-
ભયની સૂચિ
દરેક વખત ડરતાં રહેવા કરતાં તો સારું છે એક વાર ડરનું પોતાનું લિસ્ટ બનાવી લે જાણી લે એમના વિશે અને પછી ડરવું એક-એકથી . ડર આવે સૌથી પહેલાં એ બારણેથી જે ખુલ્લું હતું એ કહેતાં- અમે તમને ભય-મુક્ત કરીશું કોને કહીએ એ વખતે અને હમણાં પણ કોને કહીએ સૌથી વધારે એમનાથી જ ડરીએ છીએ. .…
-
કોને ખબર ?
એક પરપોટો પુન: પાણી થશે, કોને ખબર ? આપણી પૃથ્વી ય ધૂળ ધાણી થશે, કોને ખબર ? . જાત ઓળખતાં જ અણજાણી થશે, કોને ખબર ? શાહીના સ્પર્શે સહજ શાણી થશે, કોને ખબર ? . ઊડતા પંખીની પરછાંઈ જે પકડે જાળમાં પારધી એ સતનો સહેલાણી થશે, કોને ખબર ? . આવી પહોંચી છે કોઈ ગંગા…
-
મારું જીવન તમે લઈ લો
[audio:https://heenaparekh.com/wp-content/uploads/2010/09/03-Track-3.mp3|titles=03 – Track 3] . મારું જીવન તમે લઈ લો, અને એને હે પ્રભુ, તમને સમર્પિત થવા દો. . મારા આ હાથ તમે લઈ લો, અને એમને તમારા પ્રેમના આવેગથી ગતિમાન બનવા દો. . મારી ક્ષણો અને મારા દિવસો તમે લઈ લો અને એને અવિરામ સ્તુતિમાં વહેવા દો. . મારા આ પગ તમે લઈ લો…
-
ચાડિયો
ખેતરમાં માણસ આકારનો ચાડિયો જ શા માટે . કોઈ શિકારી બાજ અથવા હિંસુ પશુની પ્રતિકૃતિ મૂકી શકાય . પણ માણસને ખબર છે કે આમ કરવાથી પંખીઓ ડરતાં નથી . તેઓ બાજની પાંખ નીચે બિલ્લીના પેટ ઉપર કે સિંહના મોંની બખોલમાં માળા બાંધશે દાણા ખાશે અને ખવરાવશે . માણસ અને ચાડિયા વચ્ચેનો ભેદ પંખીઓ પારખી શકતાં…
-
વણજારા
ઉતાર પોઠ, સાંઢણી ઝુકાવ, વણજારા ! હવે તો બસ કે આ છેલ્લો પડાવ, વણજારા ! . કયા પડાવનો પીડે અભાવ, વણજારા ! હજી છે કેટલાં બાકી તળાવ, વણજારા ! . કયા તે વણજારાને કરવી રાવ, વણજારા ! દીધો તેં વણજારા જેવો જ ઘાવ, વણજારા ! . ગયાં ક્યાં તાંસળીભર્યા અમલ અને કેસર ? બન્યો શું…
-
લાગે છે મને
મારી જ શ્રદ્ધાનો હવે એ જાદુ લાગે છે મને કે લીમડો કડવો હવે આ સ્વાદુ લાગે છે મને . જો ભીતરે ઊતરી જતું ગત જન્મ જેવું આ નગર કોઈ ગઝલના શેર જેવું દાદુ લાગે છે મને . તારાં સ્મરણનાં ડાકુ મનના ડુંગરા ઘમરોળતા- ને આંસુના અસવાર પ્રસંગો કાદુ લાગે છે મને . આ શ્વાસ મારા…
-
અજમાવી ગયા
કૈં અજબ તરસીને તરસાવી ગયા, આપણે ફાવટ વગર ફાવી ગયા. . કોણ ભીતર ભાવનું ભૂખ્યું હતું, જે મળ્યું એ સર્વ અપનાવી ગયા. . એક પણ પાનું ન વાંચ્યું કોઈ દી, ગ્રંથ સઘળા એ જ સમજાવી ગયા. . જિંદગીભર સાથ મન ઝંખ્યા કરે, હાથ છેલ્લે એમ લંબાવી ગયા. . સાવ તરસી આંખમાં એનાં સ્મરણ, આજ પણ…
-
ઝળઝળિયાંએ ઘેરી લીધા
શૂન-ચોકડી રમતાં રમતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા વળ ચઢાવી વાતો કરતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા . ૯-૧૫ની ટ્રેન પકડતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા બાજી હારી પાછા ફરતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા . દર્પણના નગરોમાં ફરતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા ખુદની સામે ખુલ્લાં પડતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા . ભીડ વચાડે રસ્તો કરતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા ખોવાયેલો ચહેરો જડતાં; ઝળઝળિયાંએ ઘેરી લીધા…
-
સ્કેચ
મળી… ફ્રોકમાં. ખુશ થઈ. રિબિન બંધાવી- લખોટી ટીંચી- દોડ્યાં, ગબડ્યાં- આળોટ્યાં રેતીમાં… પાંચીકા ઉછાળ્યા.. ધબ્બાં, ચૂંટીઓ… ને કીટ્ટા !! પછી થોડાં ગંભીર- પ્લાઝામાં- બ્લેક કોફી ને ફ્રેંચ ટોસ્ટ, નક્કી કર્યું પપ્પાને મળી લેવાનું ડેઈટનું, હનીનું !!! ચિમ્પુ-મીનીનું… !..!!… બેતાળાંની ફ્રેઈમનું- પછી બોખાં થવાનું- નદીના કિનારેની બેંચનું- ચૂંચી આંખે હાથમાં હાથનું ને ગળચટ્ટી મિઠાઈવાળા શ્રાદ્ધનું- બસ,…
-
યમુનાના તીરે, છલકાતાં નીરે
યમુનાના તીરે, છલકાતાં નીરે; ભીના સમીરે ક્યાંક વાગે, મોરલીના વેણ ક્યાંક વાગે; મારાં સૂતાં સંભારણાં જાગે, યમુનાને તીરે ક્યાંક વાગે મોરલીના વેણ ક્યાંક વાગે. . ઊભા છે ઘાટ શ્યામ સૂરની સમાધિમાં નીર શ્યામ નયણે નિહાળી, યમુનાનાં વ્હેણ સંગ તાલ રે મોલાવી ડોલે ડોલે કદમ્બની ડાળી; મઘમઘતા સૂર મહીં મ્હેકે કસ્તૂરી મન મૃગલો વૃંદાવનમાં ભાગે…. .…
-
Home