-
બે લઘુકાવ્યો
. (૧) પ્રેમનું પિંજરું . હું એક આશ્ચર્યચકિત પ્રેમના પીંજરામાં કેદી. . મારા દરવાજાની પાસે તું. જાણે સોનેરી હરીભરી ભૂમિ. . હું પ્રેમના પીંજરામાં કેદી… . ( હીરેન ભટ્ટાચાર્ય, અનુ. સુશી દલાલ ) મૂળ કૃતિ : બંગાળી . . (૨) જ્યારે હતા ધાન મારા શબ્દો ત્યારે હું હતો ધરતી; જ્યારે ક્રોધ હતા મારા શબ્દો ત્યારે…
-
આઠ લઘુકાવ્યો
. (૧) જળપરીની વાર્તાઓ અટવાઈ ગઈ નદીઓનાં મહાપૂરમાં એકલવાયું બાળક ઊભું છે ઝાડના ઠૂંઠાને વળગીને. . ( જયા મહેતા ) . (૨) નિંદાથી જીભ મોચવાઈ જતી હોય અને કાન કરમાઈ જતા હોય એવી અવસ્થા જો ઈશ્વરે કરી હોત તો જગત વિશેષ જીવવા લાયક હોત. ( સુરેશ દલાલ ) (૩) મારી ટચલી આંગળી તરણુંય…
-
સંવાદી ગઝલ – ગણપત પટેલ ‘સૌમ્ય’
. એમણે પૂછ્યું : ‘થયો શું લાભ મુજ સહવાસથી ?’ મેં કહ્યું : ‘જાણી શકો પ્રસરેલી આ સુવાસથી.’ . ‘રાહ જોશો ક્યાં લગી’ જ્યાં એમણે પૂછ્યું મને ‘જ્યાં લગી ધબકાર ચાલે’ હું વદ્યો વિશ્વાસથી. . એ કહે : સંબંધ છે આ આપણો કેવો ? કહે’ ‘આના જેવો’ મેં કહ્યું લઈ ઓસબિંદુ ઘાસથી. . એ પૂછે…
-
જોગણ બની બની જાવું રે… – પંખીબાઈ
. ગુરુ ગોવિંદ ગુણ ગાવું રે, મારે જોગણ બની બની જાવું રે મારે સામે કિનારે જાવું, મારે જોગણ બની બની જાવું રે. …મારે . નાભિ-કમળથી ચક્કર જાવું બ્રહ્મમેં ધૂન મચાવું; બંકનાળ ત્રવેણી તરી જાવું, સુક્ષમણામાં સેજ બિછાવું …મારે . સૂન શિખરમેં સુરતા સાધુ, અલખ પુરુષ જગાવું; ઓહંગ સોહંમ શ્વાસા ત્યાગી શૂન્યમાં તે સમાવું. …મારે .…
-
સખીરી – ઈસુભાઈ ગઢવી
. લ્યે, બોલ્ય સખીરી… જીવતર એટલે…? હળવું-મળવું, બળવું-ઝળવું, છૂટા-પડવું, ને હારજીતના કૂંડાળામાં, રમત રમ્યાની સંતાકૂકડી. કે બીજું કાંઈ…! . લ્યે, બોલ્ય સખીરી… જીવતર એટલે…? લીલીસૂકી લાગણીયું ને પાર વગરની પીડાઓ ને, સાચા ખોટા સંબંધોની અમથી અમથી ધમાચકડી. કે બીજું કાંઈ…! . લ્યે, બોલ્ય સખીરી… જીવતર એટલે…? તારી મારી આંગળિયુમાં દશ-દશ હારે શમણાના આંકડિયા ભીડી, ફરવી…
-
મારે કશું કહેવું નથી – તુરાબ હમદમ
. રોજની અફવા વિશે મારે કશું કહેવું નથી, કોઈ પણ ઘટના વિશે મારે કશું કહેવું નથી. . હોય જો દ્રષ્ટિ રજે રજમાં ખુદા દેખાય છે, નામ સરનામા વિશે મારે કશું કહેવું નથી. . કોણ જાણે ક્યાં પૂરો થાતો હશે કોને ખબર, કોઈ પણ રસ્તા વિશે મારે કશું કહેવું નથી. . પોત મારું ક્યાં સુધી પ્રગટી…
-
એક આંખમાં – સુલતાન લોખંડવાલા
. એક આંખમાં આવ્યું સપનું એક આંખમાં આંસુ, કયું બારણું ખોલું હું તો કયું બારણું વાસું. . લમણે હાથ ધરીને બેઠાં નદીયું, નાળાં, ઝરણાં, ક્યારે એની ઊરે ઊભરે ભાવભીનું ચોમાસું ? . નથી માગતો સૂરજ પૂરો માગું એક જ દીવો, મારા મનના અંધારાનું બદલું થોડું પાસું. . આંગળીઓને લાગ્યો કેવો ‘સમય જતા’નો લકવો, નામ તમારું…
-
નથી તો નથી – એસ. એસ. રાહી
. નથી ક્યાંય ઝરમર નથી તો નથી મને એ મયસ્સર નથી તો નથી . ફક્ત કાંકરાની પ્રવર્તે છે આણ ભરેલું સરોવર નથી તો નથી . હવે તીર-તલવાર હેઠા મૂકો અહીં ઘાટ ખૈબર નથી તો નથી . ખબર છે કે મ્હેકે છે તું માત્ર તું બગીચામાં અત્તર નથી તો નથી . બધો પ્રેમ-ધિક્કાર આપ્યો તને…
-
રામ રસાયન – નીતિન વડગામા
. રામ રસાયન સાચું, અવર બધુંયે ઓસડ અમને સાવ લાગતું કાચું. . હાડ અને હૈયાની સાચી એ જ નાડી પારખતા, નિદાનરૂપે જીવતરની પાટીમાં કશુંક લખતા, . એ અક્ષરને અવાવરુ આંખોથી હું તો વાંચુ ! રામ રસાયન સાચું. . થીજી ગયેલું લોહી આખરે એમ જ વહેતું થાતું, મુરઝાયેલા મનનું પંખી જીવતું થઈ હરખાતું. . જંગલને શું…
-
એવું બને ? – પન્ના નાયક
. પર્સમાંથી ચાવી કાઢી બારણું અનલોક કરી ઘરમાં પ્રવેશવાની સહજ પ્રક્રિયા… કદાચ એક દિવસ ભરઉજાસમાંય એવું બને કે એ જ ચાવી હોય એ જ તાળું હોય એ જ બારણું હોય તોય નકુચામાં ચાવી ન ફરે ને બારણું ન ખૂલે…? . ( પન્ના નાયક )
-
Home