-
ત્રણ લઘુકાવ્યો-વી. પી. સિંહ
. (૧) ગુમનામ . એક દિવસ મારું નામ મારાથી અલગ જઈને ઊભું રહ્યું દુનિયાએ પૂછ્યું ‘આ બંનેમાં તું કોણ છે ?’ મારા નામને જ સાચું બતાવી હું ખુદને નકારી ગયો ત્યારથી આ જગતમાં હું એક અપરિચિત ગુમનામ છું . . (૨) ગ્રામોફોન રેકર્ડ . કોતરી કાઢેલી અનુભૂતિઓનો ચક્રવ્યુહ છું એટલે જ પીનની અણીથી વાગું છું…
-
કહાણી – હેમાંગ જોશી
. પોતપોતાની કહાણી હોય છે, એક સરખું ક્યાંય પાણી હોય છે ? . સાવ અમથું મન ઊડાઊડ ના કરે, સ્વપ્નની ચકલી ભરાણી હોય છે. . વૃક્ષને મેં એમ કહેતાં સાંભળ્યાં મૌન સૌથી શ્રેષ્ઠ વાણી હોય છે. . મ્હેક ના પરખાય ઘરમાં ક્યાંય, પણ – આંગણામાં રાતરાણી હોય છે ! . છેતરાઈને હસે છે જાત પર,…
-
આંખોમાં દરિયો – દુર્ગેશ ઉપાધ્યાય
. મેં એક દરિયાને આંખોમાં સમાવી લીધો છે એટલે, સતત રોમાંચ અનુભવે છે મારી આંખો; પણ એમાં દરિયો છે કે તું, એ હું નક્કી નથી કરી શકતો. એ દરિયાના ફેનિલ-ફેનિલ મોજાં મને સ્પર્શે છે, અને- મારા રોમેરોમ ફૂટી નીકળે છે એ દરિયો. એ સતત ઘૂઘવે છે મારી ભીતર, પણ બહાર છવાયેલું રહે છે મૌન…! હવે…
-
જાગ્યા ત્યાંથી સવાર સમજી – નીતિન વડગામા
. ભીના ભીના ઊજવો અવસર, જાગ્યા ત્યાંથી સવાર સમજી, બાંધો ઝીણાં ઝીણાં ઝાંઝર, જાગ્યા ત્યાંથી સવાર સમજી. . રડતાં રડતાં કોલાહલની રાવ હજીયે ક્યાં લગ કરશો ? જીવનને સમજોને જંતર, જાગ્યા ત્યાંથી સવાર સમજી. . પાળ ન તૂટે એની લઈ સંભાળ જતન પણ કરતા રહેજો, શ્વાસોનું સાચવજો સરવર, જાગ્યા ત્યાંથી સવાર સમજી. . કોઈ અજાણી…
-
સંગોપી મનમાં – અવિનાશ પારેખ
. સંગોપી મનમાં મીરાંએ માધવની સુગંધ છે, મરુથલના પવન સંગ એને ક્યાં કોઈ સંબંધ છે, પાંદડીમાં પાંગરતી પ્રીત આઠે પ્હોર અકબંધ છે. . આછેરા આંજ્યાં છે આંખોમાં શ્યામના ઘેન રે, નિતનવા ફૂટ્યા છે કંઠમાં વાંસળીના વેણ રે, શ્વાસેશ્વાસે વહ્યા જે નિશદિન એ નેહ નિર્બંધ છે, પાંદડીમાં પાંગરતી પ્રીત આઠે પ્હોર અકબંધ છે. . જીરવ્યા ઝુરાપાના…
-
પ્રેમ – ઓશો
. જીવનથી એ જ મળે છે, જે તમે જીવનને આપો છો, તમે જે આપો છો, એ જ પામો છો. તમે પ્રેમ આપો અને ભૂલી જાઓ. તમે પ્રેમ આપો અને બદલામાં માંગો નહીં, તમે પ્રેમ આપો અને ધન્યવાદ આપો કે કોઈએ તમારા પ્રેમનો સ્વીકાર કર્યો ; ત્યારે તમે ધીરે-ધીરે જોશો પ્રેમ ઉપર ઊઠવા લાગ્યો ત્યારે એક…
-
પ્રેમ – ઓશો
. પ્રેમથી વધારે સરળ અને સ્વાભાવિક બીજો કોઈ અનુભવ નથી. અહંકાર તમે છોડ્યો, તો પ્રેમ જ સંભવ નથી થતો પ્રેમની સાથે-સાથે બીજી પણ અસંભવ વાતો સંભવ થઈ જાય છે. ધ્યાન સંભવ થઈ જાય છે. સ્વતંત્રતા સંભવ થઈ જાય છે. શાશ્વતતા સંભવ થઈ જાય છે. અમૃત સંભવ થઈ જાય છે. પ્રેમનું દ્વાર શું ખૂલે છે… મંદિર…
-
તમે આવો તો – મકરંદ મુસળે
. તમે આવો તો વાર્તાય માંડીયે, મ્હોરાને હળવેથી સરકાવી દઈએ ને ચહેરાનો ફોટો પાડીએ. . ભાષાની ભાગોળે શબ્દોના વાડા, ને અર્થોના છીંડા પણ છીંડાને રસ્તે જવાય નહીં, ઊર્મિઓ ઉર્ફે દરિયાના મોજા, મોજામાં મસ્તી, પણ મસ્તી કંઈ મુઠ્ઠીમાં માય નહીં. પગની ભીનાશથી પલળેલા રસ્તા પર ટહુકાનો વરઘોડો કાઢીએ. તમે આવો તો વાર્તાય માંડીયે. . મારાથી તારી…
-
પંખી અને સીમ વચ્ચેના સંવાદનું એક ગીત – યોગેશ પંડ્યા
. સખી ક્યારેક તો હોંકારો દે ! વિરહણ નારીની જેમ કેમ છો ઉદાસ તારા હૈયામાં શું છે ઈ કે ! સખી, ક્યારેક તો હોંકારો દે ! . કાળા ઉનાળાના દિવસો તો ચાર દી’ એમાં મૂંઝાવાનું હોય ના, એવો ગોરંભાશે ધીંગો અષાઢ, સુખી- આપણાં જેવું તો હશે કોઈ ના . રમઝટ બોલાવશે રાસે રમાડશે છમ્મલીલા કરી…
-
સાવ સુક્કા શહેરમાં – દત્તાત્રય ભટ્ટ
. ભીનાશ લઈને નીકળ્યો છું સાવ સુક્કા શહેરમાં, લીલાશ લઈને નીકળ્યો છું સાવ સુક્કા શહેરમાં. . આબોહવા સંબંધની જ્યાં તંગ કાયમ હોય છે, ઢીલાશ લઈને નીકળ્યો છું સાવ સુક્કા શહેરમાં. . જ્યાં ધર્મ જેવા ધર્મ નામે રોજ ઘર્ષણ થાય છે, ચીકાશ લઈને નીકળ્યો છું સાવ સુક્કા શહેરમાં. . અંધાર જ્યાં વરસે સતત ત્યાં આગિયાની હામથી,…
-
Home