Home

  • આંખ બીડી – સૌમ્ય જોશી

    આંખ બીડી હાથ બે ભેગા કરી; એક ઈચ્છા આવવાને કરગરી. . બહાર નીકળીને પ્રવાહી થા હવે, ઘટ્ટ ઘન આંસુની તીણી કાંકરી. . ખ્વાબમાં પણ રિક્તતાઓ છે હવે, ઓ હકીકત કઈ રીતે તું સંચરી. . ચોતરફ રખડ્યો ને ક્યાંયે ના મળી, એક પણ છાંટા વગરની એક છરી. . આઠદસ મહોરાંઓ પહેયાઁ કેમ તેં ? એ ભલા…

  • કૃષ્ણ બધુંય જાણે છે – મુકેશ જોષી

    નયન આમ ન થાવ અધીરાં કૃષ્ણ બધુંય જાણે છે, હ્રદય વાગતું કે મંજીરા કૃષ્ણ બધુંય જાણે છે. . આરસના મ્હેલોમાં રાણો સ્વયં થતો ખંડેર હશે, ઠેઠ સુધી ના સમજાયું કે કોણે પીધું ઝેર હશે. હસી પડીને બોલ્યાં મીરાં કૃષ્ણ બધુંય જાણે છે. . પાંચ પાંચ દીવાઓ તોય અંધારું રોકાયું નહીં, મનમાં પડતાં ચીરા કોઈ ચંદન…

  • તમારી આંખમાં – હિતેન આનંદપરા

    તમારી આંખમાં અમને કદી સન્માન તો મળશે, નથી જે કોઈ પાસે એક એવું સ્થાન તો મળશે. . ગઝલ છે એક બેચેની નિરીક્ષણથી નિરૂપણ લગ, આ શાહી માર્ગ પર ઝળહળ થતું મધ્યાહ્ન તો મળશે. . ઉદાસી ભીંત પર પથરાઈને આદત બની ગઈ છે, ગઝલના રૂપમાં એનું અનુસંધાન તો મળશે. . થીજેલા બર્ફના પહાડો જુએ છે રાહ…

  • મિતવા – સંદીપ ભાટિયા

    મિતવા લખવા તો ખત લખવા હ્રદયથી મોટી બહી ન કોઈ ઢાઈ અક્ષર પઢવા . બળવું તો બિરહામાં ભીંજાવું તો અખિંયન જળમાં સમજાઈ જવું શિશુને તો મુંઝાવું પરમ અકળમાં . મિતવા સ્વાદ પછી સૌ કડવા થાળી થઈ પીરસાયા હો ને ચાખે નહીં સજનવા . કહેવું તો મોઘમમાં ને ગાવું તો પાગલપણમાં રહેવું તો મસ્તીમાં ને જાવું…

  • રસ્તો – કૈલાસ અંતાણી

    સતત ચાલ્યા કરું છું હું અને લંબાય છે રસ્તો, ખબર પડતી નથી આ ક્યાં મને લઈ જાય છે રસ્તો. . વિસામો જોઈ થોભું જ્યાં ઘડીભર થાક ખાવા હું, ચડું ઝોલે અને ત્યાં આંખમાં ડોકાય છે રસ્તો. . ચડે આંધી અને ડમરી ઊઠે વેરાન મારગમાં, છતાં ચાલ્યા કરો તો સાથમાં થઈ જાય છે રસ્તો. . સરી…

  • થાતો જાઉં છું – વેણીભાઈ પુરોહિત

    આશકોની આહની અંગૂર ખાતો જાઉં છું, પ્યારમાં ને પ્યારમાં મન્સૂર થાતો જાઉં છું. . એ હથેળીમાં હિનાની મુશ્કરાહટ લાલ-લાલ ! મનનો હું મજબૂત પણ મજબૂર થાતો જાઉં છું. . આફતોના આફતાબી દોરમાં દાઝી મરું, લૂ ઝરે છે તો ય હું લેલૂર થાતો જાઉં છું. . તું નથી કહેતી કે, ‘મારા પ્યારનું તું ગીત ગા-‘ તેથી…

  • સમય કહેશે – હિમાંશુ પ્રેમ

    સફરમાં કોણ કોના પર મૂકે પ્રત્યય ? સમય કહેશે ને મળશે ક્યાં સુધી, ને કેટલા વ્યત્યય ? સમય કહેશે . તમે મદમસ્ત થઈને હાંકતા રહેશો જીવન નૈયા સમય વિણ કોઈ અહીંયા છે નહીં અક્ષય, સમય કહેશે . વિચારોમાં ગરકવાનો કરે છે ડોળ અહીં લોકો ખરેખર કોણ અહીંયા કેટલું તન્મય, સમય કહેશે . સમસ્યાનું નિવારણ ભીતરે…

  • जिस्म की जुस्तजू – निदा फाजली

    सुनो तुम ! ये मेरा तुम्हारा जो रिश्ता है ईक रास्ता है मैं तुमसे गुजर कर ही तुम तक पहुँचने की रफ्तार हूँ मेरा आगाज तुम मेरा अंजाम तुम तुम्हें देखकर मैं तुम्हें सोचता हूँ तुम्हें पा के ही मैं तुम्हें खोजता हूँ तुम अपने बदन के समंदर में सदीयों से पोशीदा ईक ख्वाब हो…

  • શ્વાસ છોડ્યા – મુકેશ જોષી

    શ્વાસ છોડ્યા જિંદગી ચોમેર ચર્ચાતી થઈ હું ‘બહુ સારો હતો’ એ વાત કહેવાતી થઈ . કોઈએ પૂછ્યું ઉનાળો કેમ છે એના વિના ત્યારથી ગુલમ્હોરની આંખો બહુ રાતી થઈ . એય મારા પ્રેમમાં છે વાત આ પાકી થઈ એમની અંગત સખી મારી ગઝલ ગાતી થઈ . રામ જેવો છું મને સુખદ પ્રતીતિ થાય છે છોકરી મારા…

  • ફાનસ – કિશોર શાહ

    એક સાંજે ઘરે પાછા ફરતાં સ્ટેશનની ફૂટપાથ પર નજર ઠરી . એક ફેરિયાએ ફાનસમાં દીવો સળગાવી પાથર્યો હતો તે વેચતો હતો કાચનું ફાનસ જ્યોતનું રક્ષણ કરવા માટે. ફાનસ વેચાતું ત્યારે દીવો બીજા ફાનસમાં પોતાની જગ્યા શોધી લેતો અને ફાનસ અંધારું ભરી કશેક આઘે નીકળી જતું ત્યાં અચાનક પુલની નીચે શોરબકોર વધ્યો નમીને નીચે જોયું તો…

  • Home