-
પક્ષી ઉદાસ છે – જગતાર જીત
. પક્ષી ઉદાસ છે એની નાની એને કહ્યા કરતી હતી, “અહીંથી એક છલાંગ દૂર વૃક્ષ છે ડાળીઓથી જોડાયેલી ડાળીઓ છે આપણે પેઢીઓથી અહીંની જમીનને હાથના પંજાથી ઉથલાવી-પુથલાવીને શોધતાં રહ્યાં અન્ન વૃક્ષ પણ આપતાં રહ્યાં છાંયો, અન્ન અને આશરો આપણે મળીને ખૂબ તોફાન મસ્તી કરતાં ગીત ગાતાં જ્યાં જગા મળે ત્યાં બેસી જતાં એ જ જગાને…
-
વિરાટ પર્વ – ધીરુ મોદી
-
ચલણને કહી દો – તુરાબ ‘હમદમ’
. નહિ કાંઈ ચાલે ચલણને કહી દો, ગમે તેવા જક્કી વલણને કહી દો. . બહુ તેજ રફતાર છે જિંદગીની, હવે પગ ઉપાડે ચરણને કહી દો. . કવિતા ગમે ત્યારે પ્રગટી શકે છે, ગુલાબી આ વાતાવરણને કહી દો. . બહુ પારદર્શક છે દ્રષ્ટિ અમારી, ભરખી જશે આવરણને કહી દો. . વધી છે બહુ ભીડ વૃદ્ધાશ્રમોની, ચિંતા…
-
સકળને અતિક્રમે – અશરફ ડબાવાલા
. એવા ઘણા છે જેઓ સકળને અતિક્રમે, છે કોઈ એવા જે સ્વયંના છળને અતિક્રમે. . કાગળ છું મને બીજ તું અક્ષરનું આપજે; દે વૃક્ષતાય એવી કે ફળને અતિક્રમે. . જેને પલાળવા સતત દરિયો મથી રહ્યો; એ માછલીનું મન તો જળને અતિક્રમે. . જોકે સપાટી પર તું રમે છે રમત બધી; પાસું તું ફેંકજે કે જે…
-
વાજિંત્ર છે – એસ. એસ. રાહી
. વાજિંત્ર છે, એ મારા હૃદયની પખાજ છે, આ પ્રેમ એવું દર્દ છે જે લાઈલાજ છે. . શું ચાંદનીને યાદ આવ્યો હું પરોઢિયે, વ્હેલી સવારે દ્વાર પર શેનો અવાજ છે. . એમાં તો વ્યક્ત છે મારા તરફનો પ્રેમ, તારી દીધેલી શાલ એ તારો મિજાજ છે. . પરવરદિગારે એના ઉપર સહી કરી દીધી, મારી ગઝલ એ…
-
ઝળહળ થઈએ – તુરાબ ‘હમદમ’
. ઝાંખુ ઝાંખુ ઝળહળ થઈએ, સાચી ખોટી અટકળ થઈએ. . ચોરી ચૂપકીથી પણ વાંચે, કોઈ સુગંધી કાગળ થઈએ. . સ્પર્શ કોઈનો દસ્તક દેશે, દરવાજો યા સાંકળ થઈએ. . મોતી સમજી દોડશે કોઈ, ફૂલની ઉપર ઝાકળ થઈએ. . છેક સમીપે પહોંચી શકીએ, એમની આંખનું કાજળ થઈએ. . યાદ કવિતા આવશે કોઈ, શબ્દોરૂપે અંજળ થઈએ. . અડધા…
-
એવું ઓછું બને છે ? – સુરેશ દલાલ
. કાન્તના પ્રેમની વિભાવના કલાપીનો પ્રણય-ત્રિકોણ રોમિયો અને જુલિયેટ કે ઑથેલો અને ડેસ્ડેમોના -આ બધાંના પ્રેમની નિષ્ફળતાની વાત જેમને કરવી હોય તે કર્યા કરે પણ પ્રેમીઓની આંખનાં પતંગિયાં એને કારણે નથી ઊડતાં એવું ઓછું બને છે ? . દેવદાસ, પારુ અને ચંદ્રમુખીની વાતથી કદાચ થોડીકવાર હતાશ થઈ જવાય પણ આવું બધું સાંભળી કોઈ પ્રેમ કરવાનું…
-
તને મોડેથી સમજાશે – જિગર જોષી ‘પ્રેમ’
. સમી સાંજે, ઝૂકી આંખે, બગીચે બાંકડે બેસી અને એકાંત પી જાવું… તને મોડેથી સમજાશે, સમયસર ચાલવા જાવું, ઉદાસી ઢાંકવા જાવું અને ટોળે ભળી જાવું… તને મોડેથી સમજાશે. . અજાણી આ સફર વચ્ચે, અરીસાના નગર વચ્ચે, ન ગમતી સૌ નજર વચ્ચે અને આઠે પ્રહર વચ્ચે, મળીને જાતને સામે, જરા અમથું હસી લઈને, ખુદીને છેતરી જાવું……
-
ચાલ્યો – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
. કોઈ પોતામાં ઊતર્યો ઊંડે, કોઈ આ દેહ બહાર થૈ ચાલ્યો, કોઈ બિંદુ બની ગયો ભીતર, કોઈ અઢળક અપાર થૈ ચાલ્યો. . કોઈમાં શબ્દ બ્રહ્મ થૈ ખૂલ્યો, કોઈ શબ્દોની પાર થૈ ચાલ્યો, સાવ ખાલી થઈ ગયો કોઈ, ને કોઈ બેસૂમાર થૈ ચાલ્યો. . કોઈ આનંદમય થયો હરપળ ને કોઈ અશ્રુધાર થૈ ચાલ્યો, કોઈ બેઠો બધુંય…
-
વાર લાગે છે – નીતિન વડગામા
. અગમનો અર્થ સમજાતાં ઘણીયે વાર લાગે છે. પરમનું પોત પરખાતાં ઘણીયે વાર લાગે છે. . નરી આંખે બધાયે અક્ષરો ના ઊકલે બંધુ વણલખી વાત વંચાતા ઘણીયે વાર લાગે છે. . અચાનક આંગણામાં સાત રંગો સામટા આવે છતાં નખશિખ રંગાતા ઘણીયે વાર લાગે છે. . તિરાડો પાડશે તરત જ તમારાં વેણની ઠોકર, પછી સંબંધ સંધાતાં…
-
Home