Home

  • લખજો-સુરેશ ઝવેરી ‘બેફિકર’

    મેળ પડે તો કાગળ લખજો મેળા જેવો ઝળહળ લખજો સારું સારું આગળ લખજો વાંધાવચકા પાછળ લખજો ઝરણાં જેવો ખળખળ લખજો અટકો ત્યાંથી અટકળ લખજો ચોમાસું જો ફાવે તમને વરસે એવાં વાદળ લખજો ફૂલ ભલે ઘૂંટીને લખતા હળવે હાથે ઝાકળ લખજો પરબીડિયામાં બંધ કરીને ચોંટાડો ત્યાં કાજળ લખજો. ( સુરેશ ઝવેરી ‘બેફિકર’ )

  • થઈ ગઈ છે-દિવ્યા સોની “દિવ્યતા”

    વાટ જોતી કંઈ કેટલી આંખ થઈ ગઈ છે; વાહ આપણી પણ હવે શાખ થઈ ગઈ છે ! હતી પાસે તો ફગાવી, જ્યાં લીધી કોઈએ હાથે, એ કોડીની કિંમત, હવે લાખ થઈ ગઈ છે. જેવા પડશે તેવા દેવાશે, રહ્યો છે એજ મારગ; હતી જે દુનિયાદારી બળીને ખાક થઈ ગઈ છે ! હવે તો જાતે જ આવી,…

  • લઘુકાવ્યો-મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

    ૧. લોભ કચરામાંથી જેને અનાયાસે હીરો મળી જાય, એવા લોકો બીજા હીરાની શોધમાં જિંદગીભર કચરો ફેંદતા રહે છે ! ૨. ઘાતક ઝરણાંને બંધિયાર થવાનું વ્યસન લાગુ પડી જાય, તો પૂરી શક્યતા છે એને ખાબોચિયાનું કેન્સર થવાની ! ૩. પ્રકૃતિ હસતાં-હસતાં વાત સુગંધી કહે સવારે કળીઓ- -ફળની અંદર ફૂલ ન હોય, ન હોય ફૂલમાં ઠળિયો. (…

  • ટગલી ડાળ-યોગેશ જોષી

    શિયાળો ગાળવા આવેલાં પંખી વતન પરત જવા ડાળ ડાળ પરથી આ…ઊડ્યાં પાંખો ફફડાવતાં ફડ ફડ ફડ ફડ… સાથે થોડો તડકો થોડું આકાશ લઈ… ડાળ ડાળ હલતી રહી જાણે ‘આવજો’ કહેતી રહી… ટગલી ડાળ જરી ગરદન ઊંચી કરી જોઈ રહી- વિદાય થતાં પંખીઓની પંક્તિઓની પંક્તિઓ ક્ષિતિજમાં દેખાતી બંધ થઈ ત્યાં લગી અપલક… કોઈ પંખીએ જોયું નહીં…

  • એક ઈમારત-ચિનુ મોદી

    એક ઈમારત બંધ પડી છે અધ્ધર, આભે ઊંચી એની નથી જ જડતી કૂંચી- કઈ સદીઓથી હવા બંધ છે દીવાલ વચ્ચે કેદ; અંધારાએ સંતાડ્યા છે કૈંક જનમના ભેદ- પડછાયામાં હોડી ડૂબી વાત મને એ ખૂંચી એક ઈમારત બંધ પડી છે અધ્ધર, આભે ઊંચી… બંને પાંખો વીંઝી પીંખી નભ લગ પહોંચે રોજ મેં કૂંચીનું પૂછ્યું તો કહે…

  • પારસમણી-તુરાબ ‘હમદમ’

    એટલે દિલ મહીં રણઝણી હોય છે, એક ઈચ્છા ને મેં અવગણી હોય છે. ખુલ્લી આંખે જ સપનાં જોયા કર્યાં, રેત પર કોઈ ઈમારત ચણી હોય છે. દિલનાં ઊંડાણને કોણ માપે અહીં, સાવ દેખાવની લાગણી હોય છે. કાચની જેમ આડા ઊભા વેતરે, જિંદગી એક હીરાકણી હોય છે. કોઈની એક મીઠી નજરને અમે, શબ્દ રૂપે ગઝલમાં વણી…

  • કેમ ?-પરાજિત ડાભી

    આર પણ લેતો નથી કે પાર પણ લેતો નથી, તું હવે જગની કશી દરકાર પણ લેતો નથી. સંભવામી…નું વચન આપ્યું અમોને તે છતાં, આ ધરા પર કેમ તું અવતાર પણ લેતો નથી ? રૂપ પથ્થરનું ધરી ચૂપચાપ જોયા કર હવે, મંદિરોમાં દૂધથી તું દેહ ધોયા કર હવે. માણસો તો માણસાઈથી હવે નાસી રહ્યા, તું બધી…

  • હારોહાર ચાલે-તથાગત પટેલ

    સાંજ પડતાં એ જ કારોબાર ચાલે, કોઈ આવે કોઈ બારોબાર ચાલે. કોણ જાણે કેમની છે જીવલીલા ? હું અહીંયા શ્વાસ સામે પાર ચાલે. સ્વાદ પાછો કેમ આજે બેઅસર છે ? એ સમયની ધાક વારંવાર ચાલે. જિંદગીને એવડું તે દુ:ખ ક્યાં છે ? કાયમી એ ખીણ ધારોધાર ચાલે ? એ જ ડાળી, એ જ પંખી, એ…

  • લાગણીભીના ઉર ગયા ક્યાં ?-કિસન સોસા

    ભાવાત્મક સંબંધના હર સ્થળ થયા નાબૂદ આ શહેરમાં ક્યાં હવે સૂર્ય ચંદરનું વજૂદ હીંચકે બેઠી શેરી હતી ત્યાં ભયે ભરચક રોડ કિડિયારામાં ગુમ થયા છે કોમળ કિલ્લોલ કોડ ધુમાડાના આકાશ તળે શું વદ અને શું સુદ આ શહેરમાં ક્યાં હવે… લાગણીભીના ઉર ગયા ક્યાં મુખ એ ભોળા ભોળા અથડાતા કૂટાતા દોડે ચોગમ વિહ્વળ ટોળાં પંખી-કલરવ-ને…

  • કલરવભીનાં રે’વું !-દેવેન્દ્ર દવે

    ગીત પ્રીતનું ગાતાં વ્હાલમ ! કલરવભીનાં રે’વું ! જાત સંગાથે વાત કરીને અચરજ માણી લેવું… વસંતમાં વનરાવન ખીલે- ફૂલ ફૂલમાં ફાગ, શ્રાવણ વરસે ઝરમર ફોરાં અંગ અંગમાં આગ ! પળ-બે-પળનો સંગ નહીં આ કાળ કોંળતો કેવું ! આવરદામાં ઊણપ ના’વે જેમ અષાઢે નેવું… આપણ બેની રીત પ્રીતની: હરદમ હૈયે હામ, દલડે મારાં દોલત તારી, રોજ…

  • Home