Home

  • રાણી છે-દિવ્યા સોની “દિવ્યતા”

    કોઈની કહેલી વાતમાં, મારી ઉમેરી છે ! તેલ પરની આગમાં, મેં હોમ્યું પાણી છે. સનસની એક તાજા ખબર જન્માવી છે; શ્યામેં કહ્યું’તું રાધા, ને થૈ મીરા દીવાની છે ! આ એક વાત હવે રહી રહીને સમજાણી છે; હું કરું તે બધું ફોગટ, ઘરઘરની કહાણી છે ! છોડી દે કદાચ વ્યાજ, પણ માથે તવાઈ છે, શાહુકારની…

  • એક કામ પતે-ભાવેશ ભટ્ટ

    અસલ સ્વરૂપ બતાવો તો એક કામ પતે તમે મને ન બચાવો તો એક કામ પતે કરી શક્યો નહીં સાબિત વજૂદ તું તારું ‘નથી’નો આપ પુરાવો તો એક કામ પતે ધરા ઉપર જે પડ્યો છે યુગોનો ગુંચવાડો કોઈ ઉકેલ જો લાવો તો એક કામ પતે સમય થયો છે છતાં ડૂબતો નથી સૂરજ નજર તમારી હટાવો તો…

  • તાન્કા-ઉમેશ જોષી

    ૧. સપનાઓ છે પતંગિયાં જેવાં જ ઊડ્યા કરે છે એક મનથી બીજે ઝાકળ ભીની પાંખે. ૨. તરલ હતાં વાદળ કીકીઓમાં ઘેરાયેલા ને સમય થંભી ગયો ઉભયની સામે જ. ૩. ઢળતી સાંજે હવે આવે છે યાદ મન મળ્યાનું ત્યાં ફૂલ ખીલી ગયું પાનખરની ડાળે. ( ઉમેશ જોષી )

  • હું કોની છું રૈયત ?-ચિનુ મોદી

    આ કોની રિયાસત, આ કોની ઈમારત ? મને કોઈ કહેશો હું કોની છું રૈયત ? આ ધરા આભ કોના ? અહીં રાજ કોના ? આ કોની નમાજો ને કોની ઈબાદત મને કોઈ કહેશો હું કોની છું રૈયત ? હવાઓ નિરંતર, કિરણ પણ નિરંતર અહીં સૂર્ય ને ચંદ્ર ઊગે નિરંતર મળે તેજ સામે તિમિરને ઈજાજત મને…

  • હમકો ના કુચ બી માલૂમ-હરીશ મીનાશ્રુ

    ઝાકળના પેગ પાંચ મારી ગુલાબ ઝૂમે ઐસી ક્યૂં આંખ લાલઘૂમ કેમ કરી દારૂનાં ટીપાં ટપોરી બની બેઠાં દરખની લૂમ હમકો ના કુચ બી માલૂમ પતલી ગલીસે કબીર કોઈ આયા ને વડને સમેટી લીધો બીજમાં દર્પણને ડૂલ કરી, ગુલ કિયા અપ્પુનકા પડછાયા ખીજમાં ને ખીજમાં અપને હી બંદે કો અગુવા કરીને કૈસે મુરશિદ ભી ખુદ હુવા…

  • અંધારું થાય-વિમલ અગ્રાવત

    આંખ મીંચીએ તો અંધારું થાય, એથી સૂરજ કંઈ આથમી ન જાય ! મનમાં તો એમ હોય આપણું ઉગાડેલું અંધારું આપણને ઢાંકશે, બાકસને હાથવગું રાખશું ને ખપ પડ્યે ચપટીભર અજવાળું આપશે, આમ જીવતર કંઈ ઝળહળતું થાય ? આંખ મીંચીએ તો અંધારું થાય. બીજાની ઝળહળથી પોતાના પડછાયા કેમ કરી બાળવા ? બારી ને બારણાં તો બંધ કરી…

  • સત કહો કે ભ્રમણા-વિમલ અગ્રાવત

    સત કહો કે ભ્રમણા આંખ મીચું ત્યાં અજવાળાનાં ફૂલ ખીલે કંઈ નમણાં ! સત કહો કે ભ્રમણા તિમિર ભરેલી તલાવડી ને ફરતે નહીં કોઈ પાળ, તળિયે તેજના ફણગા ફૂટે મૂળની મળે ન ભાળ, રાત બની કંઈ રમણા, સત કહો કે ભ્રમણા. તેજ-તિમિરની રંગછટાનાં દ્રશ્યો કૈં ચીતરાતાં, ખુલ્લી આંખે ખોવાયેલાં પંખી ફરતાં પાછાં, ટહુકા કરશે હમણાં,…

  • વણજાર-ઉષા ઉપાધ્યાય

    કાફલો ઊપડવાની તૈયારી હતી, આખું આકાશ સંકેલીને ઊંટની પીઠે લદાઈ ગયું હતું, વહેતી નદીને મશકમાં બંધ કરી દેવાઈ હતી, ઊંટના પગે બાંધેલી ઘૂઘરીઓ રણઝણી રહી હતી, કાફલો થનગની રહ્યો હતો ક્ષિતિજની લકીરમાં સમાઈ જવા, સહુની આંખો મંડાઈ હતી ઊગમણા દેશ તરફ, સહુના પગ હવે આ ઊપડ્યા કે ઊપડશે… પણ, મારા પગ જાણે ગળી ગયા હતા…

  • હરે-ફરે છે-ભાર્ગવ ઠાકર

    અધકચરી ભ્રમણાનું જાળું ગજવામાં લઈ હરે-ફરે છે, થોડું પોતીકું અજવાળું ગજવામાં લઈ હરે-ફરે છે. જાંબુડી તડકાને સ્પર્શી, પળમાં એ સોનેરી કરશે; ગરમાળા ઘેઘૂર ઉનાળું, ગજવામાં લઈ હરે-ફરે છે. છેતરવામાં નિષ્ફળ રહેશે અખબારી આંસુઓ ત્યારે, ખપ પૂરતું એ સ્મિત છિનાળું ગજવામાં લઈ હરે-ફરે છે. વૈરાગી વાઘાની સળનાં ચાઠાં ક્યાંથી હોય શરીરે ! એ તો કાયમ પોત…

  • પ્રભુ તો લાંબી રજા ઉપર છે-ગૌરંગ ઠાકર

    કદાચ કાલે તમારે માથે, પડે જગતને ઉઠાડવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે, ધરાથી લઈને ગગન સુધીનું, તમારે અંધારું ખાળવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે. કળી કળીને ફૂલો બનાવી, સુગંધ એમાં પછી ઉમેરી, અને તમારે ઉપરથી અહીંયાં, બધાં જ પંખીની ચાંચ માટે, કશુંક ચણવા ઊગાડવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે. સૂરજ સમયસર ઉગાડવાનો,…

  • Home