-
માધવની યાદમાં
માધવની યાદમાં સુંવાળું મોરપિચ્છ માધવ થઈને રોજ મલકે પીંછાના રંગ બધા પીગળે ને બુંદ બુંદ આસવ થઈને રોજ છલકે. . શ્વાસ મહીં ઘૂંટાયા મોરલીના સૂર હવે કેમ કરી એને તરછોડવા, આંખમાં સમાયું રે આખું આકાશ હવે કેમ કરી તારલિયા તોડવા; એવું તરછોડવું ને એવું રે તોડવું કેમ રોજ પાંપણની પલકે. . વનરા તે વન વિના…
-
તારી વરણાગી વાંસળી
વાંકાબોલી આ તારી વરણાગી વાંસળી લાગે છે એવી અળખામણી ! . છાવરું છું એમ છતી થાય છે ઓ છેલ મારા અંતરની છાનેરી લાગણી ! સૂરની તે સુંવાળી કેડીએ વ્હાલમાં મ્હાલવાની મોજ મને આવે ઘેરો ઘાલીને ઊભી લોકોની આંખ મને તાકી તાકીને અકળાવે આઘુંપાછું તે કાંઈ જોયા વિના બધા આપે શી વાતની વધામણી ? વાંકાબોલી આ…
-
રાધાનું નામ
-
હરિ હવે
હરિ હવે પ્રગટ થાય તો ભયો ભયો રુદિયેથી શબ્દ નીસરે ‘જયો જયો !’ . અલપઝલપ તોયે ઝળહળની ઝાંખી હવે હાજરાહજૂર, નહિ અટકળની ઝાંખી પંખુડીઓમાં પણ પુદગળની ઝાંખી સમ્મુખ સુંદર, નહિ પોકળની ઝાંખી . હરિ હવે નિકટ થાય તો થયો થયો હરિ હવે પ્રગટ થાય તો ભયો ભયો . આ પળ મળતામાં તૂટે જુગના ઘેરા એક…
-
ગુલઝારના લઘુકાવ્યો
હાર્ટ બાય પાસ . એ હોસ્પિટલમાં બધું જ છે નિષ્ણાત ડોક્ટરો પણ છે શ્વાસો મશીન દ્વારા ચાલ્યા કરે છે બોટલોથી રક્ત મળ્યા કરે છે આંખો બદલવા માટે ચક્ષુબેંક છે ! હે ઈશ્વર ! હું હાર્ટ બાય પાસ કરાવી રહ્યો છું બધા ડોક્ટર છે પોતાનું કામ જાણે છે બધા એવી ખાસ આવશ્યકતા નથી તારી પણ તું…
-
બે વિનાશક જાતકકથા-હિમાંશુ પટેલ
(૧) એક વખત એક શહેર હતું, જાગ્યું તો લોથલ નામે ઓળખાયું. પછી ખોતરી ખોતરી શહેર ફરી શોધાયું, એ પણ લોથલ જેવું જ દેખાયું. આપણને પણ વેઈટર જેવી જ ટેવ છે- ધોઈ ધોઈ એક જ કપમાં કોફી ભર્યા કરીએ છીએ. . (૨) દરેક ભાષામાં, એક વખત શબ્દો રહેતા હતા, દરેક શબ્દ અમે ભાષા જાણીએ છીએ એવો…
-
એક વર્તુળે ફર્યા કરે
સમગ્ર જીવસૃષ્ટિ એક વર્તુળે ફર્યા કરે કે બી મહીંથી વૃક્ષ થાય, વૃક્ષમાંથી બી ઝરે . તું બુદ્ધિ છે, તું ચિત્ત મહીં વિચાર થઈ હરે-ફરે ! તું સામ-દામ-દંડ-ભેદમાં રહીને વિસ્તરે ! . ન નીંદ છે, ન જાગૃતિ, ન સ્વપ્ન, છે ન કલ્પના સ્વયં થઈને બ્રહ્મ, સાધુ સાધનામાં જઈ સરે . તું શિલ્પ છે, તું શિલ્પી છે,…
-
જીવું છું હું
સીધી સાદી સમજણ વચ્ચે જીવું છું હું જીવતરના એક વળગણ વચ્ચે જીવું છું હું . રોજ હું મારી જાતને એમાં જોતો રહું છું એક મજાના દર્પણ વચ્ચે જીવું છું હું . મેલો-ઘેલો એટલે હું લાગું છું શાયદ આપના પગની રજકણ વચ્ચે જીવું છું હું . ઉબડખાબડ રસ્તા વચ્ચે ચાલે ગાડું ડગલે-પગલે અડચણ વચ્ચે જીવું છું…
-
પિંડથી બ્રહ્માંડ
યદ્ધના પડઘમ વિચારો રક્તમાં ઘેરાય છે બાણની પ્રત્યંચા પર પ્રશ્નાર્થ લાગી જાય છે. . तेन त्यक्तेन भुंज्जीथा: નો મંત્ર સાચો પાડવા આપમેળે પાંદડીઓ નેસ્તનાબૂદ થાય છે. . સત્ય કેવળ એ જ છે કે હું બધાથી ભિન્ન છું, ને સમત્વથી બધીયે શક્યતા પડઘાય છે. . માંસ, મજ્જા, પ્રાણ, વાયુ, અગ્નિ ને ભૂમિ બધું કો તિલસ્મી તીરથી…
-
દીવો થયો નહીં
ફેલાઈ ગઈ’તી રાત, પણ દીવો થયો નહીં; મેં આદરી’તી વાત, પણ દીવો થયો નહીં. . નભ-માંડવેથી કોઈ સમેટી રહ્યું હતું તારાઓની બિછાત, પણ દીવો થયો નહીં. . વેળા થઈ’તી મંગળા દેવારતીની લ્યો ! મ્હોર્યુંતું પારિજાત, પણ દીવો થયો નહીં. . અજવાળું વાટ જોતું હતું ઘરની આડશે; ધાર્યું કરી શકાત, પણ દીવો થયો નહીં. . મનમાં…
-
Home