-
ક્યાંક-અનંત રાઠોડ “અનંત”
કશા કારણ વગર આખા નગરમાં ચોતરફ આ સ્તબ્ધતાનો સ્તંભ એ ખોડી અને ચાલ્યું ગયું છે ક્યાંક, નગરનું એક જણ રસ્તો,પવન, અજવાસ, ભરચક સાંજ ને આવું બધું ચોરી અને ચાલ્યું ગયું છે ક્યાંક. મને વ્હેલી સવારે એ નદીકાંઠે કોઈ બિનવારસી પેટીમાં મૂકેલી દશા માં હાથ લાગેલી, ન જાણે કોણ પેલે પારથી નવજાત બાળકના સમી તારી પ્રતીક્ષા…
-
મને હાથમાં લઇને-અનંત રાઠોડ “અનંત”
મને હાથમાં લઇને બાળકની જેમ જ રમે છે ને ભાંગીને ભુક્કો કરે છે, પછી યાદ આવું છું ત્યારે ફરીથી એ જ્યાં ત્યાંથી વીણીને ભેગો કરે છે. મને સાંજ દરરોજ જાદુગરીની અનોખી કરામત બતાવે છે સાંભળ, પ્રથમ એક ટુકડો સ્મરણનો એ લે છે પછી એ જ ટુકડાનો ડૂમો કરે છે. નગરની આ રોનકને આંખોમા આંજી ને…
-
ગાંઠના પ્રકાર-તુષાર શુક્લ
ગાંઠ બાંધનારા જાણે છે કે ગાંઠના પ્રકાર હોય છે. એમાં એક ગાંઠ ‘સરકણી ગાંઠ’ કહેવાય છે એનો ગાળિયો છૂટવાની મથામણમાં વધુ ને વધુ રૂંધાતો જાય છે. ફાંસીગરનો ગાળિયો, જીવન હરી લે છે. કેટલીક ગાંઠમાં બંને છેડા એવા છૂટા રખાય છે કે સહેલાઈથી છૂટી જવાય. સરકી જવાય. જ્યાં કશુંક તૂટતું હોય અને એને સાચવવું જરૂરી હોય…
-
એક ઉપયોગ-તુષાર શુક્લ
ગાંઠનો એક ઉપયોગ છે તૂટતાને, છૂટતાને જોડવા માટે, સાથે રાખવા માટે, સંબંધાવા માટે. હિન્દુ વિધિમાં લગ્નપ્રસંગે બંધાતી છેડછેડી પણ એક ગાંઠ જ છે. લગ્નગ્રંથિ શબ્દમાં ગ્રંથિ છે જ લગ્ન એટલે બે જણનું સાથે હોવું. ગ્રંથિ એટલે એમનું સાથે જોડાવું. એ જોડે છે, અને છૂટા થતાં રોકે છે. છેડાછેડીને છૂટાછેડામાં પરિણમતા અટકાવે છે. ગાંઠનો આ હકારાત્મક…
-
આપણને અનુકૂળ-તુષાર શુક્લ
આપણને અનુકૂળ જ આપણને આનંદ આપે છે. ગ્રંથિના ગોગલ્સ દ્રશ્યને ઈચ્છિત રંગ આપે છે, અને પ્રકાશને ગાળી નાખે છે. ભરબપોરે ઢળતી સાંજનો ભ્રમ રચે છે. સહેજ અમથી પ્રતિકૂળતા મૂંઝવી જાય છે મનને. ગ્રંથિનું ગણિત લાગણીની ભાષાના પેપરમાં ઓછા માર્કસ અપાવે છે. ગાંઠ પડે ત્યારે સૌથી પહેલો ભોગ બને છે સહજતા. સરળતાથી પરોવાવું શક્ય નથી રહેતું,…
-
વર્ષ પ્રતિ વર્ષ-તુષાર શુક્લ
વર્ષ પ્રતિ વર્ષ બંધાતી ગાંઠ. આયુષ્ય સાથે સમયની ગાંઠ છે. જીવનના વૃક્ષ પર એક ઓર પર્ણ ખીલ્યું, એક ઓર પુષ્પ મ્હોર્યું. ગાંઠ હોય તો આવી હોય-લીલીછમ. ગાંઠ હોય તો આવી હોય-સહજ સુરભિત. પર્ણ કે પુષ્પ વૃક્ષ સાથે ગંઠાતા નથી. સમયાવધિ એ ખીલે-સમયાવધિએ ખરી પડે. ખીલવું ને ખરવું-સાવ સહજ ! આપણી ગ્રંથિઓ આપણને સહજ નથી રહેવા…
-
ગાંઠ ખૂલવા નિમિત્તે-તુષાર શુક્લ
ગાંઠ ખૂલવા નિમિત્તે યાદ કર્યા ગુરુને. ગુરુ શબ્દનો ગૌરવલોપ થયો છે. ગુરુ શબ્દનો અર્થહ્રાસ જોવા મળે છે. હળવીથી માંડીને હલકી વાતોમાં ‘ગુરુ’ શબ્દ ! અયોગ્ય ચાતુરીના અર્થમાં ઉપયોગમાં લેવાય છે. ગુરુના માનભંગ માટે ગુરુ અને શિષ્ય બંને જવાબદાર. ગુરુનો સંકીર્ણ અર્થ ગાઈડમાં ફેરવાયો છે. ગાઈડ અને ગુરુ વચ્ચે ફેર છે. ગાઈડ દિશા દર્શાવતો નથી, સાથે…
-
ગાંઠ ઉકેલવી છે ?-તુષાર શુક્લ
ગાંઠ ઉકેલવી છે ? તો… ગુરુ જોઈએ. આપણાથી જે ન બને તે ગુરુઆશિષથી બને. ગુરુ શું કરે છે ? શિષ્યની ગ્રંથિઓને એક પછી એક ખોલતા જાય છે. જ્યારે આપણે ગ્રંથિરહિત મુક્ત માનવ બનીએ ત્યારે આપણે ઈશ્વરની સન્મુખ હોઈએ છીએ. ગાંઠ હોય ત્યાં સુધી વિમુખ, ગાંઠ છૂટે ત્યારે સન્મુખ ! આપણે ઈશ્વરના ચિત્રમાં આપણી ઈચ્છાના રંગ…
-
ગાંઠ છૂટે તો-તુષાર શુક્લ
ગાંઠ છૂટે તો દોર ઢીલી થાય, મોકળાશ વધે. ખુલ્લાપણું આવે. બંધન જાય. તંગદિલી ઓછી થાય. મુક્તિ અનુભવાય. સત્ય સમજાય. ગાંઠ છૂટવી સહેલી નથી. પ્રામાણિક પ્રયત્નથી ઉકલી શકે એવી દોરને આપણે જ ગૂંચવી મારીએ છીએ. આપણો ઉત્સાહ, આપણી ઉતાવળ, આપણી અણસમજ ગૂંચને ગૂંચવે છે. ને ગૂંચાઈ ગયેલી ગૂંચ જ ગંઠાઈ જઈને ગાંઠ બને છે. ગૂંચવણને એના…
-
ગાંઠ એટલે નિર્ણય-તુષાર શુક્લ
ગાંઠ એટલે નિર્ણય. ગાંઠ વાળવી એટલે નિર્ણય કરવો. ગાંઠ વળે એટલે દ્રઢ નિર્ણયનો પરિચય મળે. આ દ્રઢતા હકારાત્મક પરિણામ પણ લાવે. આ દ્રઢતા નકારાત્મક પરિણામ પણ લાવે. પણ, એક વાર ગાંઠ વાળી-નિર્ણય કર્યો- પછી પાછા હઠવું અસંભવ. ગાંઠ વળે ત્યારે એક નુકસાન એ થાય છે કે મનની બારીઓ જડબેસલાક બંધ થઈ જાય છે વૈકલ્પિક વિચારના…
-
Home