Home

  • બેઠા છો

    નથી ઝગતી કદી એવી કલમ પકડીને બેઠા છો અને દીવાસળી આખો વખત પકડીને બેઠા છો. . સરસ ગીતો, અછાંદાસ જેવા માણસ ઝંખે છે તમને; તમે તમને જ ગમતી એક ગઝલ પકડીને બેઠા છો. . હથેળીમાં પવન સાથે રમો છો એમ છો લાગે; હકીકતમાં વિવશ થઈને સ્મરણ પકડીને બેઠા છો. . યશસ્વી હો કે યાચક હો…

  • ખાલીપો

    ધ્યાન દઈને સાંભળ મનવા, ખાલીપાએ સાદ કર્યો છે તું ચાલે તો, જઈએ મળવા, ખાલીપાએ સાદ કર્યો છે. . કંઈક અધૂરી કંઈક અધીરી, કંઈક અદીઠી ઘટના સાથે ભીતર દ્વારો લાગ્યાં ખૂલવા, ખાલીપાએ સાદ કર્યો છે. . તળિયે બેઠો સન્નાટો પણ, હાલક ડોલક થાવા લાગ્યો મૌન કશું લાગ્યું ગણગણવા, ખાલીપાએ સાદ કર્યો છે. . લાખ મુખોટા ભેદી…

  • નબળી ક્ષણોમાં

    નબળી ક્ષણોમાં વધુમાં વધુ શું કરી શકાય ? બહુ બહુ તો આંખો પટપટાવી શકાય; અથવા કોઈ ગહન વિચારમાં જાત ડૂબી ગઈ હોય તેવી મુખમુદ્રા ધારણ કરી શકાય; અથવા કોઈ પ્લેટફોર્મના બાંકડે બેઠાં બેઠાં માઈક પરથી થતી કોઈ Announcement સાંભળી શકાય. એ પણ ખરું; નબળી ક્ષણોમાં થોડીક નબળાઈ છોડી શકાય ! -ક્યારેક કોઈક હાઈ-વે પર બેસીને;…

  • કર્મણ્યેવાધિકારસ્તે….

    કશુંક ખોટું કરી નાખ્યાની ગિલ્ટી કોમ્પલેક્ષ સાથે જીવન નામની નદી તરી ગયા પછી કાંઠે પહોંચીને યાદ આવે કે સ્વિમિંગ કોશ્ચ્યુમ તો પેલે કિનારે જ રહી ગઈ…!!! . જયંત દેસાઈ

  • સંતનો શબ્દ

    સંતનો શબ્દ શું કર્ણ-પડદે પડ્યો, ઊઘડ્યાં સામટાં બંધ બારાં. ફોડીને પહાડ-શી છાતીમાંથી ફૂટ્યાં નીર પાતાળનાં મિષ્ટ-ખારાં. . ઘમઘમે ઘૂઘરા ગુરુ તણા ભાંખરે, આંખ સામે ઊભા દેવ દત્તાત્રય ! નાથ ત્રિલોકનો, ચૌદ બ્રહ્માંડનો આંગણે આપણા ઝંખતો આશ્રય. . પ્રાણ તો બંસરી; ગાત્ર ગોકુળ બન્યાં, મ્હોરી ઊઠ્યાં મને કૈંક વૃંદાવન. હું રહ્યો નહીં; તું નહીં ‘તે’ રહ્યો-…

  • એ તો એવું જ હોય

    એ તો એવું જ હોય ઘર વળી કેવું હોય ખુરશી પર નાખેલ નેપકિન દોરી પર કપડાં પગમાં જરા ધૂળનો સ્પર્શ ટેબલ પરનો ગ્લાસ આમતેમ અસ્ત્વ્યસ્ત એ તો બધું એમ જ હોય ઘર વળી કેવું હોય ? . બેંકનો કાગળ કુરિયર જાહેરાતનાં ચોપાનિયાં ફોન વીજળીનાં બીલો કરિયાણાનું લિસ્ટ થોડાંક પુસ્તકો લગ્નની કંકોત્રી ભૂલથી આવી પડેલી પડોશીની…

  • વણપુછાયેલા પ્રશ્નનો જવાબ

    ક્યારેક કોઈક વરસને વચલે દહાડે એ મારે ત્યાં આવે અને અદબ જાળવીને મને શબ્દોથી કશું પૂછે નહીં પણ એની આંખના પ્રશ્નને ઉકેલતા મને વાર નથી લાગતી. પ્રમાણમાં વિશાળ ઘરમાં હું સાવ એકલી કઈ રીતે રહી શકું છું એવો પ્રશ્ન પૂછ્યા વિના પુછાય છે. જે પ્રશ્ન પૂછ્યા વિના પુછાયો હોય એનો ઉત્તર હું એમને આપતી નથી…

  • ફરતી કાંટાળી વાડ કરે

    ફરતી કાંટાળી વાડ કરે, સગપણ આવાં પણ લાડ કરે. . બાળક જેવું આ સૂનું મન, સાંઠકડી રોપી ઝાડ કરે. . ક્યારેક નરી આ એકલતા, ટોળાં જેવી રંજાડ કરે. . તું ફૂલ હશે ભૂલી જઉં છું, ઝરણાં વ્હેતાં તો પહાડ કરે. . મિસ્કીન ઊંચાઈ માપ નહીં, શું બાવળ કે શું તાડ કરે. . ( રાજેશ વ્યાસ…

  • વણથંભી વાંસળી

    વણથંભી વાંસળી વગાડ ના અંતરના ઓરતાને અધરાતે છેડીને ગોકુળિયું ગામ તું જગાડ ના. . અષાઢી વાદળીની જેમ દન આખાનો થાક લઈ ઘેરાતી આંખો, વરસાદી કીડીની જેમ અહીં નીંદરને ઓચિંતી ફૂટે છે પાંખો; સમણાંના ખેતરમાં લીલા વાવેતરને ફાલ્યા વિના તું બગાડ ના. . ટેરવેથી ફૂટેલી વેદનાની મીઠપ લઈ ડાળે ઝૂલે છે રાતરાણી, શીતલ સમીર છતાં માદક…

  • સહેજ વાંસળી વાગે

    સહેજ વાંસળી વાગે ને આ દોડે રાધા ને પેલી રુકિમણી હિંડોળે જઈ ઝુલે ઝૂલા પર ઝૂલનારી જાણે નહીં કે આવી ઘેલછામાં હૈયું કેમ ખૂલે ! મહેલ મહીં મા’લવામાં માધવ તો દૂર અહીં વેદનામાં ઊઘડે અવતાર ખીલતી કળીને જઈ પૂછો કે કેમ કરી ફોરમના રણઝણતા તાર એના ઝાંઝરમાં વૈભવનો કણસે સૂનકાર હું તો વૈકુંઠ વેચું છું…

  • Home