Home

  • ચીસ-પુષ્કરરાય જોષી

    તીરથી ઘાયલ કૌંચ પંખીની ચીસ ઋષિમુખે શ્લોકત્વ પામી ગૂંજી રહી છે હજી પરંતુ કોઈના ક્રૂર લોખંડી પંજાની જકડમાં ફસાયેલા ગળામાં અટકી પડેલી ચીસ હજી પણ શબ્દસ્થ થવા તરફડી રહી છે. ( પુષ્કરરાય જોષી )

  • ગમે છે બિરાદર-કિસન સોસા

    તમસ બાળતી ક્ષણ ગમે છે બિરાદર, તણખલા ઉડુગણ ગમે છે બિરાદર. હરેક ઘાએ જીવન કૃતિ નવ્ય ઘડતા, એ ધણ ને એ એરણ ગમે છે બિરાદર ! કંઈ પહોરે લપાયો કરે ખુલ્લો ચહેરો, પ્રતિબદ્ધ એ દર્પણ ગમે છે બિરાદર ! તૂટી બારસાખે જે બાંધે છે તોરણ, એ માનવ્યનો ગણ ગમે છે બિરાદર. આ ચઢતા ઉતરતા પવનની…

  • અફવા-કુમાર જૈમિનિ શાસ્ત્રી

    લીલી નસોમાં જન્મી બાકસ વિશેની અફવા માણસ રૂપે જીવે છે માણસ વિશેની અફવા ઘેરી વળે અચાનક સિકંદરોની સેના કાયમ સુસજ્જ રાખો પોરસ વિશેની અફવા તારી અદાઓ અંગે એ લોકવાયકા છે- ધુમ્મસમાં ઓગળે છે ધુમ્મસ વિશેની અફવા સોનું થવું તો છે પણ તપવું નથી બધાને તેથી પ્રસાર પામી પારસ વિશેની અફવા નિષ્ફળ પ્રણયનો કિસ્સો વાગોળવાની આદત…

  • કાગળ પર-લલિત ત્રિવેદી

    લલિત, શું થયું’તું રાતોરાત કાગળ પર, કહો, શું થૈ ગયું’તું આત્મસાત કાગળ પર ? વળું વળોટી ગઈ છે નિરાંત કાગળ પર, કરીને બેઠા છીએ દૂજી બાત કાગળ પર ! ન તેજ તેજ હતું કે તિમિર તિમિર ન હતું, ને સૂરદાસની હતી મિરાત કાગળ પર ! મરુત ઉન્ચાસ હવે વીંઝણાઓ ઢોળે છે, કર્યો છે કોણે એવો…

  • પ્રીતની એ વેલી-દિવ્યા સોની “દિવ્યતા”

    અન્ય પરની આશાઓ જ્યાં મનમાંથી લુપ્ત થઈ, મારી સઘળી પીડાઓ ત્યાં એકાએક લુપ્ત થઈ. બળબળતી બપોરે, મનગમતી વીજ થઈ; ઈચ્છાઓ મારી કંઈક આમ જ સંતૃપ્ત થઈ ! સહુને માટે એ કિંમતી ખજાનાની સંદૂક થઈ, આપણી જે વાતો, રહી દુનિયાથી ગુપ્ત થઈ. વર્ષો પહેલા વાવી હતી જે મનષા, એના બીજ લઈ, પ્રીતની એ વેલી, આજ રહી…

  • સહેજે-સિકંદર મુલતાની

    સહેજે ઝાંખી તો ના મશાલ થઈ, કેમ ટોળાની આંખો લાલ થઈ ? ડામવા એ મથ્યો હતો અફવા, ઘેર એના જ કાં ધમાલ થઈ ? રક્ત કોનું વહ્યું હતું અહીંયા ? ઘર-મહોલ્લાની રજ ગુલાલ થઈ ! કો’ચૂભ્યું શૂળ જેમ તો ન હતું, કૈંક ડાળો છતાં હલાલ થઈ ? તશ્કરીમાં ગઝલ હતી ચોરાઈ, એમાં તો કેટલી બબાલ…

  • તાર તાર-હરકિસન જોષી

    ખખડતા હોય દ્વાર, એમ કેમ લાગે છે ? હવાને હોય ધાર, એમ કેમ લાગે છે ? પડે ન રાત, ન તો નિંદરા, ન સપનાઓ; સવાર ને સવાર, એમ કેમ લાગે છે ? ફરીને જોઈ લીધું, ચોતરફ દીવાલો છે; જવાય આરપાર, એમ કેમ લાગે છે ? વણેલું હોય ઘટ્ટ વસ્ત્ર જેવું વિશ્વ યદિ, બધેથી તાર તાર,…

  • ખોવાયું છે-જિતેન્દ્ર પ્રજાપતિ

    લીલોતરીથી લથપથ આંગણ ખોવાયું છે, મારા ઘરમાં મારું સગપણ ખોવાયું છે. હા, ખોવાયું છે સંભારણ ખોવાયું છે, બા-બાપુજી તેમ જ બચપણ ખોવાયું છે. આ ફ્લેટ તળે દાટ્યો નથી ને કોઈ ચબૂતરાને ? પંખીથી આજે એનું ચણ ખોવાયું છે. મળી જાય જો ક્યાંક તો અમને કહેજો મિત્રો, ઈચ્છાઓથી એનું ઘડપણ ખોવાયું છે. હસવાનું ભૂલીને એ કેમ…

  • શરણાઈ-રાધિકા પટેલ

    મારી હથેળીને જ્યારે તારો સ્પર્શ થયેલો ત્યારે એમાં મહેંદી જેવું કંઈક ઊપસી આવેલું…! આખા શરીરમાં ઝણઝણાટી થઈ; જાણે પીઠી ચોળાઈ રહી હોય એમ…! તેં બે હાથ પહોળા કરી મને બોલાવી-ત્યારે હું દોડી આવી અને પહેરી લીધો તને વરમાળાની જેમ…! આપણી વચ્ચેનો શ્વાસોછવાસ શરણાયું વગાડતો રહ્યો…! તારા પહોળા ખભાનું પાનેતર ઓઢેલું. તારી આંગળીઓ ફરકતી રહી…મારી છાતી…

  • હવે…-જગદીશ ગૂર્જર

    ભેજ નજરોનો બધો ઓગાળશે હવે, છીછરા જળમાં જ એ ડુબાડશે હવે. એ વિડમ્બના પરાકાષ્ઠા થઈ જશે, સર્વ સ્થાપિત સત્યને ઊથલાવશે હવે. આભને આશ્લેષમાં લઈ નીતરી જશે, ચંદ્રની ભીની નજરથી ઠારશે હવે. રેતના દરિયામાં તરવાનું મને કહી, આકરા ઉન્માદમાં સપડાવશે હવે. હણહણી ઊઠે સમય સઘળા પ્રહાર વિશે, રક્તમાં તોખારને અવતારશે હવે. ( જગદીશ ગૂર્જર )

  • Home