . અમારી કરણી ને કથની છે એક જ, જમાનો શું કરશે અમારી ફજેતી ?  . પ્રથમ રાજ…

  • ચાર ચાર ચાવીનું ઝૂમખું – ગાયત્રી ભટ્ટ

    . મારા ઝૂડામાં ચાર ચાર ચાવીનું ઝૂમખું ને ઝૂમખે વાગે રે ઝીણી ઝાંઝરી રે લોલ  . પહેલી તે ચાવીથી પાણિયારું ખૂલે ને ખૂલે કંઈ પાંપણનો ભાર માટલાને વીંછળતી હું રે વીંછળાઈ જાઉં; ધોઉં જ્યાં નિજનો આકાર નિજને ફંફોસતી હું રે ભીંજાઈ જાઉં- ને કમખે વાગે રે ઝીણી ઝાંઝરી રે લોલ  . બીજી તે ચાવીથી દેવળિયું…

  • નાનીલુ (તેલુગુકાવ્યો)- એન. ગોપી

    કેવો તપારો અનુભવાય છે આ પૃષ્ઠો પર શું શબ્દોને પણ આવ્યો હશે તાવ ? * સપનાંઓનો ક્યારેય અંત આવે છે ખરો ? માત્ર થોડીવાર માટે રહે છે મોકૂફ. * એક જ હાથ ચલાવી શકે તલવાર અને હલ્લેસું બંને પસંદગી તમારે કરવાની. * બહાર નીકળતાં વ્હેંત જ વરસાદે પીછો કર્યો ભાગ્યો તો સામે વાવાઝોડું ! *…

  • માણસ : એક મહાશાળા – જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’

    આકાશને કહો થોડું સંકુચિત બને, થોડુંક તો માણસ પાસેથી શીખે !   પવનને કહો થોડો પક્ષપાત રાખે, થોડુંક તો માણસ પાસેથી શીખે !   પંખીને કહો ચણતાં પહેલાં દાણા ચાખે, થોડુંક તો માણસ પાસેથી શીખે !   ( જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’ )

  • હું એટલે – જિગર જોષી ‘પ્રેમ’

    . હું એટલે અધૂરા પત્રો ટેબલ પર ઢોળાઈ ગયેલી ન ગમતી કોઈ ક્ષણની શાહી અગણિત રાતોના મીઠા-કડવા ઉજાગરાઓ અધૂરી સિગારેટોથી લથબથ એસ્ટ્રે અડધોઅડધ સળગાવી દીધેલી ડાયરી ટેરવાની વચ્ચે થીજી ગયેલી રાત જેવી કલમ ટેબલ પર જ્યાં ત્યાં વીખરાઈ પડેલા શબ્દો પીળાશથી ઘેરાયેલો પહાડ ખૂબ જ ગમતી ફોટો-ફ્રેમ પર પડેલી તિરાડ… અરધી રાતે આંખ વચાળે ફફડી…

  • આજે ફરી – પન્ના નાયક

    . આજે ફરી ખુશ છું કેટલે વર્ષે મારી જાળીવાળી બારી પર દૂધધોયો શરદનો ચાંદ ટંકાયો છે. આમ તો જ્યારે નજર થતી ત્યારે હાથમાં આવતું કાળુંધબ્બ અંધારું અથવા અથડાતો કોઈ તોફાની ચહેરો ક્યારેક દેખાતી બારી નીચે બેઠેલી ભૂખી બપોર તડકા નીચે પોતાને સંતાડતી. કોઈ કોઈ વાત તો શૂન્યનાં મીંડાઓ અનેક પ્રશ્નાર્થને ગળી જતાં ! પણ આજે…

  • લે વાત કર – હનીફ સાહિલ

    ખૂબ ચર્ચાયો હતો, લે વાત કર એક પડછાયો હતો, લે વાત કર . બહાર-ભીતર સૌ દિશામાં વિસ્તરી હું સમેટાયો હતો, લે વાત કર . અપરિચિત એ જ લાગે છે હવે ખૂબ સમઝાયો હતો, લે વાત કર . જલપરીની આંખના ઊંડાણમાં સૂર્ય સંતાયો હતો, લે વાત કર  . પાંગરે છે એ ગઝલ થઈને હવે શબ્દ ધરબાયો…

  • Home