Home

  • અનાહતા-ઉર્વશી પંડ્યા

    અંધારી અજવાળી ક્ષણો ભીતર સહસા છાતી ફાડી તરી આવતું વિસ્મૃત નગર, ગોરાળુ જમીનના થર છેદી ફૂટી નીકળતાં બીજાંકુરો જૂનાં-નવાં રૂપ એકાકાર. પ્રલયપૂરમાં લીન થતી સૃષ્ટિ. મારી ત્વચા, માંસ-મજ્જા, શિરા-ધમની, રુધિર રસબસ અંધારી-અજવાળી ક્ષણો ભીતર. ગોરજ ટાણું, ધૂંધળી સાંજ દિશાઓથી સૂસવતા પોકાર પોકાર જળ, અગન, માટી આભ ને વાયરાના ગંધ, સ્પર્શ, સ્વાદ, શ્વાસ ને રવના અંધાર…

  • અવકાશમાં-હર્ષદ ચંદારાણા

    ઊગી હતી એક વાર અવકાશમાં, ના આથમી એ સવાર, અવકાશમાં. વાતાવરણ રંગ-ઢંગ બદલે ભલે, ના તેજ, ના અંધકાર, અવકાશમાં. વાદ્યો બધાં મૂક, મૂક વાચા કરી, મનના બચાવ્યા વિચાર અવકાશમાં. છે ખાલીખમ પણ વિશાળ સૌથી વધુ, સાથે કરીએ વિહાર અવકાશમાં. અંજળ હશે તો મળીશું, કોઈ ખૂણે, પાંખો ફરીથી પસાર અવકાશમાં. અસ્તિત્વનો સૂનકાર બ્રહ્માંડમાં- તો ક્યાં ગયો…

  • ફાગણને વાયરે-ઈશ્વરચંદ્ર ભટ્ટ

    ફાગણને વાયરે છકેલું કે મન મારું ઘેલું ઘેલું, સોણાના સાગરિયે શેલું કે મન મારું ઘેલું ઘેલું. પહેલી અજાણ કોઈ કુંપળ પે હેતથી અંતરની હેલ હું રેલું કે…. શિશિરને વાયરે થીજેલી વૈખરીને રૂમઝુમતી સૂરમાં હું મેલું કે… વાસંતી લ્હેરખીમાં મનના મુકુલ ખીલે સુરભિના છંદમાં છકેલું કે…. સદુરે એકાંત કોઈ અજાણી ભોમમાં તરવરિયા તાલમાં ચગેલું કે… મન…

  • ન આવે-ગૌરાંગ ઠાકર

    માગું છું દુઆ કોઈથી વિખવાદ ન આવે, સંવાદ વગર કોઈ બીજો સાદ ન આવે. દુર્ભાગ્ય બીજું હોય શું એનાથી વધારે ? સંગાથમાં તું હોય ને વરસાદ ન આવે. એવું જો અહીં થાય તો ચિંતાનો વિષય છે, બે જણને પ્રણયમાં કદી ફરિયાદ ન આવે. વરદાન હવે એક મને એવું મળે બસ, આબાદ કે બરબાદ છું એ…

  • છાયો ગુલાલ-ઈશ્વરચંદ્ર ભટ્ટ

    એના અંતરમાં છાયો ગુલાલ લાલ, સપનાંની ભોમકાની લ્હેકે મદમાતી ચાલ- પીળાં કદંબ કરે, કેશુડાં કાન પરે, ચંપા દેહ પરે, વાસંતી ફાગ ઢળે; આતમનો રાગ ઝરે હોઠે પ્રવાલ લાલ- અળતે સુહાય કાય, મેંદીએ પાય સજે, કાજળને નેણ ધરી તિલકે સુહાગ ભજે; પળભરા તો કહાન તારાં નેણાં બનશે નિહાલ- વેણુના સૂર મહીં ઈરખા ઉન્માદ શમે, લોલ અને…

  • बोलो कब प्रतिकार करोगे-प्रसून जोशी

    बोलो कब प्रतिकार करोगे पूछ रहा अस्तित्व तुम्हारा कब तक ऐसे वार सहोगे बोलो कब प्रतिकार करोगे अग्नि वृद्व होती जाती है यौवन निर्झर छूट रहा है प्रत्यंचा भर्रायी सी है धनुष तुम्हारा टूट रहा है कब तुम सच स्वीकार करोगे बोलो कब प्रतिकार करोगे कंपन है वीणा के स्वर में याचक सारे छन्द हो…

  • તું હૃદયે વસનારી-સુન્દરમ

    તું હૃદયે વસનારી તું હૃદયે વસનારી, ઘટ ઘટ ભીતર નરતનહારી..તું હૃદયે… તું અંતરના તાર પરસતી અંગુલિ કો રઢિયાળી, તું તિમિરોનાં ધણ વાળી લૈ કરત સદા રખવાળી..તું હૃદયે… તું માનસ અમ મુકુલિત કરતી ઉજ્જવલ કો દ્યુતિ અરુણા, તું જીવનના વ્રણ પર વરસત કોઈ અમીમય કરુણા..તું હૃદયે… તું જીવનની જન્મ-ક્ષણોની ધાત્રી પ્રાણ-પ્રદીપા, તું કદમે કદમે પ્રજ્વલતી અગ્નિજ્યોત…

  • वे भी होती हैं कविताएँ-पूर्णिमा वर्मन

    वे भी होती हैं कविताएँ जो कहीं छपती नहीं जिन्हें कोई नहीं पढ़ता मोरपंख के साथ सोती हुई नोटबुक में कभी कभी झाँकती हैं पन्ने खुलने पर घुल जाती हैं मन की संवेदनाओं में गहरे वे जीने की वजह बनती हैं संतोष के छप्पर रखते हुए हौले वे रचनाकार को मिट्टी होने से बचाती हैं…

  • નક્કી કરો ફકીર-શૈલેષ ટેવાણી

    આ ગામમાં રહેવાનું છે નક્કી કરો ફકીર, સૂમસામમાં સૂવાનું છે નક્કી કરો ફકીર. જય જયના ઘોષ વચ્ચે એ ક્યાંય પણ જડે નૈં, શું એ હુકમનું પાનું છે ? નક્કી કરો ફકીર. તમામ ઉમ્ર શોધમાં વ્યતિત કરી અને, અહીંથી પરત જવાનું છે ? નક્કી કરો ફકીર. કઈ વાતથી નારાજ છો, કઈ વાતનો છે ડંખ, શું મનને…

  • યાદ છે ?-તેજસ દવે

    પાંપણ પર ઝૂલતા’તા શમણાં એ શમણાંનો હું પણ એક ભાગ હતો યાદ છે ? યાદ છે એ સાંજ ? તું બોલ્યા વિના જ મને તગતગતી આંખથી વઢેલી ! એ ઘટના તો ત્યાં જ હજી બર્ફ જેમ થીજીને ઈભી છે સાંજ ને અઢેલી આથમતા સૂરજના કેસરી એ રંગોમાં ઓગળતા આપણે એ યાદ છે ? પાંપણ પર…

  • Home