Home

  • સમય કહેશે – હિમાંશુ પ્રેમ

    સફરમાં કોણ કોના પર મૂકે પ્રત્યય ? સમય કહેશે ને મળશે ક્યાં સુધી, ને કેટલા વ્યત્યય ? સમય કહેશે . તમે મદમસ્ત થઈને હાંકતા રહેશો જીવન નૈયા સમય વિણ કોઈ અહીંયા છે નહીં અક્ષય, સમય કહેશે . વિચારોમાં ગરકવાનો કરે છે ડોળ અહીં લોકો ખરેખર કોણ અહીંયા કેટલું તન્મય, સમય કહેશે . સમસ્યાનું નિવારણ ભીતરે…

  • जिस्म की जुस्तजू – निदा फाजली

    सुनो तुम ! ये मेरा तुम्हारा जो रिश्ता है ईक रास्ता है मैं तुमसे गुजर कर ही तुम तक पहुँचने की रफ्तार हूँ मेरा आगाज तुम मेरा अंजाम तुम तुम्हें देखकर मैं तुम्हें सोचता हूँ तुम्हें पा के ही मैं तुम्हें खोजता हूँ तुम अपने बदन के समंदर में सदीयों से पोशीदा ईक ख्वाब हो…

  • શ્વાસ છોડ્યા – મુકેશ જોષી

    શ્વાસ છોડ્યા જિંદગી ચોમેર ચર્ચાતી થઈ હું ‘બહુ સારો હતો’ એ વાત કહેવાતી થઈ . કોઈએ પૂછ્યું ઉનાળો કેમ છે એના વિના ત્યારથી ગુલમ્હોરની આંખો બહુ રાતી થઈ . એય મારા પ્રેમમાં છે વાત આ પાકી થઈ એમની અંગત સખી મારી ગઝલ ગાતી થઈ . રામ જેવો છું મને સુખદ પ્રતીતિ થાય છે છોકરી મારા…

  • ફાનસ – કિશોર શાહ

    એક સાંજે ઘરે પાછા ફરતાં સ્ટેશનની ફૂટપાથ પર નજર ઠરી . એક ફેરિયાએ ફાનસમાં દીવો સળગાવી પાથર્યો હતો તે વેચતો હતો કાચનું ફાનસ જ્યોતનું રક્ષણ કરવા માટે. ફાનસ વેચાતું ત્યારે દીવો બીજા ફાનસમાં પોતાની જગ્યા શોધી લેતો અને ફાનસ અંધારું ભરી કશેક આઘે નીકળી જતું ત્યાં અચાનક પુલની નીચે શોરબકોર વધ્યો નમીને નીચે જોયું તો…

  • વિજોગણ – ડો. ગુણવંત શાહ

    બાવળના કાંટાને છાંયડે હું બેઠી ને તોય મને લાગે છે ગુલછડીની લૂ; વાલમનો સંદેશો લઈને પારેવડું ઘૂઘવે છે ક્યારનું ઘેલું ઘેલું ! . બળતા બપ્પોરનો તડકો ચીરે છે એક તરસી તળાવડીનાં જંપેલાં નીર; આડે પડખે પોઢ્યાં શમણાંને પજવે છે કોની આ વાતનો વહેતો સમીર. ક્યારની આ દેહમાંથી નીસરી હું બહાર હવે તારે ઓશીકે અઢેલું !…

  • વાલમને ઠપકો – શિવજી રૂખડા

    આટલી વાલમ લગાડી વાર કાં ? હર વખત કાઢી સમયની ધાર કાં ? . મેં તમારા પર ભરોસો કેટલો કીધો હતો, એ દિલાસા પર સતત મેં શ્વાસ પણ લીધો હતો. . હર એક આ પળનો સતાવે ભાર કાં ? આટલી વાલમ લગાડી વાર કાં ? . હું જણસ તારી હતો તેં એટલે તોળ્યો મને, આ…

  • એક તારી યાદ – તુરાબ ‘હમદમ’

    એક તારી યાદનું ઝળહળ થવું કેટલી ઈચ્છાઓનું સળવળ થવું . રાત આખી રાત બસ રડતી હશે આંસુઓનું આમ આ ઝાકળ થવું . કેદ થઈ જાવું પડે કોઈ આંખમાં સાવ કંઈ સહેલું નથી કાજળ થવું . જળ વિશેની શક્યતા ખોટી ઠરી કાં પછી મુજ આંખનું મૃગજળ થવું . પ્રેરણાનાં પૂર જો આવી ચડે હું કલમ ને…

  • ટ્વિન્કલ ટ્વિન્કલ – વિપિન પરીખ

    નાની સરખી મનીષા ઘરે આવી હતી. મેં બાળગીતની એક રેકર્ડ મૂકી. ’પાલઘર આવ્યું, નાળિયેર પાણી…’ એની મમ્મી કહે, ’મનીષાને સંગીતનો બહુ શોખ પણ આ ગુજરાતી શબ્દો એ સમજી નહીં શકે.’ અમે મનીષાને કહે ’બેટા, Uncleને તારી પેલી Poem સંભળાવ તો ! Twinkle Twinkle Little Star… મનીષા લહેકા સાથે ગાઈ સંભળાવે છે. મને એક આકાશ દેખાય…

  • હોય છે – શ્યામલ મુનશી

    એટલું ઊંઘી જવાતું હોય છે કે બધું ભૂલી જવાતું હોય છે. . દોર જો લીસ્સી થયેલી હોય તો, ગાંઠથી ખૂલી જવાતું હોય છે. . બાળપણની યાદ આવી જાય ને, ડાળ  પર ઝૂલી જવાતું હોય છે. . ઘાત જળની જેમ ફળતી હોય છે, આંખમાં ડૂબી જવાતું હોય છે. . એક વેળા આઈનામાં જોઈને, એકદમ તૂટી જવાતું…

  • હું ધાર્યા કરું – પ્રણવ પંડ્યા

    આ વખત તો જીતશું ચોપાટ, હું ધાર્યા કરું, સોગઠાં ઊંધા પડે ને એમ હું હાર્યા કરું. . છે ખબર મારા મહીંથી કંઈ વરસવાનું નથી, જેઠના વરસાદ શો નાહક હું અંધાર્યા કરું. . આ તરફ સઘળા સંબંધો પ્રશ્ન થઈ ઊભા રહે, આ તરફ હું માત્ર મારું મૌન વિસ્તાર્યા કરું. . એક લાવારસ સળગતો પાંસળી પાછળ સતત,…

  • Home