Home

  • લઘુકાવ્યો, હાઈકુ, તાન્કા, મુક્તક…

    . (૧) પંખી  . મેં એક દિવસ એક પંખીને પૂછ્યું: ‘તને માણસ થવું ગમે ?’ તો પંખી કાંઈ ન બોલ્યું ને ઊડી ગયું આકાશમાં ! . ( મધુકાન્ત જોષી )  . (૨)  . અછત અને પ્રાપ્તિ . પહેલાં હતું કે શું ખાવું ? આજે થતું કે ખાવું શું !  . ( જગન્નાથ રાજગુરુ )  .…

  • મારે તો જોઈએ – ચંદ્રકાંત શેઠ

    . મારે નથી જોઈતું સ્વર્ગ નથી જોઈતું મુક્તિફળ; મારે તો જોઈએ કેવળ પાણી, મારા તરસ્યા ગામની પરબ ચાલતી રહે માટે.  . મારે નથી જોઈતા નવનિધિ; મારે નથી જોઈતાં અષ્ટસિદ્ધિફળ; મારે તો જોઈએ કેવળ ધાન, મારા ભૂખ્યા ગામની ઘંટી ચાલતી રહે માટે.  . મારે નથી જોઈતી ગાડી, ને નથી જોઈતી લાડી; મારે તો જોઈએ બસ માડી.…

  • હશે ખરો કોઈ – લાભશંકર ઠાકર

    . અંદરનું અંદર આવેલું, અંદરની બાજુનું મારું આંતરિક કદાચ પગથિયાં વગરનું છે. કદી હું એમાં જઈ શક્યો નથી. કોઈ સદી એવી નથી કે મેં ટકોરા ન માર્યા હોય. મને લાગે છે કે અંદર કોઈ હોય તો તે સાંભળતો નથી. એને હાથ હશે ? પગ હશે ? એને નહિ થતું હોય મન બહાર આવીને મને મળવાનું.…

  • ક્ષીણ ભલે હોય – અન્ના આખ્માતોવા

    . ક્ષીણ ભલે હોય મારો સ્વર પણ નિર્બળ નથી મારો નિર્ધાર  . મારા માટે હોય એ સ્નેહ વગર વધુ સરળ  . અલૌકિક છે આકાશ વહે છે પર્વતીય પવન અને મારા વિચારો છે પવિત્ર  . મારી રાત્રીની રખેવાળ અનિદ્રા વિહરે અન્યત્ર હું ન સેવું બુઝાયેલા તાપણાં સામે અને ટાવરની ઘડિયાળનો અણિયાણો કાંટો જણાતો નથી મૃત્યુના તીર…

  • પહોંચ્યા ન ફરિશ્તાઓ – ભગવતીકુમાર શર્મા

    . પહોંચ્યા ન ફરિશ્તાઓ, પયમ્બર નહીં પહોંચે, માણસની આ ઔલાદને ઈશ્વર નહીં પહોંચે !  . તારા સુધી કાગળ અને પત્તર નહીં પહોંચે, આંગળીઓ બરફ થૈ ગઈ, અક્ષર નહીં પહોંચે.  . બપ્પોર ઢળી સાંજ, કવેળાનું અંધારું; ભૂલું પડ્યું બાળક તે ફરી ઘર નહીં પહોંચે.  . બસ, આટલો ઈન્સાફ હું માગું છું જગતમાં: નિર્દોષના માથા સુધી પથ્થર…

  • ભળવું હતું – માધવ રામાનુજ

    . શ્વાસમાં થોડી વાર અમારે ભળવું હતું એક તમારા ધબકારને મળવું હતું…  . મૂંગી મૂંગી કેટલી રાતો પાંપણમાં ટમટમતી રહી, આંખથી ઓલ્યા ભવની ઓળખ ટીપે ટીપે ઝમતી રહી; આજની એક જ પળનું જીવન રળવું હતું ! શ્વાસમાં થોડી વાર અમારે ભળવું હતું…  . રણની તરસ ક્ષણમાં ભળી ઝાંઝવા જેવું વીંધતે રહી, એક બે ટૂંકી યાદની…

  • પક્ષી ઉદાસ છે – જગતાર જીત

    . પક્ષી ઉદાસ છે એની નાની એને કહ્યા કરતી હતી, “અહીંથી એક છલાંગ દૂર વૃક્ષ છે ડાળીઓથી જોડાયેલી ડાળીઓ છે આપણે પેઢીઓથી અહીંની જમીનને હાથના પંજાથી ઉથલાવી-પુથલાવીને શોધતાં રહ્યાં અન્ન વૃક્ષ પણ આપતાં રહ્યાં છાંયો, અન્ન અને આશરો આપણે મળીને ખૂબ તોફાન મસ્તી કરતાં ગીત ગાતાં જ્યાં જગા મળે ત્યાં બેસી જતાં એ જ જગાને…

  • વિરાટ પર્વ – ધીરુ મોદી

  • ચલણને કહી દો – તુરાબ ‘હમદમ’

    . નહિ કાંઈ ચાલે ચલણને કહી દો, ગમે તેવા જક્કી વલણને કહી દો.  . બહુ તેજ રફતાર છે જિંદગીની, હવે પગ ઉપાડે ચરણને કહી દો.  . કવિતા ગમે ત્યારે પ્રગટી શકે છે, ગુલાબી આ વાતાવરણને કહી દો.  . બહુ પારદર્શક છે દ્રષ્ટિ અમારી, ભરખી જશે આવરણને કહી દો.  . વધી છે બહુ ભીડ વૃદ્ધાશ્રમોની, ચિંતા…

  • સકળને અતિક્રમે – અશરફ ડબાવાલા

    . એવા ઘણા છે જેઓ સકળને અતિક્રમે, છે કોઈ એવા જે સ્વયંના છળને અતિક્રમે.  . કાગળ છું મને બીજ તું અક્ષરનું આપજે; દે વૃક્ષતાય એવી કે ફળને અતિક્રમે.  . જેને પલાળવા સતત દરિયો મથી રહ્યો; એ માછલીનું મન તો જળને અતિક્રમે.  . જોકે સપાટી પર તું રમે છે રમત બધી; પાસું તું ફેંકજે કે જે…

  • Home