-
નિર્ણય-પન્ના નાયક
એના કરેનીનાની જેમ ટ્રેનના પાટા પર પડતું મૂકવામાં કે મેડમ બોવરીની જેમ ઝેરી દવા ગળે ઉતારવામાં કે સીલ્વિયા પ્લાથની જેમ ઓવનમાં માથું મૂકવામાં કે એન સેક્સટનની જેમ ગરાજ બંધ કરી કાર્બન મોનોક્સાઈટ શ્વસવામાં હું જરાય માનતી નથી. મારે તો જીવવું છે. ક્વીન વિક્ટોરિયા થઈને અને કરવું છે રાજ… ( પન્ના નાયક )
-
વાવાઝોડું-જયા મહેતા
વિનાશક વાવાઝોડું પસાર થઈ ગયું છે મુશળધાર વરસીને થાકેલું આકાશ અત્યારે શાંત છે સતત સુસવાટાથી લોથપોથ પવનો અરબી સમુદ્ર પર પોરો ખાય છે જળબંબાકાર થઈ ખળભળી ઊઠેલી ધરતી અત્યારે આરામ કરે છે. હવે બધાં ઠરીઠામ થયાં છે ત્યારે લાલ લાલ ભીની ભીની માટીમાંથી લીલાં લીલાં કૂણાં કૂણાં તરણાં માથાં ઊંચા કરે છે જાણે મહાયુદ્ધ શમી…
-
असंबध्द-गीत चतुर्वेदी
कितनी ही पीडाएँ हैं जिनके लिए कोई ध्वनि नहीं ऐसी भी होती है स्थिरता जो हूबहू किसी द्र्श्य में बँधती नहीं ओस से निकलती है सुबह मन को गीला करने की जिम्मेदारी उस पर है शाम झाँकती है वारिश से बचे-खुचे को भिगो जाती है धूप धीरे-धीरे जमा होती है कमीज और पीठ के बीच…
-
રોંગ નંબર-હર્ષદેવ માધવ
જળ બનીને સમુદ્રનો સંપર્ક કરવા ટેલિફોન નંબર જોડું છું ત્યાં રેતીમાંથી અવાજ સંભળાય છે, ‘માફ કરજો, આ રોંગ નંબર છે.’ પાંદડું બનીને વૃક્ષ માટે પૂછું છું ત્યારે પાનખરનો ગુસ્સો ભભૂકી ઊઠે છે, ‘તું નીચે ખરી પડ, તું નંબર ભૂલી ગયો છે.’ વાટ ભૂલેલા વટેમાર્ગુ બનીને માર્ગ શોધું છું ત્યારે વિકટ જંગલ કહે છે ‘ટેલિફોનનું રિસીવર…
-
ક્યાં છે બધાં-નીતા રામૈયા
હું જેને ચાહી શકું એવું કોઈ જ રહ્યું નથી જેને ચાહતી હતી તે બધાં ક્યાંક વેરાઈ ગયાં ધરતીકંપમાં ક્યાં છે બધાં મારે કોને ગળે વળગવું શું રાંધવું શું ખાવું જે કૈં પણ કરવું તે શાના માટે કોના માટે મારી છાતીનો ધબકાર ખાટલાની સીંદરી સોંસરો જાય રાત્રિના અંધકારને પંપાળું પણ મારો હાથ સૂકાભઠ્ઠ બાવળનાં જડિયાંમાં ફરતો…
-
સ્મૃતિઓ-જયા મહેતા
સ્મૃતિઓ સળવળ્યા કરે છે ફરી ફરીને દૂઝ્યા કરતા જખમની જેમ અને આંખને ખૂણે ઝળૂંબી રહે છે આંસુનાં ટીપાં. એમાં મેઘધનુષના રંગો જોવાનો પ્રયત્ન કરશો નહીં, એ ઝાકળબિંદુઓ નથી કમળની પાંખડી પરનાં. એમાં ઉદાસીના કાળભૂખરા રંગ જોવાનો પ્રયત્ન કરશો નહીં, એ વરસાદમાં લટકી રહેલાં ટીપાં સુક્કી ડાળી પરનાં. જુઓને, કેવી ઝળૂંબે છે આંખને ખૂણે જીવંતપણાની નિશાનીઓ…
-
ભાવિન ગોપાણી
બાંધણીનાં વેપારી અને અમદાવાદના રહેવાસી એવા ગઝલકાર ભાવિન ગોપાણીનો જન્મ ૧૯ એપ્રિલ ૧૯૭૬ના રોજ અમદાવાદમા થયો હતો. ( પિતા: બિપિનચંદ્ર ગોપાણી, માતા: જ્યોત્સના ગોપાણી). તેમણે શાળાનું શિક્ષણ અમદાવાદ ખાતે પ્રકાશ બાલમંદિર (ધોરણ ૧ થી ૪; ૧૯૮૧થી ૧૯૮૫); દુર્ગા વિદ્યાલય (ધોરણ ૫ થી ૧૦; ૧૯૮૫ થી ૧૬૯૧) અને સરદાર પટેલ હાઇસ્કુલ (ધોરણ ૧૧ અને ૧૨; ૧૯૯૧…
-
मेरे वक्त का एक अहम सवाल-गीत चतुर्वेदी
मैं बुदबुदाता हूँ और मेरी आवाज नहीं सुनी जाती मैं फिर कहता हूँ कुछ शब्द और इन्तजार करता हूँ कुछ आवाजें फिर निकलती हैं मेरे कंठ से वे मेरी ओर देखते हैं और वापस काम में लग जाते हैं मैं बोलते समय अपने हाथ भे हिलाता हूँ खट-खट जमीन पर ठोंकता हूँ अपने जूते चुटकी…
-
સમજણ-નલિની માડગાંવકર
નાની હતી ત્યારે મા ! તું મારી નાનકડી હથેળી ચોખાના દાણાથી ભરી દઈને કહેતી; ‘બેટા, એક પણ દાણો નીચે પાડ્યા વગર લઈ જા.’ ચાની ઉકળતી તપેલી ઉતારતાં કહેતી ‘બેટા, સાણસીની પકડ ઢીલી ન થાય એ જોજે.’ રસોડામાં ગરમીથી આંખો બળતી ત્યારે કહેતી; ‘જા બેટા, આંખો ધોઈ આવ, નજરને ઝાંખી ન પડવા દે.’ મને વધતી જોઈને…
-
બગીચામાં-નીતા રામૈયા
કુહાડી સાથે માણસે બગીચામાં પ્રવેશ કર્યો અને લીમડાની ડાળી પવનની બાથમાં લપાઈ ગઈ દિવાસો ઊજવતી રાતરાણીને અંધારા આવ્યાં બાળકની જેમ વૃક્ષને ખોળે ચડેલી વેલે ચીસ પાડતાં પંખી સામું જોયું અને મોગરાની કળીઓ ઠીંગરાઈ ગઈ. ( નીતા રામૈયા )
-
Home