Home

  • વરસાદ આવે છે

    હું સાદી ભાષામાં તમને કહું ? વરસાદ આવે છે, અદ્દલ વરસાદ જેવો હૂબહૂ વરસાદ આવે છે. બહુ ભારે છે પર્વત, ક્યાં સુધી ટકવાની આ ટચલી સહારો છોડીને ચાલો સહુ, વરસાદ આવે છે. ગગનવાળાની પાસે માંગુ છું એક વાદળું કે જે, વરસતું હોય ને ગાતો રહું, ‘વરસાદ આવે છે.’ સવારી વીજ પર, ઢોલીડા ગર્જન, બારાતી ફોરાં;…

  • બાપો

    મૂળ વલસાડના અને થોડા વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા શ્રી જયંત દેસાઈની આ કવિતા દક્ષિણ ગુજરાતની લાક્ષણિક બોલીમાં લખાયેલી છે. આને પ્રાર્થના કે ભજન કહેવું મુશ્કેલ છે. કવિ ખૂબ જ સહજતાથી અને આત્મીયતાથી ઈશ્વર સાથે એવી રીતે વાત કરે છે જાણે કે ઘરની વ્યક્તિ કે મિત્ર સાથે કરતાં હોય. કવિ આ કવિતામાં ઈશ્વરને બાપો, ડોસો કહીને…

  • વાર લાગી

    બે ઘડીની જ બાજી હતી જિંદગી તોય સંકેલતાં વાર લાગી હાર ને જીતથી પર હતા એટલે ખેલતાં ખેલતાં વાર લાગી ઝેલતાં ઝેલતાં વેદના થઈ ગઈ માત્ર આનંદ હોવાપણાનો પ્રિય પીડા હતી, કષ્ટ અંગત હતાં ગેલતાં ગેલતાં વાર લાગી કોઈ રાખ્યાં નહીં માર્ગનાં વળગણો, કોઈ પરવા કરી નહિ સમયની ટહેલતાં ટહેલતાં છેક પહોંચી ગયા, સહેલતાં સહેલતાં…

  • ભૂલી જઈએ

    ચલ બાળકની જેમ બધું ઝટ ભૂલી જઈએ, આ હોવું, હોવાની ઝંઝટ ભૂલી જઈએ. સાત ખોટની હોય ભલે રટ ભૂલી જઈએ, આગ એક જે લાગી ઘટઘટ ભૂલી જઈએ. બળમાં છે, છો સૌથી બળકટ ભૂલી જઈએ, ખેલી લઈએ જીવ સટોસટ ભૂલી જઈએ. આંખો, આંગણ, શેરી, પાદર થાક્યા પાક્યા, કોણ કહે કોને? એ આહટ ભૂલી જઈએ. એમ ફ્ક્ત…

  • મેઘદૂત-ઉત્તર મેઘ

    ‘હે વાદળ ! અલકાપુરીના ઊંચા ઊંચા મહેલો બધી રીતે તમારા જેવા છે. તમારી પાસે વીજળી છે, તો એ મહેલોમાં સ્ત્રીઓ રહે છે. તમારી પાસે ઈન્દ્રધનુષ, છે તો એ મહેલમાં રંગબેરંગી છબીઓ ટીંગાડેલી છે. તમે મીઠા સ્વરથી ગંભીર ગર્જના કરી શકો છો તો મહેલોમાં પણ સંગીતના સમયે મૃદંગ વાગે છે, તમારી અંદર આસમાની રંગનું જળ છે,…

  • મેઘદૂત-પૂર્વમેઘ

    आषाढ्स्य प्रथम दिवसे બોલીએ એટલે તરત કવિ કાલિદાસ અને તેમનું શ્રેષ્ઠ સર્જન “મેઘદૂત” યાદ આવે. આજે પણ અષાઢ માસનો પહેલો દિવસ છે. તો આપણે કવિ કાલિદાસ કૃત “મેઘદૂત”  માણીએ. એનો કથાસાર શ્રી વિષ્ણુ પ્રભાકરે લખ્યો છે અને અનુવાદ કનુભાઈ વોરાએ કર્યો છે. વોરા એન્ડ કંપની પબ્લિશર્સ લિમિટેડ દ્વારા સંસ્કૃત સાહિત્યમાળા શ્રેણી અંતર્ગત આ પુસ્તિકા ૧૯૫૬માં…

  • બહાર ના શોધે-સુધીર પટેલ

    બહાર ના શોધે, ભીતરમાં ખોજ રાખે, પાનબાઈ ! એમ બસ આઠે પ્રહરની મોજ રાખે પાનબાઈ ! આપણે ડૂબી ગયા ને એ તરે છે એટલે, વિષયોનો ના કશોયે બોજ રાખે, પાનબાઈ ! જ્યાં તમે ને હું પડી ગ્યાં ત્યાં જ ઊભા એય પણ, દ્રઢ નિશ્ચયની અડીખમ ફોજ રાખે, પાનબાઈ ! વેણ કૈં ગંગાસતી બોલે નહીં વારંવાર,…

  • ઊંઘમાં પોઢી જતાં પહેલાં

    [audio:https://heenaparekh.com/wp-content/uploads/2010/07/10-Track-10.mp3%5D આજે રાતે, ઊંઘમાં પોઢી જતાં પહેલાં મને મારા એ સેંકડો બાંધવો યાદ આવે છે, જેમની આંખમાં ઊંઘ નથી; જિંદગીએ જેમને લોહિયાળ ઘાવ કર્યા છે, સમાજના દ્વેષ અને સંકુચિતતાથી જેમના હ્રદયમાં ચીરા પડ્યા છે, જેમનો તેમનાં પ્રિયજનોએ જ દ્રોહ કર્યો છે, સમગ્ર ચાહનાથી ઈચ્છેલી વસ્તુને પામવામાં જેઓ નિષ્ફળ ગયા છે, જેમના પ્રેમને પ્રતિસાદ મળ્યો નથી,…

  • આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

    મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું? અંગદનો પગ-હરેશ ધોળકિયા માત્ર વાંચવા માટે જ નહીં પણ વસાવવા અને વહેંચવા જેવી નવલકથા કચ્છના લોકો માટે શ્રી હરેશભાઈ ધોળકિયાનું નામ અજાણ્યું નથી. ઘણાં વર્ષોથી કચ્છમિત્રમાં એમની “ઘડિક સંગ” નામની કોલમ ચાલે છે. ડો. અબ્દુલ કલામના બે પુસ્તકોનો અને કિરણ બેદી તથા ચેતન ભગતના એક-એક પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કરીને…

  • શ્રી ગંગેશ્વર મહાદેવ

    સૌરાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન પ્રવાસના બીજા દિવસે બપોરે ૧.૩૦ વાગ્યે અમે પાલિતાણાથી દીવ જવા નીકળ્યા. સાંજે પાંચ વાગ્યે દીવ પહોંચીને હોટલ પર સામાન મૂકી નાગવા બીચ ગયા. સાત વાગ્યા સુધી દરિયાને માણ્યા બાદ ટુર સંચાલક શ્રી અનિલભાઈ પારેખે કહ્યું કે ગંગેશ્વર મહાદેવ જવું છે. તેથી બધા ફરી બસમાં ગોઠવાયા અને દીવના કુદમ ગામ સ્થિત ગંગેશ્વર મહાદેવ…

  • Home