-
સુવાસ લૈ-મનીષ પરમાર
શબ્દ આવ્યા હોય તારા શ્વાસ લૈ, આ હવા તારી ફરે સુવાસ લૈ. પાંપણો ખૂલી રહી અંધારમાં, ક્યાં ગયા છો આંસુનો અજવાસ લૈ ? થોડુંક નીચે નમ્યું’તું ડાળ પર, પંખી તો ઊડી ગયું આકાશ લૈ. તોય હું મૃગજળ સુધી પહોંચ્યો નહીં- કેટલા જનમોની જૂની પ્યાસ લૈ. દાટવાને ક્યાંય મળતી ક્યાં જગા ? ક્યારનો ઊભો હતો હું…
-
શીરીં નથી-ચીનુ મોદી
શીરીં નથી ને ક્યાંય તે ફેરફાર પણ નથી, સાકી નથી, સુરા નથી, ‘ઈર્શાદ’ પણ નથી. પંખીની આંખો ખૂલી, આકાશ ના દીઠું, પાંખોને તે વાતની ફરિયાદ પણ નથી. આંસુનાં પૂર આવતાં એ નદી નથી, કોણે કહ્યું કે દેશમાં વરસાદ પણ નથી. મારા ઘરેથી તારા ઘરે આવતા લગી, નડતર હતાં કે ન હતાં, યાદ પણ નથી. હાથે…
-
પ્રશ્ન સાચો છે-એસ. એસ. રાહી
સૂરજ ઊગ્યા પછી શાને ઢળે છે ? પ્રશ્ન સાચો છે, ને શાને ચાંદને કેવળ મળે છે ? પ્રશ્ન સાચો છે. તું બારીમાં ચણાવે ભીંત તો લોકો મને પૂછે, ‘કયા હેતુથી તમને સાંકળે છે ?’ પ્રશ્ન સાચો છે. હૃદયના શંખનાદો તું નથી જો સાંભળી શકતી, તો મારું મૌન ક્યાંથી સાંભળે છે ? પ્રશ્ન સાચો છે. સરોવરની…
-
તો પછી શું કરો તમે ?-એસ. એસ. રાહી
ભીંતો જ ખળભળે તો પછી શું કરો તમે ? બારીને કળ વળે તો પછી શું કરો તમે ? અધમણ લઈને બાજરો બેઠા છો તમે પણ, ઘંટીના પડ ગળે તો પછી શું કરો તમે ? ચહેરો છુપાવવાના કરો યત્ન તમે પણ, પરદાઓ ટળવળે તો પછી શું કરો તમે ? શઢનો ને હલેસાનો ભરોસો કરો વધુ, જો…
-
અંતિમ શ્વાસ-કૃષ્ણ દવે
ઘાયલોની મુલાકાતે અતિ ઉત્સાહભેર દોડી આવેલ તેઓશ્રીને લેવાઈ રહેલા એક અંતિમ શ્વાસે કહ્યું, આપ થોડાક મોડા પધાર્યા હોત તો !! મારે અંતિમ વખત ચૂમી લેવી હતી નાની નાની હથેળીઓને, મારે છેલ્લી વખત જોઈ લેવો હતો સિંદુરના રંગમાં ઓગળી જતો એક ચહેરો, મારે છેલ્લી વખત સ્પર્શી લેવી હતી ભાંગી પડેલી એ લાકડીને, મારે મારો અંતિમ શ્વાસ…
-
તારા મનમાં આવું-ચીનુ મોદી
‘હા’ કહે તો આજ તારા મનમાં આવું, હું રજેરજની કથાઓ કહી બતાવું. ખૂબ છેટું આપણી વચ્ચે પડ્યું છે, છો ને ગાઢું ધુમ્મસ છે, એને હટાવું ? તું હવાની પાતળી છે ભીંત નક્કર, એક નાની અમથી ત્યાં બારી મુકાવું ? ચંદ્ર આવ્યો ને કિનારા ના ભીંજાયા, હું ઉછાળા મારતાં પાણી કરાવું ? આપનો ‘ઈર્શાદ’ કાયમનો ઋણી…
-
શું છે ?-એસ. એસ. રાહી
ભીંતો જ ચોતરફ હો તો આરપાર શું છે ? ખડકી પૂછે ગલીને કે બારોબાર શું છે ? અત્તરનાં ફૂલ જ્યારે ડાળી ઉપર ઝૂકે તો, પૂછે પવન તરત કે ખુશબોનો ભાર શું છે ? નફરત કરે છે તેને પજવે છે પ્રશ્ન એક જ, મજનૂની વારતામાં આ પ્યારબ્યાર શું છે ? હું પ્રેમની પછેડી વણતો રહું નિરંતર,…
-
પંખીપણું-કૃષ્ણ દવે
એક પણ વળગણ નથી ને ? એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું, સહેજ પણ સમજણ નથી ને ? એટલે તો પંખીઓની જેમ ઊડી જઈ શકું છું. એ જરૂરી છે જ નહીં કે રોજ એની એ જ ડાળી પર ફરી પાછા જવું, ને આમ મારે- કોઈ એક જ ઘર અને આંગણ નથી ને ?…
-
જેવો જ છે એવો જ-ચીનુ મોદી
જેવો જ છે, એવો જ તું દેખાય છે, હું અરીસો છું, તને સમજાય છે ? સાત ઓટે આવતી અચ્છી ગઝલ, જેના તેના હાથમાં સોંપાય છે ? તાળીઓ માંગે ભિખારી બઝ્મમાં, ‘આલજોમા-બાપ’ બહુ પડઘાય છે. હાથ લંબાવ્યો ટકોરા મારવા, આપમેળે દ્વાર ઊઘડી જાય છે. દેહમાં સંચારબંધીનો અમલ, ભીંત પર ‘ઈર્શાદજી’ ટીંગાય છે. ( ચીનુ મોદી )
-
પાછો ફર-પ્રીતમ લખલાણી
શિખર પરથી પાછળ વળીને જોયું, અંધકારની રજાઈ ઓઢીને ઘસઘસાટ ઢોલિયે પોઢેલ મારા ગામના પાદરમાં ઝાંખાપાંખા ટમટમતા દીવા વચ્ચે તાપણું કરીને બેઠેલા બે-ચાર પાળિયા સાદ પાડીને મને બરકી રહ્યાં’તાં કે, દીકરા પાછો ફર…. ( પ્રીતમ લખલાણી )
-
Home