-
? City
વડોદરાને “સંસ્કારનગરી” કહેવામાં આવે છે તો વળી સુરતને “નર્મદનગરી”. એક સાહિત્યિક કાર્યક્રમમાં વલસાડને “ઉશનસનગરી” તરીકે ઓળખાવવામાં આવી હતી. આ નામ પણ ખોટું નથી. ઉશનસ જેવા મોટા ગજાના કવિ નોકરી અર્થે વલસાડ આવ્યા અને પછી અહીં જ વસી ગયા. એનું ગૌરવ વલસાડને છે જ. પરંતુ વલસાડ માટે કોઈ નામ પ્રયોજવાનું કહે તો હું “Mango City” કહેવાનું…
-
બે માળાનું પંખી-ભાગ ૨
બે માળાનું પંખી-ભાગ ૨ એક દિવસ દિનેશની ઓફિસના માણસોએ ઉજાણી ગોઠવી હતી. બન્યું એવું કે તે જ દિવસે પંખીની વર્ષગાંઠ હતી. દિનેશે ઘણાં દિવસ પહેલાં જયાને કહી મૂકેલું કે ઓફિસની ઉજાણીમાં બધા પોતપોતાનાં છોકરાંને લાવવાના છે. પંખી તથા રમેશને હું પણ લઈ જઈશ. આ તરફ પંખીને આઈસ્ક્રીમ બહુ જ ભાવે એમ વિચારી નરેશે વર્ષગાંઠ ખાતે…
-
બે માળાનું પંખી
વિનોદિની નીલકંઠની આ વાર્તા મને બાળપણથી બહુ પ્રિય રહી છે. પંખી જેવું જ્યારે કોઈ મળી જાય ત્યારે અમે તેને “બે માળાનું પંખી” કહીએ છીએ. સાહિત્ય લહરી ભાગ ત્રીજો-આ પુસ્તકમાંથી આ વાર્તા અહીં મૂકી રહી છું. વાર્તા થોડી લાંબી હોવાથી બે ભાગમાં પોસ્ટ કરીશ. આશા રાખું છું કે આપ સૌને પણ પંખી ગમશે. બે માળાનું પંખી…
-
આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?
મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું? “સાત પગલાં આકાશમાં” મારી પ્રિય નવલકથા છે તથા કુન્દનિકાબેન પણ મારા પ્રિય લેખિકા. જ્યારે હું ધોરણ ૧૨માં અભ્યાસ કરતી હતી ત્યારે એક એસાઈન્મેંટના ભાગ રૂપે મારે કોઈ પણ પુસ્તક વાંચીને તેના પર લખવાનું હતું. ત્યારે મેં આ નવલકથા પર લખવાનું પસંદ કર્યું હતું. આ લખાણ હમણાં મને મારા ખજાનામાંથી…
-
દિવ્યભાસ્કર અને ટાઈપભૂલો
આ વિષય પર થોડા સમયથી ચર્ચા ચાલી રહી છે. એનો એક વધુ નમૂનો જુઓ. કંટોલ કે કંટ્રોલ? અહીં ટાઈપ ભૂલ નથી. પણ બોલચાલની ભાષાને લખવાની ભાષા બનાવી દીધી છે. આવું વાંચીને હસવું કે રડવું તે સમજાતું નથી. આ વિશે વધુ વાંચવા અહીં ક્લીક કરો.
-
શ્રદ્ધાંજલિ
“उसके आ जाने की उम्मींदे लिए रास्ता मूड मूड के हम तकते रहें” કોની રાહ જોઈએ છીએ? કોનો ઈન્તઝાર કરીએ છીએ? જાનેવાલે કભી લૌટકર નહીં આતે. સાત સખીઓના આ ફોટોગ્રાફમાંથી એક વ્યક્તિ તા. ૧૬/૦૩/૨૦૧૦ના રોજ ઓછી થઈ ગઈ. બકુ ઉર્ફે સુધા બંકિમચંદ્ર પારેખ (રતલામ) એ આ દુનિયામાંથી વિદાય લીધી. એની સાથેના…
-
પત્રકારની આચારસંહિતાના ‘દસ ધર્મસૂત્રો’
નેશનલ એન્ડ પેન અમેરિકન કોંગ્રેસના ઉપક્રમે ઈ.સ. ૧૯૪૨માં મેક્સિકોમાં એક ‘પત્રકાર અધિવેશન’ ભરાયું હતું, જેમાં પત્રકારની આચારસંહિતાના ‘દસ ધર્મસૂત્રો’ જાહેર કરવામાં આવ્યાં હતાં. આ ધર્મસૂત્રોમાં પત્રકાર માટે વાંછનીય અને અવાંછનીય કર્તવ્યોનો સ્વર સમાવિષ્ટ છે: તમારા સમાચારપત્રની પ્રતિષ્ઠાનો ગર્વ કરજો; જોશ સાથે ઉત્સાહ પણ દાખવજો, પણ મિથ્યાભિમાની ન બનશો. પત્રકારત્વમાં જડતા એ મૃત્યુ સમાન છે, તો…
-
આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?
મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું? “સાચા સેવકને સેવા કરતાં જે આનંદ મળે છે તે ખરું જોતાં પ્રેમાનંદ હોય છે. સાચા શિક્ષકને ભણાવતાં જે સુખ થાય છે તે પણ પ્રેમાનંદ જ છે. કુદરત-ઘેલો જ્યારે કશા હેતુ વગર રખડે છે ત્યારે એને જે કલાત્મક આનંદ થાય છે તેની પાછળ પણ વિરાટ પ્રેમાનંદ જ હોય છે.…
-
પુસ્તકતીર્થ
એક વખત દિલ્હીના સરાઈ રોહિલ્લા રેલ્વે સ્ટેશન પરથી ટ્રેનમાં બેસવાનું થયું ત્યારે સ્ટેશનના બુકસ્ટોલ પરથી મને અમૃતા પ્રીતમની આત્મકથા “रसीदी टिकट” માત્ર ૩૫/-રૂ.માં મળી. ત્યારબાદ હું કલકત્તા જતી હતી અને નાગપુર સ્ટેશન પર ટ્રેન થોડીવાર અટકી ત્યારે પ્લેટફોર્મ પરના બુકસ્ટોલમાંથી મને રવીન્દ્રનાથ ટાગોરની “ઘરે બાહિરે” અને પ્રેમચંદની “ગોદાન” ૬૦-૬૦ રૂ.માં મળી ગઈ. અન્ય ભાષાના પુસ્તકો…
-
આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?
મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું? હવે પત્ર લખવાની કળા લગભગ લુપ્ત થઈ ગઈ છે. પણ થોડા વર્ષો પૂર્વેની વાત કરું તો ત્યારે પત્ર લખવાની અને આપણા નામે પત્રો મેળવવાની મજા કંઈક અલગ જ હતી. ત્યારે કવિતા/નવલિકા/નવલકથા વાંચ્યા બાદ કવિ/લેખકને પત્ર લખીને પ્રતિભાવ આપવો પડતો. પણ કવિ/લેખકોના સરનામાં સહેલાઈથી મળતાં ન્હોતા. કારણ કે મોટેભાગના સામાયિકો…
-
Home