Home

  • કૂંપળ ફૂટી છે-જિગર જોષી ‘પ્રેમ’

    કૂંપળ ફૂટી છે એમ સોફા લગ છે’ક મને કહેવા આવે છે એક લ્હેરખી કેવો આ વૈભવ કે સત્તરમા માળે પણ બારીથી ડોકાતી ડાળખી બીજું કોણ શીખવે ? કે જીવન કેમ જીવવું ? કૂંપળ આ શીખવે છે રીત રહેવાનું રોજ રોજ ભીંતોની વચ્ચે પણ આપણે નહિ થાવાનું ભીંત ઊગવું ને પાંગરવું-પાંગરી ને ખરવાનું પાંદડાંએ લીધું છે…

  • ફ્લેટ જેવું જીવવાનું-જિગર જોષી ‘પ્રેમ’

    ફ્લેટ જેવું જીવવાનું આવ્યું કે આપણે આ એવા તે અદ્ધર પટકાયા દૂરબીન લઈ શોધવા જો બેસીએ તોય હવે જડશે ના આપણા પડછાયા ભીંતો પર વૃક્ષોના કેન્વાસ ટાંગીને જીવે છે આખી જનરેશન ‘આંગણું’તો કોર્સ બહાર ફેંકી દીધું છે હવે પંખીને પણ છે વેકેશન ઢોળાયું કંઈ જ નહીં – ભીંજાયું કોઈ જ નહીં – એવા તે કેવા…

  • પ્રગટશે-જિગર જોષી ‘પ્રેમ’

    પ્રથમ દિવ્યતેજોમયી પથ પ્રગટશે પછી સારથિ ને પછી રથ પ્રગટશે પછી તો આ બ્રહ્માંડ રજ થઈ જવાનું વિરાટ એક એવો પદારથ પ્રગટશે આ સર્જાયું છે એ તો બિંદુ છે કેવળ પ્રગટશે, પ્રગટશે, હજુ મથ, પ્રગટશે. કોઈ રાસલીલામાં ગોપીના વૈભવ, સમું કૃષ્ણનામેરી એક નથ પ્રગટશે રહસ્યો પછી જીરવી નહિ શકાશે પરિપૂર્ણતાનું જો એ કથ પ્રગટશે આ…

  • આહા !-જિગર જોષી ‘પ્રેમ’

    ચડી કોને ચાનક ? ચડ્યું તાન…? આહા ! ભુવન આખું જાણે કે લોબાન… આહા ! ન શ્વાસોનું પણ કંઈ રહ્યું ભાન… આહા ! અચાનક ચડ્યું આ કેવું ધ્યાન… આહા ! ખુદાએ બનાવ્યું કેવું સ્થાન… આહા ! ખરું કહું તમારી આ મુસ્કાન… આહા ! હથેળીમાં સાક્ષાત છે સરસતીજી, ખરો હાથ લાગ્યો છે દીવાન… આહા ! કોઈ…

  • ઓગળી જાય-દિવ્યા મોદી

    હું ચાહું કે મારો અહમ ઓગળી જાય, પછી જ્ઞાનગંગામાં જઈને ભળી જાય. તમારી જ વાતોને ચાખી રહી છું, ગઝલ નામનું ફળ રખેને મળી જાય. જગતને તો પહેલેથી એ ટેવ છે કે, તમારી કથામાં મને સાંકળી જાય. આ વાતાવરણમાં તમે જો મળો તો, મુલાકાતનાં સૌ બહાના ફળી જાય. નજર જ્યાં નજર સંગ વાતો કરે તો, દહેશત…

  • લખજો-સુરેશ ઝવેરી ‘બેફિકર’

    મેળ પડે તો કાગળ લખજો મેળા જેવો ઝળહળ લખજો સારું સારું આગળ લખજો વાંધાવચકા પાછળ લખજો ઝરણાં જેવો ખળખળ લખજો અટકો ત્યાંથી અટકળ લખજો ચોમાસું જો ફાવે તમને વરસે એવાં વાદળ લખજો ફૂલ ભલે ઘૂંટીને લખતા હળવે હાથે ઝાકળ લખજો પરબીડિયામાં બંધ કરીને ચોંટાડો ત્યાં કાજળ લખજો. ( સુરેશ ઝવેરી ‘બેફિકર’ )

  • થઈ ગઈ છે-દિવ્યા સોની “દિવ્યતા”

    વાટ જોતી કંઈ કેટલી આંખ થઈ ગઈ છે; વાહ આપણી પણ હવે શાખ થઈ ગઈ છે ! હતી પાસે તો ફગાવી, જ્યાં લીધી કોઈએ હાથે, એ કોડીની કિંમત, હવે લાખ થઈ ગઈ છે. જેવા પડશે તેવા દેવાશે, રહ્યો છે એજ મારગ; હતી જે દુનિયાદારી બળીને ખાક થઈ ગઈ છે ! હવે તો જાતે જ આવી,…

  • લઘુકાવ્યો-મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

    ૧. લોભ કચરામાંથી જેને અનાયાસે હીરો મળી જાય, એવા લોકો બીજા હીરાની શોધમાં જિંદગીભર કચરો ફેંદતા રહે છે ! ૨. ઘાતક ઝરણાંને બંધિયાર થવાનું વ્યસન લાગુ પડી જાય, તો પૂરી શક્યતા છે એને ખાબોચિયાનું કેન્સર થવાની ! ૩. પ્રકૃતિ હસતાં-હસતાં વાત સુગંધી કહે સવારે કળીઓ- -ફળની અંદર ફૂલ ન હોય, ન હોય ફૂલમાં ઠળિયો. (…

  • ટગલી ડાળ-યોગેશ જોષી

    શિયાળો ગાળવા આવેલાં પંખી વતન પરત જવા ડાળ ડાળ પરથી આ…ઊડ્યાં પાંખો ફફડાવતાં ફડ ફડ ફડ ફડ… સાથે થોડો તડકો થોડું આકાશ લઈ… ડાળ ડાળ હલતી રહી જાણે ‘આવજો’ કહેતી રહી… ટગલી ડાળ જરી ગરદન ઊંચી કરી જોઈ રહી- વિદાય થતાં પંખીઓની પંક્તિઓની પંક્તિઓ ક્ષિતિજમાં દેખાતી બંધ થઈ ત્યાં લગી અપલક… કોઈ પંખીએ જોયું નહીં…

  • એક ઈમારત-ચિનુ મોદી

    એક ઈમારત બંધ પડી છે અધ્ધર, આભે ઊંચી એની નથી જ જડતી કૂંચી- કઈ સદીઓથી હવા બંધ છે દીવાલ વચ્ચે કેદ; અંધારાએ સંતાડ્યા છે કૈંક જનમના ભેદ- પડછાયામાં હોડી ડૂબી વાત મને એ ખૂંચી એક ઈમારત બંધ પડી છે અધ્ધર, આભે ઊંચી… બંને પાંખો વીંઝી પીંખી નભ લગ પહોંચે રોજ મેં કૂંચીનું પૂછ્યું તો કહે…

  • Home