Home

  • શાશ્વત સમુદ્ર – માર્જોરી પાઈઝર

    . સમુદ્રકિનારે મોજાંનાં તોફાન સામે હું બેસું છું ત્યારે મારી છાતી કૂટું છું અને મને થયેલી ઈજા માટે રડું છું અને તોયે મોજાં ઘૂઘવ્યા કરે છે. હું નહીં હોઉં ત્યારેય, મારા બધા જખમો અને શોક સમયના સમુદ્રમાં ભુલાઈ ગયા હશે ત્યારેય એ આમ જ ઘૂઘવ્યા કરતાં હશે. હું અંતિમ નિદ્રામાં સૂતી હોઈશ ત્યારે શાશ્વત મોજાં…

  • મણકા સમી જ – શ્યામ સાધુ

    . મણકા સમી જ એને વિખેરી શકાય છે, ઈચ્છાઓ જળની જેમ ઉલેચી શકાય છે !  . આવો તરસને આંખનું ઉપનામ આપીએ, મૃગજળ સમું કહે છે – સમેટી શકાય છે !  . નિર્મમપણાની ભીંત ઉપર આવું કૈં લખો, ‘આ શૂન્યતાઓ દૂર ખસેડી શકાય છે!’  . વસ્ત્રો સમા દિવસ તમે ફેંકી શકો નહીં, હા, એટલું ખરું કે…

  • નથી જોઈતાં મને હવે – ધીરુબેન પટેલ

    . નથી જોઈતાં મને હવે આ સંબંધોનાં ચોરદીવાનાં નાનાં નાનાં ગોળ ચકરડાં  . ભલી એથી વિસ્તારભરી આ અંધકારની સોડ પ્રગટે એની મેળે ઢાંકે અંગેઅંગ ઊંડે ઊંડે ઊતરી હવે શોધું એનો સંગ દેખાય જે ના ભુલાય જે ના મૌનતણી વાણી એની પૂરી હજી સમજાય ના પળપળનો સંગાથ એનો તોય કદી વિસરાય ના . શી પરવા એ…

  • કારતૂસ – અનિલ જોશી

    . અઘોર યાતનામાંથી પ્રસવતી નવજાત સ્વતંત્રતાની આંખ ખૂલી ન ખૂલી ત્યાં સમુદ્રના તરંગો ઊછળી પડ્યા. યાતનાનું તરફળવું અને બરફનું ઓગળવું એટલે ગંગા થઈ જવું. શિશિરના હૂંફાળા તડકામાં ચકરાવા લેતા કબૂતરનું પ્રતિબિંબ ગંગાનાં પાણીમાં પડ્યું ને પાણી વર્તુળાઈ ગયું સફરજનની જેમ. ને એના વર્તુળો તો છેક કાંઠે જઈને તૂટ્યાં ને એ તૂટતાં વર્તુળોમાં અમે તમારો ગુલાબી…

  • એક તાળી દેતામાં – હરીશ મીનાશ્રુ

    . એક તાળી દેતામાં ભવ વીતે હવે માણસ જીવે તો કઈ રીતે ? . સુક્કી હથેળીમાં સુક્કી તિરાડ અને સપનાંની સુક્કી આ કુંડળી આંસુનાં ટીપાંથી સાંધેલી આંખ જાણે પરપોટા ગેરવતી ભૂંગળી માણસની જેમ હવે ખખડે છે સુક્કાતું પાંદડું યે ઘરની પછીતે ! હવે માણસ જીવે તો કઈ રીતે ?  . પાણીમાં કુંડાળાં ફેલાતાં જાય એમ…

  • આધુનિક લોકગીત – સુરેશ દલાલ

    . જન્મ્યા છો તો ભલે જનમિયા : મૂગા મરજો દુનિયાદારીની છે દુનિયા : મૂગા મરજો . કાગળ કેરાં ફૂલ ફળે અહીં : મૂગા મરજો ચેકબુકના દીવા બળે અહીં : મૂગા મરજો  . કાગળ આખો, માણસ ડૂચા : મૂગા મરજો અહીં નહીં રુચિ કે ઋચા : મૂગા મરજો  . ઈંટ અને પથ્થરનો માણસ : મૂગા મરજો…

  • શાંતિનિકેતન (ચિત્રકથા-૭)

    શાંતિનિકેતન પરિસરમાં મારી નજરમાં આવેલા કેટલાક શિલ્પો અને ચિત્રો . . . . . . . . . . . . . . . . . સમાપ્ત

  • શાંતિનિકેતન (ચિત્રકથા-૬)

    . નાટ્યઘર નન્દનની સામે તથા રવીન્દ્રભવનની પશ્ચિમ દિશામાં એક મોટો હોલ છે એનું નામ છે ‘નાટ્યઘર’. હોલની અંદર મંચની બન્ને બાજુ અને ઉપરની દીવાલો પર રામકિંકર બૈજ દ્વારા બનાવેલા ચિત્રો છે. એક બાજુ નારદ છે તથા બીજી બાજુ નૃત્યની મુદ્રામાં લાલન ફકીર છે. રવીન્દ્રસપ્તાહ, વર્ષામંગલ, શરદોત્સવ વગેરે કાર્યક્રમો અહીં થાય છે. . . . .…

  • શાંતિનિકેતન (ચિત્રકથા-૫)

    . ગૌર પ્રાંગણ સિંહસદ અને પાઠભવનની વચ્ચે જે મોટું મેદાન છે તેનું નામ છે ગૌર પ્રાંગણ. શાંતિનિકેતનના પૂર્વ વિદ્યાર્થી અને અધ્યાપક ‘ગૌરગોપાલ ઘોષ’ની સ્મૃતિમાં આ પ્રાંગણનું નામ ‘ગૌર પ્રાંગણ’ રાખવામાં આવ્યું છે. નેતાજી સુભાષચંદ્રનો જન્મદિવસ, સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસના અવસર પર અહીં કાર્યક્રમો રાખવામાં આવે છે. . . . . . . વિદ્યાલય ગૃહ (પાઠભવન-જૂનું…

  • શાંતિનિકેતન (ચિત્રકથા-૪)

      . . . . આમ્રકુંજ ઉત્તરમાં મંદિર અને દક્ષિણમાં શાલવીથિની મધ્યમાં આમ્રકુંજ છે. અહીં ખૂલ્લા આકાશમાં વૃક્ષની નીચે અભ્યાસ કરવામાં આવે છે. વિશ્વવિદ્યાલયના અનેક કાર્યક્રમો અહીં થાય છે. પહેલાં અહીં રવીન્દ્રનાથનો જ ન્મોત્સવ, નોબેલ પુરસ્કાર પ્રાપ્તિનો અભિવાદન કાર્યક્રમ વગેરે કાર્યક્રમો યોજવામાં આવતા હતા.  શાંતિનિકેતનની મુલાકાતે આવનારા મહાનુભાવો પણ અહીંથી સંબોધન કરતા હતા. હજુ પણ…

  • Home