-
દૂર છું-આબિદ ભટ્ટ
એ શક્યતાથી પર સમજ, તારાથી દૂર છું, દર્પણના શબ્દમાં કહું ? મારાથી દૂર છું ! ઓઢીને સ્થિરતા ઊભો, ઉપડે નહીં કદમ, મંજિલ તો છે સમીપ પણ રસ્તાથી દૂર છું. સૂરજ મને ગળી જશે, શબનમ છું પર્ણ પર, ના બુંદ છું સમંદરી, ધારાથી દૂર છું. માળા નહીં રચાય ને ટહુકા થશે નહીં, ના માંડવો વસંતનો, શાખાથી…
-
નીકળ્યા !-દિવ્યા સોની “દિવ્યતા”
-
છેલ્લી વેળાનું ગીત-વનરાજસિંહ સોલંકી
કે મારે ઢળતી વેળાનું સુખ માણવું કે મારે વળતી વેળાનું સુખ માણવું કે હવે આથમતું અજવાળું આંખોમાં ઓગાળી છલકી ગયાનું સુખ માણવું કે મારે પૂરો થયાનું સુખ માણવું કે મારે ઢળતી વેળાનું સુખ માણવું કે મારા ઉપવનમાં ચાલી છે એવી તે લ્હેર હવે મ્હેક મ્હેક મ્હેક મ્હેક મહેકે ચોમેર મારે છાતીમાં લેવો છે આખોયે બાગ…
-
ઊંચા ઊંચા ગિરિશિખરોથી-સ્વામી માધવપ્રિયદાસ
ઊંચા ઊંચા ગિરિશિખરોથી; ઝરઝર ઝરતાં ઝરણાં આવે મનમલ હરણાં શીતલ કરણાં; હેમલ વરણાં ઝરણાં આવે. ગગન ગભીરા અનરાધારા; સાત સમંદર કો છલકાવે અભિષેક શાં અમરતવારિ; વસુંધરા શિર પર વરસાવે. સપ્ત સૂરોના ભૈરવ રાગે; પોઢેલા પાતાળ જગાવે સત્યં મધુરં શિવં સુંદરમ; સકલ ચરાચર જગ સરજાવે. જાદુગર શા અગમ અગોચર; કામણગારા કર પરસાવે રોમ રોમ ખીલે વનારજી;…
-
પવન આવતાં…-મનસુખ લશ્કરી
લાંબી થઈ પથરાઈ પડેલી હવા સફાળી ઊભી થઈ હરફરવા માંડે, પાંદા સોતી વેલ વૃક્ષને ફડફડ કરતી જગવી છાનું કૈંક કાનમાં કહેવા માંડે. નત-મસ્તક સંકોચસભર ઊભી-ઊભી લજવઈ ધજા હવે આનાકાની મૂકીને તડ ફડ-ફડ ફરફરવા માંડે. ઊડતું-ઊડતું પંખી જોડું કો’ક અચાનક ડાળે બેસી ડાબે-જમણે ડોક મરડતાં…શું છે ? શું છે ? પૂછવા માંડે. ગંધ શોધતાં આડા-ઊભા આંટા…
-
વરસાદ-માધવ રામાનુજ
આખો ઉનાળો આ ઓરડાએ બળબળતા તડકાનાં ઝીલ્યાં છે પૂર પહેલા વરસાદનાં ફૉરામાં નળિયાનાં આ વર્ષાનાં સાંભરે નૂપુર… ટપ ટપ ને છમછમના એટલે ઊઠે છે એ પહેલા વરસાદમાં જ તાલ, આપણને એમ થાય છાનું છાનું આ કોણ છાપરે ચડીને કરે વ્હાલ ! નળિયાં ને છાંટાના એવા સંવાદ પછી નેવામાં છલકાતાં પૂર… નેવાં ને ફળિયું ને શેરી…
-
મૂંઝવણ-પન્ના નાયક
મેં મારો એક ખૂણો પસંદ કરી લીધો છે. કદાચ આ ખૂણાને કારણે જ હું વધુ ને વધુ એકલી થતી જાઉં છું. અને છતાંય ફરી ફરી કહું છું કે મેં મારો એક ખૂણો પસંદ કરી લીધો છે. આ ખૂણામાંથી મને અત્યારે તો દેખાય છે આરસમઢ્યાં પગથિયાં. પગથિયાંની એક પાર કાચના દરવાજા બીજી પાર સજાવટનો એક ભાગ…
-
…શરુ કર્યું છે-દિવ્યા સોની “દિવ્યતા”
દોડવાની તકલીફ પડતાં જ, મેં ચાલવાનું શરુ કર્યું છે; વગર હિસાબે વેડફાતી જિંદગી માપવાનું શરુ કર્યું છે ! મશ્કરીઓમાં જે વેડફી, તક ફરી પામવાનું શરુ કર્યું છે, જાત અનુભવે પકવેલી સલાહ મેં આપવાનું શરુ કર્યું છે. ઘણું ઘુટ્યું તારું, હવે નામ મારું જ લખવાનું શરુ કર્યું છે, અનમોલ દર્દ મારું મેં મારા સુધી જ રાખવાનું…
-
ન વીજ ચમકી-જયા મહેતા
ન વીજ ચમકી ન ગડગડાટ થયા ન પવન ફૂંકાયો ન વરસ્યું આકાશ સાંબેલાધાર ને તોયે તણાઈ ગયું વિશ્વ આખું ? ! અહીં ત્યાં સર્વત્ર બધું ઉજ્જડ વેરાન. ઝૂલતી ખુરશી પડી છે સ્થિર ખાલીખમ તાકી રહી છે ચાર આંખો કોરીધાકોર સૂમસામ ઓરડા. ઘર જાણે આખેઆખું ઊભું ઊભું જ સુકાઈ ગયેલું ઝાડ ! ( જયા મહેતા )
-
-નહીં-સોનલ પરીખ
૧. બધે બધે ને કશે નહીં સગડ ક્યાંય પણ હશે નહીં હૃદય બધાનું થઈ જશે તોય કોઈનું થશે નહીં શીખવું તો બસ એક જ આ હોવું ને ન પણ હોવું પ્રેમ કરી લેવો પૂરો ને હળવેથી છોડી જોવું આકાશ કોઈ આકાર નથી વાદળની મુઠ્ઠી થશે નહીં. અંત વગરની સફરનો આ નાનો શો એક પડાવ ફક્ત…
-
Home