-
વારતામાં-મયંક ઓઝા
સદીઓ ખૂલી રહી છે એક પળની વારતામાં, દરિયાઓ ઊમટ્યા છે વાદળની વારતામાં. પ્રત્યેકને મળે છે કેવો મજાનો અવસર ! છે ઘાસનું તણખલું ઝાકળની વારતામાં. ના થઈ શક્યો વિસામો કે કોઈનો સહારો, કાંટો મને ય વાગ્યો, બાવળની વારતામાં. આનંદ, ભય, ઉદાસી, ઉત્સાહ ને હતાશા, ડોકાય એક સાથે અટકળની વારતામાં. મેળો ન શબ્દનો છે, ના છે કલમની…
-
આવે છે-ચંદ્રેશ શાહ
મનમાં મબલખ વિચાર આવે છે, સાંજ હો કે સવાર આવે છે. જિંદગી છે, જવાબ પણ માગે, અહીં સવાલો હજાર આવે છે. જોઈ તારું વદન, વિચારું છું, પ્રેમ કેવો ધરાર આવે છે. મૌનનો કેફ રાખજો અકબંધ, જ્યાં જુઓ ત્યાં બહાર આવે છે ! કામ સારાં તું કર જમા, હે દોસ્ત, કેમ સિલકમાં ઉધાર આવે છે. હું…
-
લઘુકાવ્યો
૧. તારી સાથેની પ્રત્યેક પળ પ્રથમ હોય છે અંતિમ પણ હોઈ શકે મારા શ્વાસની અધીરતા હોય છે તારા સ્પર્શમાં પણ. ( સોનલ પરીખ ) ૨. આકાશમાં વાદળ ઘેરાય મને યાદ આવે પ્રેમની અનેક કથાઓ ….અને હું માથું મૂકું આ ભીની હવાના ખભે ( સોનલ પરીખ ) ૩. અવઢવ વરસાદમાં દાઝેલાને શાનો લેપ લગાવવો ? એની…
-
ભીતરની વાત-મહેન્દ્ર આર્ય
એવું કેટલુંય છે જે હું લખી નથી શક્યો… એવું કેટલુંય છે જે હું બોલી નથી શક્યો… પરંતુ એ બધાયની મારી ભીતરની ભાષાની તને તો ખબર છે જ… કારણ કે તું અંતર્યામી છે… અને તને તો મેં જાણ્યે-અજાણ્યે બધું જ કહ્યું છે ને…? ( મહેન્દ્ર આર્ય )
-
રાખ્યો છે-સાહિલ
ક્યાં મને પારોપાર રાખ્યો છે, ઉમ્રભર ઠારોઠાર રાખ્યો છે. બાતમીદાર છું-તમારો હું, તોય કાં બારોબાર રાખ્યો છે. કોઈ બાજુ જરા ખસી ન શકું, એટલો ધારોધાર રાખ્યો છે. ફૂલ સમ મ્હેંકતાં શબદમાં પણ, ભાર શું ભારોભાર રાખ્યો છે. ના તૂટું એમ ના શકું વાગી, એમ તેં તારોતાર રાખ્યો છે. તેં ખુદા છીનવી ચરણ મારા, ચોતરફ મારોમાર…
-
બ્રેકફાસ્ટ-જેક્સ પ્રિવર્ટ
કપમાં એ કૉફી રેડે છે કૉફીના કપમાં રેડે છે દૂધ દુધાળી કોફીમાં એ નાખે છે ખાંડ નાનકડી ચમચીથી એ હલાવે છે એકરસ બનાવે છે દુધાળી કૉફી પી જાય છે અને કપને મૂકે છે. એક પણ શબ્દ મને કહ્યા વિના સિગારેટ સળગાવે છે ધુમાડાનાં વર્તુળો બનાવે છે એશ-ટ્રેમાં રાખ ખંખેરે છે. એક પણ શબ્દ મને કહ્યા…
-
તમારી બોલબાલા છે-મીરા આસીફ
મજાનું ગીત સંભળાવો તમારી બોલબાલા છે, અધર પર સ્મિત મલકાવો તમારી બોલબાલા છે. હવાની સેજ પણ પૂછે તમારું નામ સરનામું, સુગંધી ઝુલ્ફ લહેરાવો તમારી બોલબાલા છે. તમારા ઘર સુધી આવી હંમેશાં જાઉં છું પાછો, મને કાયમ ન શરમાવો તમારી બોલબાલા છે. અમારી જિંદગી લાગે અમોને પાનખર જેવી, ગુલે ગુલઝાર થઈ આવો તમારી બોલબાલા છે. ગઝલ…
-
નીકળી જવું સારું-દિનેશ ડોંગરે “નાદાન”
ઉદાસીના કળણમાંથી હવે નીકળી જવું સારું, અને આ વાતાવરણમાંથી હવે નીકળી જવું સારું. અનાવૃત્ત થૈ જવાનો પણ અનોખો હોય છે મહિમા, બધાયે આવરણમાંથી હવે નીકળી જવું સારું. નજરમાં ઊંઘ ને સપનાં સલામત રાખીને મિત્રો, નિરંતર જાગરણમાંથી હવે નીકળી જવું સારું. ન હો આદરભરી દ્રષ્ટિ કે મનમાં લાગણી જેવું, ચલો એના સ્મરણમાંથી હવે નીકળી જવું સારું.…
-
સજનવા-ડો. પરેશ સોલંકી
અંતમાં સરભર સજનવા, છે મેલી ચાદર સજનવા. પીડ નરસિંહ કે મીરાની, દુ:ખતો અવસર સજનવા. પ્રેમરસ સાચો પદારથ, પી લે જીવનભર સજનવા. મોહની વણજાર માયા, સ્વપ્નની હરફર સજનવા. નાદ તારો શોધ મનવા, ભીતરે ઈશ્વર સજનવા. કયા જનમનો નેહ અધૂરો, કાયા છે કસ્તર સજનવા. જ્ઞાન આતમનો મનોરથ, માયલે ઝરમર સજનવા. ( ડો. પરેશ સોલંકી )
-
ઉદ્ધવગીત-વીરુ પુરોહિત
ઉપાય એક્કે સૂઝે નહીં, જો સમય બને છે ક્રૂર ! ઉદ્ધવજી ! છે સમીપ તો યે મથુરા જોજન દૂર ! શ્યામ ગયા છે તે દહાડાથી નથી આંજતાં કાજળ; આમે ય બારેમાસ અહીં ઘેરાતાં રે છે વાદળ ! ડંખી ભ્રમરે કરી ચાળણી જેમ કમળ-પાંખડીઓ; ઝમી રહી છે ગોપીની બહુ-છિદ્રાળુ આંખડીઓ ! નથી સમાતું બે પાંપણની વચ્ચે…
-
Home