-
તમે ઘેર નથી – મણિલાલ હ. પટેલ
વાડ પર બેસીને દૈયડ ગાય છે વાડના કાંટાઓ એનાથી સુંવાળા થાય છે ને તમે ઘેર નથી… . બારીમાંથી મધુમાલતીની વેલ અંદર આવે છે ભીંતો ઓરડાઓ મહેક મહેક થાય છે ને તમે ઘેર નથી… . ચાંદની આવીને પથારીમાં બેસે છે, પછી- સૂનમૂન પંખી પણ કલરવતું થાય છે ને તમે ઘેર નથી… . કેટલા દિવસો પછી એક…
-
તું – ગુણવંત શાહ
શ્વાસ-ઉચ્છવાસની વણથંભી આ વણઝાર ચક્કર ચક્કર ફરતી આ દુનિયાને મેલી પડતી ક્યાંક દૂર ચાલી નીકળીએ ઓ પાર ! ક્યાં સુધી ખમતાં રહીશું કોમળ પાંદડીઓના આ પ્રહાર ને ક્યાં સુધી વહ્યા કરીશું જનમોજનમના સંયોગ-વિયોગનો આ મિથ્યા ભાર ! ભૂંસાઈ ગયેલાં પગલાંને સૂંઘીસૂંઘીને રિસાઈ ગયેલાં ડૂસકાંનો સંગાથ – આખરે આપણે પહોંચવું છે ક્યાં ! ચક્કર ચક્કર ફરતાં…
-
The Lost Scraps Of Love – Nipun Ranjan
મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું? . ચેતન ભગતની નવલકથાઓ યુવા વર્ગમાં લોકપ્રિય થઈ પછી એવા બીજા પણ ઘણાં નવા લેખકો મળ્યા જેઓ IIT કે Engineeringના વિદ્યાર્થી હોય. જેમાં તુષાર રાહેજા અને નિપુણ રંજનનું નામ લઈ શકાય. નિપુણ રંજનની પહેલી નવલકથા “The Lost Scraps Of Love” ૨૦૧૦માં આવી. નવલકથા શરૂ કરતાં પહેલા લેખક વાચકને ત્રણ…
-
વાદળ બનીને વરસો – કૈલાસ અંતાણી
કોરીધાકોર મારી આંખોમાં ધોધમાર વાદળ બનીને તમે વરસો રોમરોમ વાંસળીનો સૂર બની જાય તેમ હળવે રહીને તમે પરસો. . વરસોથી માંડેલી મીટ જેમ જીવતરના એક એક બિંદુને તાકું રસ્તાઓ દૂર દૂર લંબાતા થાય અને ઘરમાં બેઠેલી હું થાકું રસ્તાની ધૂળ પણ વાદળ થઈ જાય તમે પાંપણને પલકારે ઢળશો ? રોમરોમ વાંસળીનો સૂર બની જાય એમ…
-
મન – શ્યામલ મુનશી
ચારે બાજુ ભટકે મન તો ચારે બાજુ ભટકે થોડું દોડે થોડું ચાલે, થોડું છોડે થોડું ઝાલે ને અધવચ્ચે અટકે – ચારે બાજુ . મનનો એવો સ્વભાવ, એને ડંખે અભાવ; એનો અખૂટ ખાલીપો, કાયમ ઝંખે પ્રભાવ; અધકચરો આધાર મળે તો આખેઆખું લટકે – ચારે બાજુ . મન તો આખો દિવસ, માલિક માટે દોડે; મુક્તિ એને મળી…
-
कौन करे – साहिर लुधियानवी
सुरमई रात के सितारे है आज दोनों जहां हमारे है सुबह का ईंतजार कौन करे ! . फिर यह रुत यह समां मिले न मिले आरजू का चमन खिले न खिले वक्त का एतबार कौन करे ! . ले भी लो हम को अपनी बाहों में रुह बेचैन है निगाहों में ईलतिजा बार बार कौन…
-
શું કહું તને – સુરેશ ઝવેરી
પ્રેમમાં શું શું થયું શું કહું તને, બહુ વખત આવું થયું શું કહું તને. . હું ઈશારો તને કરતો હતો, કામ પરબારું થયું શું કહું તને. . કોઈને ક્યાં ઝેરનું કરવું હતું, પારખું મારું થયું શું કહું તને. . ચાંદને જોવું હતું તારી તરફ, કેમ અજવાળું થયું શું કહું તને. . જીદ તેં મારા થવાની…
-
અહમ – એષા દાદાવાળા
એક દિવસ મેં તને ફોન કર્યો, ’તું નહીં હોય તો હું જીવી નહીં શકું એમ ?’ એ પછી-ઘણી વાર તારા સુધી પહોંચવા મથતી લાગણીઓના ધમપછાડાને મારો અહમ જાળવે લે છે. આપણે સાથે જીવેલી પળો આંખ સામેથી પસાર થાય અને હું સ્તબ્ધ થઈ જાઉં છું હજી પણ ! ઘણી વાર સવારે ઊઠીને અરીસા સામે ઊભી રહું…
-
છીપલાનું ગીત – સૌમ્ય જોશી
હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત. દરિયાને ઠીક હવે સૂરજનું સ્મિત ને ખારવાનું ગીત, મારે સૂકા બે હોઠ ને આ સૂકો અખાત. હું તો દરિયાને ચાહવાનું સમણું જોતેલી એક નાનકડી છીપલાની જાત. . સઢ વગર અડીખમ ઊભેલા કોડ મારા દરિયાની રેતીમાં લાંગરે, ભરતી ને ઓટ મહીં ડૂબતી ને ઊગતી ઈચ્છાઓ મારામાં…
-
પાણીને – ખલીલ ધનતેજવી
વાયરો જ્યાં અડે છે પાણીને, કેવી મસ્તી ચડે છે પાણીને. . રોજ ફૂટે છે કૈંક પરપોટા, ક્યાં કશો ઘા પડે છે પાણીને. . આમ નહિતર વમળ ન હોય કદી, પાણી પોતે નડે છે પાણીને. . ગર્મ રેતીમાં શોષવાઈ જતાં, ક્યાં તરસ આભડે છે પાણીને. . જાતમાં ભૂસ્કો મારવા માટે, ધોધ થાવું પડે છે પાણીને. .…
-
Home