-
શિવાલય હો કે મસ્જિદ હો !-હરકિસન જોષી
જરૂરી બસ ઝૂકી જાવું, શિવાલય હો કે મસ્જિદ હો ! નડે તારું ચૂકી જાવું, શિવાલય હો કે મસ્જિદ હો ! તિમિર ઘેરી વળે એવી અમાસી ઘોર નિદ્રાથી; સફળ તારું ઊઠી જાવું, શિવાલય હો કે મસ્જિદ હો ! ગમે તે માર્ગથી પ્યારે, કમળ ચરણો સુધી તારું થશે સાર્થક પૂગી જાવું, શિવાલય હો કે મસ્જિદ હો !…
-
બે રચના-અનિલ દેવપુરકર
૧. પારદર્શકતા પણ અભેદ્ય દીવાલ લાગવા માંડે એવા તદ્રુપ ઐક્યની અભિપ્સા જો પરમ ગતિ હોય તો, એ દિશાની અંતિમે -તારા દ્વારે આવીને ઊભા રહેવાની આકરી જહેમત મેં લીધી છે. હવે, એ અભેદ્ય દીવાલને ખેરવી નાખવાની તણખલું ઉપાડવા જેવી હળવી જહેમત તો તું લે…!! ૨. ભલે દૂર દૂરની પરંતુ, સામસામી બારીમાં ઊભા રહી કોઈ જોઈ ન…
-
જો આમ આવે-ધ્રુવ ભટ્ટ
અમારી છે આંખો અમારાં છે ચશ્માં કહે તારા દર્શનથી શું ભાન આવે ? તમારા છે ગ્રંથો તમારી જ વાણી કહો કેમ કરતાં મને ગ્યાન આવે ? મને તું જમાના ન બતલાવ રસ્તા જનમ આ કે પછીના જનમના મને ક્યાં ખબર છે કે જન્મો તે શું છે અમે તો હતાં ત્યાં ઘણાં ગામ આવે. અમે ‘કોણ…
-
ઓ દરિયા ! -ચિનુ મોદી
દરિયા ! ઓ દરિયા ! ડુબાડી તો જો; સૂરજ ! ઓ સૂરજ ! દઝાડી તો જો. આંખો ઓ આંખો ! છે ચેલેન્જ મારી, લીલાંછમ બે સપનાં બતાડી તો જો. ગગન ! ઓ ગગનિયા ! તને કહું છું, મને તારલા જેમ પછાડી તો જો. ઘણાં વર્ષથી હું સદેહે અહીં છું, અહીંથી મને તું ઉખાડી તો જો.…
-
કસબામાં-મનીષા જોષી
વન નજીકના એક નાનકડા કસબામાં હું રહું છું. થોડાંક ઘરોની વસ્તીવાળા આ કસબામાં આજકાલ ભયનું વાતાવરણ છે. પાસેના જંગલમાંથી વાઘ આવીને ઉપાડી જાય છે બાહર સૂતેલા જણને. કસબાના પુરુષો રાતપાળી કરીને વારાફરતે પહેરો ભરે છે. મારી ઝૂંપડીના ઓટલા પર સૂતેલી હું, કલ્પના કરી રહી છું એ વાઘની. કેવો કદાવર હશે એ ? એના શક્તિશાળી પંજાથી…
-
તમે ધીમે-ધીમે મૃત્યુ તરફ ધકેલાશો-પાબ્લો નેરુદા, અનુ. છાયા ત્રિવેદી
જો તમે પ્રવાસ નહીં કરો, પુસ્તકો વાંચશો નહીં, જો તમે જીવનનો રવ નહીં સાંભળો, તમે તમારી પીઠ નહીં થપથપાવો- તો તમે ધીમે-ધીમે મૃત્યુ તરફ ધકેલાશો. જો તમે તમારું આત્મગૌરવ ગુમાવશો, તમે બીજાની મદદ લેવામાં કતરાશો- તો તમે ધીમે-ધીમે મૃત્યુ તરફ ધકેલાશો. જો તમે તમારી આદતોના ગુલામ બની જશો, દરરોજ એ જ જાણીતા માર્ગ ઉપર ચાલ્યા…
-
પરોઢ કાવ્યો-અબ્દુલ ગફાર કાઝી
૧. ભિખારણ વૃદ્ધ માજીના વાટકામાં મેં કડકડતી દસ રૂપિયાની નવી નક્કોર નોટ જેવી નાખી પરોઢ…. ૨. આકાશની હવેલીના દ્વાર ખૂલતા એક હૂર જેવી પરોઢ ઊતરતી હતી પંખીના ટહુકાના પગથિયેથી… ૩. પરોઢે ફૂલો પણ સ્નાન કરે છે ઝાકળની ગંગામાં… ૪. પરોઢ પણ નૃત્ય કરે છે આકાશના ભવ્ય સ્ટેજ પર… ૪. દૂધની જેમ છલકાઈ ગઈ છે- પરોઢ…
-
આ ક્ષણે-રાકેશ હાંસલિયા
મારે નથી જાણવો સૂર્યનો ઈતિહાસ કે નથી સમજવું પ્રકાશનું વિજ્ઞાન કે નથી માંડવું કિરણોનું ગણિત આ ક્ષણો તો બસ બે-ઘડી ઊભવું છે પરોઢના હુંફાળા તડકામાં !! ( રાકેશ હાંસલિયા )
-
ચોર પગલે-પરેશ સોલંકી
મારી અંદર બેખબર “હું” લાંગરે છે, ચોર પગલે, જાણું પીછાણું હજી ત્યાં પાંગરે છે, ચોર પગલે. મેં ઉતારી વસ્ત્રને ખુલ્લી કરીને જોઈ લીધી, જાત સાલ્લી આયનાને છાવરે છે, ચોર પગલે. છેક જાગ્યો છું હજી છેલ્લા પ્રહરમાં ઊંઘમાંથી, કાળ તો ભવની પથારી પાથરે છે, ચોર પગલે. ધાબળી ઓઢીને ભગવી નીકળ્યો ને કામળીમાં, ભૂત ઈચ્છાનું તરંગી ભાંભરે…
-
મને નિરખતા-પ્રીતમ લખલાણી
વૈશાખની વહેલી સવારે ઝાકળને ઝુલાવતી ડાળે સ્વપ્ન ચૂંટતી મોગરાની કળીને જોવા દોડતો હાંફતો બારીએ આવીને ઊભો પણ અચાનક આકાશમાં ઊડતી સમડીને જોવા ઊંચી થયેલ મારી પાંપણને જોઈ ટગલી ડાળે બેઠેલા કાગડા સાથે ગૂફતેગુ કરતો ગુલમહોર ઝીણી નજરે મને નિરખતો હિલોળા લેતા પવન સંગે ખિલખિલાટ હસતો ખેરવવા માંડ્યો એક પછી એક લાલ ચટક ફૂલોને… ( પ્રીતમ…
-
Home